Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સને ‘નાઇટહુડ’ની પદવીથી સમ્માનિત કરાઇ શકે છે

વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સને ‘નાઇટહુડ’ની પદવીથી સમ્માનિત કરાઇ શકે છે

0
274

ઇંગ્લેન્ડની વર્લ્ડકપ જીતના નાયક બેન સ્ટોક્સને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ખિતાબી મુકાબલામાં શાનદાર પ્રદર્શન માટે ‘નાઇટહુડ’ની ઉપાધીથી સમ્માનિત કરવામાં આવી શકે છે. બ્રિટિશ મીડિયામાં પહેલાથી આ વાતની ચર્ચા ચાલી રહી છે.જોકે, આ વાતે ત્યારે વધુ ચર્ચા પકડી જ્યારે એક ટૉક શોમાં બ્રિટિશ વડાપ્રધાન પદના બે દાવેદારોએ બેન સ્ટોક્સને ‘નાઇટહુડ’ની ઉપાધી આપવા પર સહમતિ દર્શાવી હતી.

‘ધ સન’ અને ‘ટૉક રેડિયો’ તરફથી કરવામાં આવેલા એક આયોજનમાં બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેની જગ્યા લેવાના દાવેદારોમાં સૌથી આગળ ચારી રહેલા બોરિસ જોનસન અને જેરેમી હંટે બેન સ્ટોક્સને નાઇટહુડની ઉપાધી આપવા સબંધિત પ્રશ્ન કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં બન્નેએ ‘હાં’ કહ્યું હતું. બોરિસ જોનસને પૂછવામાં આવ્યુ કે શું બેન સ્ટોક્સને ‘નાઇટહુડ’નો હકદાર છે, તેણે નિશ્ચિત રીતે મારો જવાબ હાં છે. જ્યારે જેરેમી હંટને પણ આ જ સવાલ કરવામાં આવ્યો હતો તેમનો જવાબ પણ હતો,નિશ્ચિત રીતે.

બેન સ્ટોક્સે 98 બોલમાં અણનમ 84 રન બનાવ્યા, જેનાથી ઇંગ્લેન્ડ લોર્ડ્સમાં રવિવારે રમાયેલી ફાઇનલને ટાઇ કરાવવામાં સફળ રહ્યુ હતું. તે બાદ સ્ટોક્સે સુપર ઓવરમાં પણ આઠ રન બનાવ્યા હતા. સુપર ઓવર પણ ટાઇ થઇ હતી અને ઇંગ્લેન્ડ વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ચેમ્પિયન બની ગયુ હતું. અત્યાર સુધી ઇંગ્લેન્ડના 11 ક્રિકેટરોને ક્રિકેટમાં તેમની સેવા માટે ‘નાઇટહુડ’ની ઉપાધિથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે. જેમાં અંતિમ પૂર્વ ટેસ્ટ કેપ્ટન એલિસ્ટર કુક હતો.

આઈસીસીના નિયમનો દુનિયાભરના ક્રિકેટરોએ કરી નિંદા, કહ્યુ બકવાસ છે નિયમ