Gujarat Exclusive > દેશ-વિદેશ > તમિલનાડુ: લોટરી કિંગ વિરુદ્ધ EDનો સપાટો, 61 ફ્લેટ અને 88 પ્લોટ કર્યા જપ્ત

તમિલનાડુ: લોટરી કિંગ વિરુદ્ધ EDનો સપાટો, 61 ફ્લેટ અને 88 પ્લોટ કર્યા જપ્ત

0
319

તમિલનાડુમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) અનુસાર ઈડીએ લોટરી કીંગના નામથી પ્રખ્યાત સૈંટિગો માર્ટિન અને તેમના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતા લોટરી કિંગના 61 ફ્લેટ, 82 પ્લોટ સહિત કોયંબતુર સ્થિત 119.6 કરોડની કિંમતના 6 પ્લોટ પણ કબ્જે કર્યા છે.

આ વર્ષે મે મહિનામાં લોટરી કિંગ વિરુદ્ધ છાપેમારી કરી હતી જેમાં 595 કરોડ રૂપિયાની અઘોષિત આવકનો ખુલાસો થયો હતો. ઈન્કમટેક્સની આ કાર્યવાહીમાં સૈંટિગો માર્ટિને કબૂલ્યુ હતુ કે 595 કરોડ રૂપિયા જથ્થાબંધ વ્યાપારી તરફથી વિનિંગ ટિકિટોની હેરાફેરી માટે મળ્યા હતા. માર્ટિને તેની સાથે જ 600 કરોડ રૂપિયા મળવાની વાત પણ સ્વીકારી છે.

મે મહિનામાં ઈન્કમટેક્સ વિભાગે માર્ટિનના કોયમ્બતૂર, ચેન્નઈ, કોલકત્તા,મુંબઈ, દિલ્હી સહિત દેશની 70 જગ્યા ઉપર છાપેમારી કરી હતી. આ કાર્યવાહીમાં લગભગ 8 કરોડ રૂપિયાની અઘોષિત કેશની વિગતો સામે આવી હતી. છાપેમારી દરમિયાન હીરા અને જ્વેલરી પણ મળ્યા હતા. જણાવી દઈએ કે, માર્ટિન કોયમ્બતૂરમાં બેઠીને કેટલાક રાજ્યોની સરકારી લોટરીનો કામ સંભાળે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે એડવાન્સ ટેક્સ પણ ચૂકવ્યું નથી. તેને લીધે તેઓ ઈન્કમ ટેક્સ વિભાગની નજરમાં હતા, તેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડના 132 ગામમાં પાછલા 3 મહિનામાં નથી થયો એક પણ છોકરીનો જન્મ, યોગાનુયોગ કે ષડયંત્ર?