Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપના મંત્રીએ કોંગ્રેસના મુસ્લિમ MLAને હાથ પકડીને ‘જય શ્રી રામ‘ બોલવા કહ્યું, વીડિયો વાયરલ

ભાજપના મંત્રીએ કોંગ્રેસના મુસ્લિમ MLAને હાથ પકડીને ‘જય શ્રી રામ‘ બોલવા કહ્યું, વીડિયો વાયરલ

0
287

ભાજપ નેતા અને ઝારખંડના શહેરી વિકાસ મંત્રી સીપી સિંહે કોંગ્રેસ નેતા ઈરફાન અન્સારીને કેમેરા સામે બળજબરીથી ‘જય શ્રી રામ’ના સુત્રોચાર કરાવતા જોવા મળ્યા છે. ઝારખંડ વિધાનસભાની બહાર મીડિયા કર્મચારીઓ સામે જ બંને વચ્ચે ‘જય શ્રી રામ’ના નારાને લઈને ઉગ્ર દલીલો થઈ હતી. આ દરમિયાન સીપી સિંહે કહ્યુ કે, તમારા પૂર્વજ બાબર ન હતા શ્રી રામ જ હતા. મારી ઈચ્છા છે કે, ઈરફાન ભાઈ જોરથી ‘જય શ્રી રામ’ના નારા લગાવે.

અંસારીએ પણ તેમના ઉપર પલટવાર કરતા જણાવ્યું કે, તમે મને ડરાવી ના શકો. દેશને રોજગાર, વીજળી અને વિકાસ જોઈએ છે. ધર્મ આધારિત રાજકારણ નહી. જે બાદ સીપી સિંહે એકવાર ફરીથી જણાવ્યું કે, તમારા પૂર્વજ પણ શ્રીરામ પર વિશ્વાસ કરતા હતા.

અગાઉ પણ ઝારખંડ વિધાનસભામાં મોનસૂન સત્ર દરમિયાન ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના સુત્રોચારને લઈને જોરદાર હોબાળો થયો હતો. બોરાકો બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિરંચી નારાયણે વિધાનસભામાં ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.

જણાવી દઈએ કે, દેશની 49 હસ્તિઓએ દલિતો અને લઘુમતીઓ ઉપર વધી રહેલા અત્યાચાર અને મોબ લિંચિંગના મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે પીએમ મોદીને પ્રશ્ન કર્યા છે કે, આવા આરોપીઓ વિરોધ શું એક્શન લેવામાં આવી છે?

ઉત્તર પ્રદેશ: પીલીભીતમાં લોકોએ વાઘણને મોતને ઘાટ ઉતારી, વીડિયો વાયરલ