Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > Bhavnagar: નિવૃત્ત Dyspના પુત્રે પત્ની-બે દિકરી સાથે કર્યો સામૂહિક આપઘાત

Bhavnagar: નિવૃત્ત Dyspના પુત્રે પત્ની-બે દિકરી સાથે કર્યો સામૂહિક આપઘાત

0
80
  • દાહોદના વ્હોરા પરિવાર બાદ સામૂહિક આપઘાતની બીજી ઘટના
  • પૃથ્વીરાજ સિંહ Bhavnagarમાં જમીન દલાલીનો બિઝનેસ કરતા હતા

ભાવનગરઃ દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોના સામૂહિક આપઘાત(Mass suicide) નો કિસ્સો હજુ તાજો છે. ત્યાં ભાવનગર (Bhavnagar)માં બુધવારે નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજા (Dysp Narendrasinh Jadeja)ના પુત્ર પૃથ્વીરાજ સિંહ જાડેજાએ પત્ની અને બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. બનાવ પોલીસ પરિવાર અંગેનો હોવાથી તંત્ર પણ વધુ સાબદુ છે.

રિપોર્ટ મુજબ પૃથ્વીરાજ સિંહ તેમનાં પત્ની બીનાબા (40) અને દિકરીઓ નદીનીબા (18), યશસ્વીબા(11)એ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી મોતને વહાલુ કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને FSL ટીમ સાથે તપાસ શરુ કરી હતી.

આ પણ વાં ચોઃ દાહોદઃ સુજાઇપાર્કમાં વ્હોરા વેપારી પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત

સામૂહિક આપઘાત અંગે શંકા

બનાવ અંગે  Dysp સફિન હસનના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે પૃથ્વીરાજે પહેલાં પોતાના પાલતુ શ્વાનને ગોળી મારી હશે. પછી પત્ની અને બે દિકરીઓને ગોળી માર્યા જાતે પણ આત્મહત્યા કરી લીધી હશે. તેમ છતાં એક જ રિવોલ્વરમાંથી પાલતુ શ્વાન અને પરિવારના 4 સભ્યોના એક સાથે આપઘાતે અનેક સવાલ ઊભા કર્યા છે.

નિવૃત્ત Dysp નરેન્દ્રસિંહ જાડેજા વતનમાં હતા

રિપોર્ટ મુજબ Bhavnagar નિવૃત્ત Dysp નરેન્દ્રસિંહ જાડેજા તેમના વતન ગયા હતા, ત્યારે આ બનાવ બન્યો. રિવોલ્વરનું લાયસન્સ પૃથ્વીરાજ સિંહના નામે હોવાનું જણાયું છે. પૃથ્વીરાજનું પાલતુ શ્વાન પણ ગોળી મારી હાલતમાં મળી આવ્યો છે. નિવૃત્ત Dysp નરેન્દ્રસિંહ જાડેજા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત છે.

આ પણ વાંચોઃમામા ભાણીના સબંધને કલંક લગાડતી ઘટના: ખુશીનો હત્યારો મામો જ નીકળ્યો

આપઘાતનું કારણ હજુ નથી જણાયું

બનાવ બાદ પોલીસ સાથે FSLની ટીમે તપાસ શરુ હતી. જો કે હજુ સામૂહિક આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આસપાસના લોકોની પુછપરછ પણ કરી રહી છે. દરમિયાન તમામ મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવાયા છે.

આપઘાત પહેલાં મિત્રોને કર્યો મેસેજ

જાણવા મળ્યું છે કે પૃથ્વીરાજ સિંહે આપઘાત કરતા પહેલાં પોતાના મિત્રોને મેસેજ કર્યો હતો કે આપઘાત કરી રહ્યો છે. જેથી તાકીદે પૃથ્વીરાજ સિંહને ઘરે દોડી આવ્યા હતા. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. તેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ પૃથ્વીરાજને ઘરે પહોંચી તો અંદર ઘરમાં તમામના મૃતદેહ લોહી લથપથ હાલતમાં પડ્યા હતા. પૃથ્વીરાજ સિંહ મા એન્ટરપ્રાઇઝ નામે જમીન દલાલીનું કામ કરતા હતા.

આ પણ વાંચોઃ ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો