Gujarat Exclusive > દેશ-વિદેશ > બિહારમાં બેદરકારીના આરોપમાં 66 પોલીસ કર્મી વિરૂદ્ધ FIR

બિહારમાં બેદરકારીના આરોપમાં 66 પોલીસ કર્મી વિરૂદ્ધ FIR

0
225

બિહારમાં 66 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ એક સાથે FIR દાખલ કરવામાં આવી છે. આમાથી ત્રણ DSP અને 50 પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ FIR વૈશાલી જિલ્લાના હાઝીપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે સાંજે દાખલ કરવામાં આવી છે.

પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વૈશાલીના SP એમ.એમ ઢિલ્લને હાજીપુરના એસએચઓને આ પોલીસ અધિકારિઓની વિરૂદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ પર આરોપ છે કે, અધિકારીઓએ જિલ્લામાંથી બદલી થયાના વર્ષો બાદ પણ લંબિત કેસ અન્ય અધિકારિઓને લોપ્યા નહતા.

આ તમામ પોલીસ અધિકારીઓની ઘણા સમય પહેલા જિલ્લામાંથી બદલી કરવામાં આવી હતી, તેમાંથી ત્રણ આરોપી DSP અત્યારે CBIમાં છે.FIRમાં જે આરોપી DSPનું નામ છે તેમાના નાગેન્દ્ર પ્રસાદ CBIમાં છે.પંકજ રાવત બેતિયામાં SDPO છે અને અશોક પ્રસાદ પટનામાં DSP છે.

આ પોલીસ અધિકારીઓને પહેલા નોટિસ આપી હતી કે, બદલી પહેલા તે જે ગુનાહિત મામલાની તપાસ કરી રહ્યા છે, તેને બીજા અધિકારીઓને સોપી દે પરંતુ આરોપી અધિકારિઓએ તેવુ કર્યું નહતું. બદલી થયાના વર્ષો બાદ પણ અન્ય પોલીસકર્મીઓને આ કેસ ના સોપવામાં આવતા 66 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ IPC કલમ 634 અને 409 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આતંકના આરોપીનો દાવો, NIAના આગ્રહ પર આરોપ સ્વીકાર કરી લીધો હતો