Gujarat Exclusive > રાજનીતિ > Bihar Election: સુશાંતનું મોત બન્યું ચૂંટણી મુદ્દો, BJPએ છપાવ્યા સ્ટીકર્સ

Bihar Election: સુશાંતનું મોત બન્યું ચૂંટણી મુદ્દો, BJPએ છપાવ્યા સ્ટીકર્સ

0
71
  • સ્ટીકરમાં સુશાંતના હસતા ફોટા સાથે લખ્યું- “ના ભૂલા હૈ, ના ભૂલને દેંગે”

  • મતદારોને રિઝવવા માટે ભાજપનો નવો નારો

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Election) નજીક આવી રહી છે. ચૂંટણી પંચ (Election Commission) કોઈ પણ દિવસે તારીખોની જાહેરાત કરી શકે છે. એવામાં વિવિધ રાજકીય પાર્ટીઓએ મતદારોને પોતાની તરફ કરવામાં કોઈ કચાર રાખવા નથી માંગતી. દરેક પાર્ટીઓ વિજયી થવા તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભાજપના એક પોસ્ટરે સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે.

બિહાર ભારતીય જનતા પાર્ટી (Bihar BJP) ના કલા અને સંસ્કૃતિ વિભાગના સંયોજક વરુણકુમાર સિંહે દિવગંત બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નામે એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં સુશાંતનો એક ફોટો છે અને સાથે જ લખવામાં આવ્યું છે. “જસ્ટિસ ફૉર સુશાંત, ન ભૂલે હૈ, ન ભૂલને દેંગે”

વરુણ કુમાર સિંહે કહ્યું કે, આ અભિયાનને 16 જૂનથી ચલાવી રહ્યાં છે. આ સાથે જ “કરણી સેના”એ પણ “જસ્ટિસ ફૉર સુશાંત” લખેલા સ્ટીકર્સ અને માસ્ક લોકોને વિતરિત કર્યાં છે.

આ પણ વાંચો: રાજકોટ: કોવિડ વૉર્ડમાં કોરોના સંક્રમિત દર્દીઓની મદદ કરશે ‘સોના’!

ઉલ્લેખનીય છે કે, સુશાંતના મોત બાદ મહારાષ્ટ્ર અને બિહારની સરકારો વચ્ચે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું હતું. કેટલાક રાજનીતિક જાણકારોનું માનીએ તો, હવે આ પોસ્ટરોથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, પાર્ટી સુશાંતના મોતને મુદ્દો બનાવી મતદારોને રિઝવવા માંગે છે.

જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલનું કહેવું છે કે, પાર્ટી આ મામલે નિષ્પક્ષ તપાસ ઈચ્છી રહી છે. હવે જ્યારે CBI આ કેસની તપાસ કરી જ રહી છે, તો પછી તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો શું અર્થ?

CBI સુશાંત કેસમાં તપાસ કરી રહી છે. આ કેસની તપાસમાં અનેક નવા ખુલાસા થઈ ચૂક્યાં છે. ગઈકાલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુખ્ય આરોપી મનાતી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅર મિરાન્ડા અને સુશાંતના સ્ટાફ મેમ્બર દીપેશ સાવંતની ધરપકડ કરી હતી. હાલ શૌવિક અને સેમ્યુઅલને 9 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ છે.

જ્યારે આજે ડ્રગ્સ કેસની તપાસ કરવા માટે NCBની ટીમ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે.