Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યસભામાં ભાજપના સાતમા મુસ્લિમ સાંસદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા

રાજ્યસભામાં ભાજપના સાતમા મુસ્લિમ સાંસદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા

0
54
  • ઝફર ઇસ્લામને બિનહરીફ રાજ્યસભા સાંસદ ચૂંટાયા
  • ભાજપના  ગોવિંદ નારાયણ શુક્લાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટી (એસપી)ના નેતા અમરસિંહના અવસાન પછી ખાલી પડેલી ઉત્તરપ્રદેશ રાજ્યસભાની બેઠક પર ભાજપ (BJP)ના નેતા સૈયદ ઝફર ઇસ્લામ (Syed zafar islam) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

ભાજપના ઉત્તરપ્રદેશના મહામંત્રી ગોવિંદ નારાયણ શુક્લાએ પોતાનું નામાંકન પરત ખેંચ્યુ છે, તેના પછી ઝફર ઇસ્લામનો નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા છે. ભાજપ તરફથી સંસદમાં પહોંચનારા ઝફર ઇસ્લામ પાંચમાં મુસ્લિમ નેતા છે. ઝફર ઇસ્લામનો કાર્યકાળ નવેમ્બર 2022 સુધીનો છે.

ભાજપને ઝફર ઇસ્લામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેમણે 29 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં ઉમેદવારીપત્ર દાખલ કર્યુ હતુ. જો કે ખરાબ તબિયતના લીધે તેઓ પોતાનું ઉમેદવારીપત્ર દાખલ કરવા લખનઉ પહોંચી ન શકતા તેમના પ્રતિનિધિ તરીકે સંસદીય કાર્યમંત્રી સુરેશ ખન્નાએ અરજીપત્ર દાખલ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ PUBG અને TikTok સહિત 224 એપ્સ પર પ્રતિબંધથી ચીનને કેટલું નુક્સાન?

ઉત્તરપ્રદેશમાં એક બેઠક પર ત્રણ ઉમેદવારોએ અરજીપત્ર દાખલ કર્યુ હતુ. ભાજપ તરફથી ઝફર ઇસ્લામની સાથે ગોવિંદ નારાયણ શુક્લા અને અપક્ષ ઉમેદવાર તરીકે મહેશ શર્મા સામેલ હતા. પરંતુ મહેશ શર્માનું ઉમેદવારીપત્ર રદ થયુ હતુ, જ્યારે ગોવિંદ નારાયણ શુક્લાએ શુક્રવારે પોતાનું નામ પરત ખેંચ્યું હતું.

ઝફર ઇસ્લામ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પક્ષનો ઉદારમતવાદી મુસ્લિમ ચહેરો છે. ભાજપના હાઇકમાન્ડથી જફર ઇસ્લામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જફર ઇસ્લામને જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવવાનું ઇનામ મળ્યું છે, કેમકે તેમણે અત્યંત ચૂપકિદીથી મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં તેમની કામગીરીથી ભાજપનું હાઇકમાન્ડ પ્રભાવિત થયું હતું. તેની સાથે તેમને ઉત્તરપ્રદેશમાં પણ આવા કોઈ સારા મુસ્લિમ ચહેરાની જરૂર હતી અને તેઓ એકદમ યુવા હોવાથી યુવાઓમાં સારો પ્રભાવ જમાવી શકે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ હેટ સ્પીચ મામલે ફેસબુકની ભાજપ ધારાસભ્ય રાજા સામે મોટી કાર્યવાહી

રાજકારણમાં આવતા પહેલા જફર ઇસ્લામ એક વિદેશી બેન્ક માટે કામ કરતા હતા. સાત વર્ષ પહેલા તે વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા હતા. તેના પછી પક્ષ દ્વારા તેમને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે. જફર ઇસ્લામ સ્વભાવથી મૃદુભાષી છે અને તેનો પીએમ મોદી સાથે સારો સંબંધ છે.

ભાજપ સુધી સંસદમાં પહોંચનારા ઇસ્લામ સાતમા મુસ્લિમ સાંસદ બન્યા છે. જફર ઇસ્લામ પહેલા મુખ્તાર અબ્બાસ નક્વી (લોકસભા-રાજ્યસભા), શહનવાઝ હુસૈન (લોકસભા), સિંકદર બખ્ત (રાજ્યસભા), આરિફ બેગ (લોકસભા), એમજે અકબર (રાજ્યસભા) અને નજમા હેપ્તુલ્લા (રાજ્યસભા) સાંસદ રહી ચૂક્યા છે.