Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શાળા સંચાલકોની રજુઆત બાદ વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થિગત રખાઇ

શાળા સંચાલકોની રજુઆત બાદ વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થિગત રખાઇ

0
262
  •  Bhupendra Singh Chudasama (ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા) સાથે વિવિધ મહામંડળના પ્રમુખોની બેઠક
  • રાજય શાળા સંચાલકોના 11 મુદ્દા પર મંત્રીનો હકારાત્મક વલણ

અમદાવાદઃ શાળા સંચાલકોની રજુઆત બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા (Education Minister Bhupendra Singh Chudasama)એ સ્કૂલોમાં વર્ગ ઘટાડાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવા સંમત્તિ દર્શાવી છે. વર્તમાન પરિસ્થિતિના કારણે જે વર્ગ ઘટાડાનો પ્રશ્ન ઊભો થયો છે તેના સંદર્ભમાં શાળાઓ નિયમિત રીતે શરૂ થાય ત્યારપછી એક માસ સુધી પ્રવેશ આપી શકાશે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ વર્ગ ઘટાડાની દરખાસ્ત મોકલવા માટે રાજયના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓને જાણ કરાઇ હતી. જેથી ગ્રાન્ટેડ શાળા સંચાલકો મુંઝવણમાં મૂકાયા હતા. કેમ કે હજુ લોકોમાં કોરોનાનો ડર છે જેથી લોકો સ્કૂલે આવતાં નથી પરિણામ સ્વરુપે પ્રવેશની કામગીરી વ્યવસ્થિત શરૂ થઇ નથી. તેવા સમયે વિદ્યાર્થીની પ્રવેશ સંખ્યા પ્રમાણે વર્ગ ઘટાડાનો મુદ્દો અસ્થાને હોવાની સંચાલકોએ રજૂઆત કરી હતી

આ પણ વાંચોઃ રાજ્યમાં 21 ઑક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે

શિક્ષણ સહાયકોની પ્રથમ 5 વર્ષની નોકરી સળંગ ગણાશે

રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendra Singh Chudasama)ની  અધ્યક્ષતામાં ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને શિક્ષણ વિભાગના અધિકારીઓવચ્ચે સોમવારે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિએ 11 મુદ્દાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ મુદ્દા પરની ચર્ચા વિચારણાં બાદ મંત્રીએ હકારાત્મક વલણ દાખવ્યું  છે. તેમાં આ મુદ્દાનો સમાવેશ થાય છે.

  • 1.હાલના સંજોગોમાં વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થગિત
  • 2. 31 માર્ચ 2016 પછી નિમાયેલા શિક્ષકોને બિન શરતી કાયમી રક્ષણ.
  • 3. શિક્ષણ સહાયકોની પ્રથમ 5 વર્ષની નોકરી સળંગ ગણવા. 
  • 4. 5 જાન્યુઆરી 1965ના પરિપત્ર મુજબ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નહીં મેળવનારા નવનિયુક્ત આચાર્યોને આ લાભ.

આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી ઇ કંપની આપશે 1 લાખ નોકરીઓ, 12 પાસને પણ તક

ગ્રાનેટેડ શાળામાં શિક્ષકોની ભરતીનો પાંચનો રાઉન્ડ

આ ઉપરાંત આ મુદ્દાઓ પર હકારાત્મક સંકેત આપ્યા છે. વિભાગના ધો.9 અને 10ના એક/એક વર્ગવાળી શાળામાં બેના રેશિયો મુજબ આચાર્ય સહિત ચારનું મહેકમ આપવા તેમ જ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો પાંચમો રાઉન્ડ શરૂ કરવા, બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા અને મહેકમમાં સુધારો કરવ,લાયકાત ધરાવતા સેવક ભાઇઓને કારકુનમાં પ્રમોશન આપવા અંગે હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

2013થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધો.10ના બોર્ડના પરિણામ સાથે ગણતરી કરીને ગ્રાન્ટકાપની જે પધ્ધતિ અમલમાં છે તેમાં ફેરફાર કરવાનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું સમિતિએ જણાવ્યું છે.

7મા પગારપંચનું એરિયર્સ 20 ડિસેમ્બર પછી

વધુમાં સમિતિ તરફથી જણાવાયું છે કે, આચાર્યની ભરતી માટે રાજય પરીક્ષા બોર્ડને એચ/મેટની પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવશે. જયારે સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તા વર્તમાન કોરોના મહામારીના કારણે ડિસેમ્બર 20 પછી ચુકવવામાં આવશે. આ તમામ પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં ઉકેલ લાવવાની શિક્ષણ મંત્રીએ ખાતરી આપી હતી.

આ પણ વાંચોઃ Breaking: આઠ પ્રોબેશનર IPS પોસ્ટિંગ, 15 ડીવાયએસપીની બદલી

આ બેઠકમાં નાણાં વિભાગના અગ્ર સચિવ અગ્રવાલ, શિક્ષણ સચિવ વિનોદ રાવ, સંયુક્ત સચિવ ચૈહાણ, નાયબ નિયામક ચાવડા તેમ જ શિક્ષણ વિભાગ અને કમિશનર કચેરીના અધિકારીઓ ઉપરાંત વિવિધ મહામંડળા પ્રમુખોની બનેલી ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ નારણભાઇ પટેલ, ઉપાધ્યક્ષ ભાસ્કર પટેલ, પ્રમુખ જે.પી. પટેલ, ઉપપ્રમુખ ભરત પટેલ, મહામંત્રી દિનેશ ચૈધરી તેમ જ કોષાધ્યક્ષ અજીતસીંહ સુરમા હાજર રહ્યાં હતા.