Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બિલ ગેટ્સને પાછળ છોડી, આ શખ્સ બન્યો વિશ્વમાં બીજો સૌથી અમીર વ્યક્તિ

બિલ ગેટ્સને પાછળ છોડી, આ શખ્સ બન્યો વિશ્વમાં બીજો સૌથી અમીર વ્યક્તિ

0
692

છેલ્લા 7 વર્ષમાં ક્યારેય પણ આવું નથી થયું કે, વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં બિલ ગેટ્સ (Bill Gates) બીજા નંબરે પહોંચી ગયા હોય, પરંતુ ગત મહિને જ ટૉપ-3માં પહોંચેલા બર્નાડ અર્નાલ્ટે (Bernard Arnault) આ કરી બતાવ્યું છે. મંગળવારે આવેલા બ્લૂમબર્ગ બિલિયનેયર ઈન્ડેક્સમાં બિલ ગેટ્સ ત્રીજા ક્રમાંકે પહોંચી ગયા છે, જ્યારે બર્નાડ એક ક્રમ આગળ આવીને યાદીમાં બીજા નંબરે પહોંચી ગયા છે. યાદીમાં સામેલ અમીરોમાં 13માં નંબરે ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ છે.

લગ્જરી ગુડ્સ કંપની LVMHના ચેરમેન બર્નાર્ડની નેટવર્થ 7.45 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. માઈક્રોસૉફ્ટના (Microsoft) કૉ-ફાઉન્ડર બિલ ગેટ્સ હવે અમીરોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયા છે.

બર્નાર્ડની કંપની LVMHના શેરોમાં 1.38 ટકાની તેજી આવ્યા બાદ મંગળવારે તેમની નેટવર્થ 108 અરબ ડૉલર (7.45 લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઈ છે. જ્યારે બિલ ગેટ્સની નેટવર્થ 107 અરબ ડૉલર (7.38 લાખ કરોડ રૂપિયા) છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના 7 વર્ષમાં પ્રથમ વખતે બિલ ગેટ્સ ત્રીજા નંબર પર આવ્યા છે. જેમાં સામેલ દુનિયાના 500 અમીરોની નેટવર્થ દરરોજ અમેરિકી શેર બજાર બંધ થયા બાદ અપડેટ કરવામાં આવે છે.

ઈન્ડેક્સ પ્રમાણે આ વર્ષે બર્નાર્ડની નેટવર્થમાં સૌથી વધુ 39 અરબ ડૉલર (2.69 લાખ કરોડ રૂપિયા)ની વૃદ્ધી થઈ છે. બર્નાર્ડની નેટવર્થ ફ્રાન્સની GDPના 3 ટકા બરાબર છે. ગત મહિને બર્નાર્ડ સેન્ટી બિલેનિયર કેમ્પમાં પણ સામેલ થયા હતા. જેમાં વિશ્વના માત્ર 3 જ વ્યક્તિઓ છે. જેફ બેજોસ, બિલ ગેટ્સ અને બર્નાડ અર્નાલ્ટ.

બર્નાર્ડ પાસે કેટલા શેર?
બર્નાડ અર્નાલ્ટ પાસે LVMH કંપનીના અંદાજે 50 ટકા શેર અને ફેશન હાઉસ ક્રિશ્ચિયન ડાયરના અંદાજે 97 ટકા શેર છે. ફ્રાન્સના નોટ્રેડેમ કેથેડ્રલ ચર્ચને આગ લાગવાથી ભારે નુક્શાન થયું હતુ. જે બાદ બર્નાર્ડ અને તેના પરિવારે ચર્ચને 65 કરોડ ડૉલર આપ્યા હતા. જ્યારે બિલ ગેટ્સ અત્યાર સુધીમાં 35 અરબ ડૉલરથી વધુનું દાન કરી ચૂક્યા છે.

જ્યારે એમેઝોનના (Amazon) CEO જેફ બેજોસની (Jeff Bezos) નેટવર્થ 125 બિલિયન ડૉલર છે, જ્યારે પોતાની પત્નીને છૂટાછેડાના સેટલમેન્ટમાં અંદાજે 36.5 અરબ ડૉલરના શેર આપ્યા છત્તા અમીરોની યાદીમાં તેઓ પ્રથમ સ્થાને યથાવત રહ્યા છે. જો બર્નાર્ડ અર્નાલ્ટની નેટવર્થમાં આજ ઝડપે વૃદ્ધી થતી રહી, તો એમેઝોન ફાઉન્ડર જેફ બેજોશની બાદશાહત જોખમમાં આવી શકે છે.

Sridevi Bungalow: અરબાઝ સાથે કામ કરી રહી છે ‘વિંક ગર્લ’, ટીઝરને લઈને થઈ ચૂક્યો છે વિવાદ