Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપીમાં ગુંડારાજનો ખૌફ- માત્ર બે દિવસમાં 2 પોલીસ જવાન સહિત 11 લોકોની હત્યા

યુપીમાં ગુંડારાજનો ખૌફ- માત્ર બે દિવસમાં 2 પોલીસ જવાન સહિત 11 લોકોની હત્યા

0
272

યુપીના સંભલમાં તાક લગાવીને બેઠેલા બદમાશોએ બે પોલીસ કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી અને ત્રણ આરોપીઓને છોડાવીને ભાગી ગયા હતા. આ ઘટના પહેલા સોનભદ્રમાં દબંગોએ જમીન વિવાદમાં ધોળા દિવસે લોકો પર ગોળીઓ વરસાવી હતી. આ ઘટનામાં 3 મહિલાઓ સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બંને ઘટનાઓ પર કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

પોલીસ ઓફીસર યમુના પ્રસાદ અનુસાર, કેટલાક આરોપીઓને એક વાનમાં મુરાદાબાદ લઈ જવામાં આવી રહ્યાં હતા. અજાણ્ય બદમાશોએ બનિયાઠેર ક્ષેત્રમાં બળજબરીપૂર્વક વાન રોકીને સુરક્ષામાં હાજર બે જવાન હરેન્દ્ર અને બૃજપાલને ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ બદમાશો પોલીસ કર્મચારીઓની રાયફલ અને ત્રણ આરોપીઓને સાથે લઈ ગયા હતા.

ઉચ્ચ પોલીસ મહાનિર્દેશક (લો એન્ડ ઓર્ડર) પી.વી. રામાશાસ્ત્રીએ કહ્યું કે, મુરાદાબાદની જેલથી હાજરી માટે સંભલ જિલ્લાની ચેદોસી કોર્ટ લાવવામાં આવેલ કુલ 24 આરોપીને મુરાદાબાદ જેલથી લાવવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં જ સાંજના લગભગ સાડા પાંચ વાગે બનિયાઠેર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ધન્નુમલ તિરાહાની પાસે અજાણ્યા બદમાશો આ ઘટનાને અંજામ આપ્યુ.

મુખ્યમંત્રી યોગીએ આ ઘટનામાં શહીદ થયેલ બંને પોલીસ કર્મચારીઓના પરિવારજનોને 50-50 લાખ રૂપિયાની સહાયતા અને શહીદ પોલીસ કર્મચારીઓની પત્નીને પેન્શન અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો આદેશ આપ્યો છે.

જણાવી દઈએ કે આ ઘટના પહેલા પણ ઉત્તર પ્રદેશમાં અન્ય એક ઘટના બની હતી. આ ઘટના સોનભદ્ર જિલ્લાના ઘેરાવલ ક્ષેત્રના ઉંધા નામના ગામમાં જમીન વિવાદને લઈને ઘટી હતી. આ ઘટનામાં દબંગોએ 3 મહિલાઓ સહિત 9 લોકોને ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે.

પોલીસ મહાનિર્દેશક ઓ.પી. સિંહે કહ્યુ કે, ઉંધા ગામમાં બે વર્ષ પહેલા ગ્રામ પ્રધાન યજ્ઞદત્તે એક આઈએએસ અધિકારી પાસેથી 90 વીઘા જમીન ખરીદી હતી. યજ્ઞદત્તે આ જમીન ઉપર કબ્જો મેળવવા માટે મોટી સંખ્યામા પોતાના સાથીઓની સાથે ગામે પહોંચીને ટ્રેક્ટરોથી જમીન ખેડવાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિક ગ્રામીણોએ તેનો વિરોધ કર્યો હતો. તે પછી ગ્રામ પ્રધાન પક્ષના લોકોએ સ્થાનિક ગ્રામીણો ઉપર ફાયરિંગ કરી હતી. તેમણે આગળ કહ્યુ કે, આ ઘટનામાં 3 મહિલાઓ સહિત 9 લોકો મૃત્યુ પામ્યા અને 19 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના આરોપી ગ્રામ પ્રધાન યજ્ઞદત્તના ભત્રીજા ગિરિજેશ અને વિમલેશની ધડપકડ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી.

આ ઘટનાઓને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ ટ્વિટર પર લખ્યુ, ‘આરોપીઓ આગળ નમી ગયેલ ભાજપા સરકારમાં એક વાર ફરી નરસંહાર‍! સોનભદ્રમાં જમીનમાફીયા દ્વારા જમીન વિવાદમાં 9 લોકોની હત્યા ડર અને દબાણનું પ્રતિક!’

તેમણે ઘટનામાં મૃત્યુ પામેલ બધા જ લોકોના પરિવારજનોને 20-20 લાખ રાહત ધનરાશી આપવાની સાથે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કર્યુ, ‘બીજેપીના રાજમાં આરોપીઓની હિંમત એટલી વધી ગઈ કે ધોળાદિવસે હત્યાઓનો દોર ચાલુ છે. સોનભદ્રમાં જમીનમાફીયા દ્વારા 3 મહિલાઓ સહિત 9 ગૌંડ આદિવાસીઓની હત્યાએ હ્રદય હચમચાવી દીધું છે.’

ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરના મુદ્દા પર રાજ્યસભામાં હંગામો
ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરના મુદ્દા પર કોંગ્રેસ તથા સમાજવાદી પાર્ટીના સભ્યઓએ હંગામાના કારણે રાજયસભાની બેઠક ગુરુવારે શરૂ થયાના 15 મીનિટમાં જ બપોર બાર વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

સવારે 11 વાગે ગૃહની બેઠક શરૂ થવા પર અધ્યક્ષ એમ વેંકૈયા નાયડૂએ જરૂરી કાગળ ટેબલ ઉપર રાખવાનો આદેશ આપ્યો. ત્યાર પછી વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરીક કૂલભૂષણ જાધવ પર આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા આપવામાં આવેલ નિર્ણયના સંબંધે એક ભાષણ આપ્યુ.

તે પછી, અધ્યક્ષે શૂન્યકાળ શરૂ કરવાનું કહ્યું ત્યારે જ સમાજવાદી પાર્ટીના સભ્યોએ ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરને લઈને હંગામો શરૂ કર્યો હતો. સપા સભ્યોએ પોતાના મુદ્દાને સાંભળવાની માંગ કરી રહ્યા હતા અધ્યાક્ષે ના પાડતા સભ્યો અધ્યક્ષની ચેર સામે આવીને નારા લગાવવા લાગ્યા.

અધ્યક્ષ નાયડૂએ હંગામો કરી રહેલા સભ્યોને તેમના સ્થાન ઉપર પાછા જવાનું અને ગૃહની કાર્યવાહી ચાલવા દેવાનું કહ્યું હતું. તેમણે રાજ્યસભાની કાર્યવાહીનો સીધો પ્રસારણ રોકવાનો આદેશ પણ આપ્યો હતો.

સપા નેતા રામ ગોપાલ યાદવે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 9 દલિતોની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે રાજ્યની કાનૂન વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નો કર્યા.

અધ્ક્ષે કહ્યું કે, તેમણે યાદવના નિયમ 267 મુજબ આપવામાં આવેલ નોટીસનો સ્વીકાર કર્યો નથી. પરંતુ તેઓ આ મુદ્દાને ઉઠાવવાની પરવાનગી અલગથી આપશે.

જોકે, સપાના સભ્ય શૂન્યકાળ સ્થગિત કરીને આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ખુરશીની સામે આવીને નારા લગાવવા લાગ્યા. નાયડૂએ કહ્યુ, આ રાજ્યનો વિષય છે. કોઈ પણ વાત રિકોર્ડમાં નહીં જાય. તેમણે રાજ્યસભા ગૃહની કાર્યવાહીનો સીધો પ્રસારણ રોકવાનો આદેશ પણ આપ્યો હતો.

રાષ્ટ્રપતિના બોડીગાર્ડમાં 3 જ્ઞાતિના જ લોકો જ કેમ? કેન્દ્રમાં દલીલ