Gujarat Exclusive > દેશ-વિદેશ > ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગસ્તીનું કોરોનાથી અવસાન

ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગસ્તીનું કોરોનાથી અવસાન

0
84

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભાના સાંસદ અશોક ગસ્તી(BJP-ashok gasti)નું ગુરુવારે અવસાન થયું છે. કોરોનાના ચેપ પછી બેંગ્લુરુમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી.

55 વર્ષના અશોક ગસ્તી(bjp-ashok gasti) એ આ વર્ષે 22મી જુલાઈના રોજ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યસભાના સાંસદ બન્યા પહેલા તેમણે કર્ણાટકના રાયચુર જિલ્લામાં ભાજપને મજબૂત કરવાની જવાબદારી નીભાવી હતી.

રાજ્યસભાના સાંસદ બન્યા પહેલા અશોક ગસ્તી (bjp-ashok gasti)કર્ણાટક પછાત વર્ગના અધ્યક્ષ પણ રહ્યા હતા.

તેઓ આરએસએસના પણ સભ્ય હતા અને તેના પછી કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના વડા તરીકે પણ કામગીરી બજાવી હતી.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાનો આંકડો પ્રતિ દિન એક લાખ પર પહોંચવાની તૈયારીમાં

ભાજપના નેતા અને ગૃહપ્રધાને અમિત શાહે અશોક ગસ્તી (bjp-ashok gasti)ના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને પણ અશોક ગસ્તી (bjp-ashok gasti)ના નિધનને લઈને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભાજપના ટોચના નેતાઓએ પણ તેમના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેના એક દિવસ પહેલા જ તિરુપતિના લોકસભા સાંસદ બાલી દુર્ગાપ્રસાદનું અવસાન થયુ હતુ. તે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. 65 વર્ષના બાલી દુર્ગાપ્રસાદને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેના પછી ચેન્નઈના હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી હતી.

 તે બાબત નોંધનીય છે કે નેતાઓ જનસંપર્કમાં વધુને વધુ પ્રમાણમાં રહેતા હોવાના કારણે અને વધુને વધુ લોકોને મળતા હોવાના લીધે તેમના કોરોનાગ્રસ્ત થવાની સંભાવના વધી જાય છે. ભાજપના બે વર્તમાન મુખ્યપ્રધાન મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના જ મુખ્યપ્રધાન યેદિયુરપ્પા કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં કેબિનેટ મિનિસ્ટર અને ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણ કોરોનાના લીધે મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોના પોઝિટિવ, બે દિવસ પહેલા જ સંસદ પહોંચ્યા હતા

હાલમાં ગુજરાતમાં જ ભાજપના સાંસદ અભય ભારદ્વાજની હાલત ઘણી નાજુક છે. તે હાલમાં વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત કેટલાય કેન્દ્રીય પ્રધાનો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમાં ગૃહપ્રધાન અમિતશાહને બે વખત દાખલ કરવા પડ્યા હતા. જ્યારે હાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પ્રહલાદ જોશી પણ કોરોનાગ્રસ્ત થયા છે.

આ સિવાય સંસદીય કાર્યવાહીનો પ્રારંભ થયો ત્યારે તે પૂર્વે તેની ચકાસણી કરવામાં આવી ત્યારે કુલ 30 જેટલા સાંસદો અને સંસદીય કર્મચારીઓ કોરોનાગ્રસ્ત જોવાયા હતા. તેમા લોકસભાના 17 અને રાજ્યસભાના આઠ સાંસદો કોરોનાગ્રસ્ત હતા. લોકસભાના 17 સાંસદોમાં ભાજપના 12 સાંસદ કોરોનાગ્રસ્ત હતા અને બાકીના પ્રાદેશિક પક્ષોના સાંસદો કોરોનાગ્રસ્ત હતા.

ગુજરાતમાં પણ ભાજપના કેટલાય હોદ્દેદાર અને વિધાનસભ્ય અને સાંસદ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ કોરોનાગ્રસ્ત છે.