Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ભુજ RTOનો 40 ટકાથી વધુ સ્ટાફ કોરોનાની ઝપેટમાં, સ્વૈચ્છિક ન આવવા અપીલ

ભુજ RTOનો 40 ટકાથી વધુ સ્ટાફ કોરોનાની ઝપેટમાં, સ્વૈચ્છિક ન આવવા અપીલ

0
111
  • ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં કોરોનાનો પગપેસારો
  • 40 ટકાથી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થતા સ્વૈચ્છિક ઓફિસે ન આવવા RTO-પ્રતિનિધિ મંડળની અપીલ
  • શુક્રવાર અને શનિવારે 11 અધિકારી-કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (Bhuj RTO staff corona) ના અધિકારી-કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 40 ટકાથી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થતા સ્વૈચ્છિક રીતે ઓફિસે ન આવવા RTO અને પ્રતિનિધિ મંડળે અપીલ કરી હતી. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં શુક્રવારે અને શનિવારે 11 અધિકારી-કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેને લીધે RTOમાં ભારે ભયનો માહોલ ફેલાઇ ગયો છે.

જો કે હજી ફિટનેશ અને ટેસ્ટ ટ્રેકની કામગીરી પણ બંધ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશની રાહ જોવાઇ રહી છે. તમને જણાવી દઇએ કે કોવિડ-19 એ ભુજના આરટીઓ (Bhuj RTO staff corona) માં એક સાથે 11 લોકોને ઝપેટમાં લઇ લીધા છે. પાંચેક કલાર્ક-હેડ કલાર્ક, આરટીઓનાં પટ્ટાવાળા, GISFનાં ગાર્ડ તેમજ એકાદ ઇન્સ્પેકટરનાં સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે. અહીં દરરોજના 400થી 500 લોકોની અવર જવર રહે છે જેને કારણે ભુજ આરટીઓમાં સંક્રમણનો ભય વધુ રહે છે.

આ કચેરીમાં ઇન્સ્પેક્ટરો અને તેમનાં ઓપરેટરો તેમજ ક્લાર્ક, સિનિયર કલાર્ક અને હેડ ક્લાર્ક કામગીરી કરતા હોય છે. જો કે અહીં એક કમિટી બનાવાઇ છે જે મેઇન ગેટ પર બેસશે. તદુપરાંત જો અત્યંત આવશ્યક કામગીરી હશે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે.

Corona

આ પણ વાંચોઃ સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

મોટરીંગ પબ્લિકના પ્રતિનિધિ મંડળના ઉમર સમાએ જણાવ્યું હતું કે, “અધિકારી અને કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયાં હોવાંથી હાલમાં થોડાંક દિવસ માટે કોઇએ પણ કામગીરી માટે કચેરીમાં ન જવાની અપીલ કરાઇ છે. આ સિવાય એજન્ટ મિત્રો પણ સ્વૈચ્છિક રીતે ક્વૉરન્ટાઇન થઇ જાય તેવી ભલામણ કરાઇ હતી.”

બીજી બાજુ આરટીઓ સી. ડી. પટેલે પણ જણાવ્યું હતું કે, “40 ટકાથી વધુ સ્ટાફ સંક્રમિત થયો હોવાને કારણે કચેરી બંધ જેવી જ હાલતમાં છે. સરકારે ડિસેમ્બર સુધીની છૂટ આપી હોવાથી હાલ થોડા દિવસ કચેરીમાં કોઇ કામગીરી માટે ન આવે તેવી અપીલ કરાઇ હતી. થોડાંક દિવસ માટે કોઇ જ અરજદાર કે એજન્ટ મિત્રોએ કચેરીમાં આવવાનું ટાળવું જોઇએ. ઉપરાંત કચેરીના અન્ય કર્મચારીઓ પણ સંપર્કમાં આવેલા હોવાથી તેઓને માટે કવૉરન્ટાઇન થઇ જવું સારુ કહેવાય.”

એજન્ટોના અને ઓપરેટરના લીધે સુપર સ્પ્રેડ બન્યો

ભુજની કચેરીમાં ગાંધીધામના એજન્ટોની અવરજવર સતત રહેતી હોય છે. ત્યારે એક ઇન્સ્પેકટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમની સાથે અંજારનો એક ઓપરેટર પણ હોય છે. આમ, તે સુપર સ્પ્રેડ બન્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ નેતાઓ કોરોનાની ઝપેટમાં, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પોઝિટિવ અને અભય ભારદ્વાજની તબિયત કથળી