Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બેંકમાં એક લિમિટથી વધુ રોકડ નીકાળવા પર લાગશે ટેક્સ, લોકસભામાં બિલ પાસ

બેંકમાં એક લિમિટથી વધુ રોકડ નીકાળવા પર લાગશે ટેક્સ, લોકસભામાં બિલ પાસ

0
11607

જો હવે તમેં બેંકથી વધારે રોકડ ઉપાડશે, તો તેના પર 2 ટકા TDS આપવો પડશે. આ સાથે જ તેમાં તમારા તમામ એકાઉન્ટનો સમાવેશ થશે. નવા નિયમ પ્રમાણે, 1 કરોડથી વધારે રોકડ રકમ ઉપાડવા પર હવે 2 ટકા TDS કપાશે. સરકારે ફાઈનાન્સ બિલમાં સંશોધન કર્યું છે. હવે આ TDS કોઈ પણ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટને મળીને વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે રોકડ રકમ ઉપાડવા પર લાગશે.

જણાવી દઈએ કે, બજેટમાં કરવામાં આવેલા આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય કેશ ટ્રાન્જક્શન ઓછુ કરવાનું છે. આ માટે માત્ર એક એકાઉન્ટથી વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે રોકડ ઉપાડવા પર 2 ટકાના TDS પ્રસ્તાવનો ખોટો ઉપયોગ થઈ શકે તેમ હતો. આથી સરકારે ફાઈનાન્સ બિલ 2019માં સંશોધન કરીને તેને એક એકાઉન્ટથી વધારીને મલ્ટીપલ બેંક એકાઉન્ટ પર લાગુ કર્યો છે.

કેમ સરકારે લાગુ કર્યો નવો કાયદો
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, કેટલીક કંપનીઓ મોટા પાયે રોકડ નીકાળી રહી હતી. આથી આ પ્રવૃતિ પર જોતા સરકારે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડવા પર 2 ટકા TDS લગાવ્યો છે.

શું છે ફાઈનાન્સ બિલ
ફાઈનાન્સ બિલને મની બિલ પણ કહેવામાં આવે છે. આ બંધારણના આર્ટિકલ 110 અંતર્ગત આવે છે. હકીકતમાં સરકાર જ્યારે પણ ટેક્સેશનમાં મોટા ફેરફાર કરે, ત્યારે તે આ આર્ટિકલ અંતર્ગત કરે છે.

જો સરકાર નવો ટેક્સ લગાવે છે, તો ફાઈનાન્સ બિલમાં દર્શાવશે. જો કોઈ પ્રકારનો ટેક્સ રદ્દ કરવો છે અથવા ટેક્સેશન સ્લેબમાં કોઈ પ્રકારનું પરિવર્તન કરવું છે, તો તે ફાઈનાન્સ બિલમાં જ આવશે.

શુ હોય છે TDS
સામાન્ય રીતે TDSનું નામ સાંભળીને લોકોના ભવા ઉચકાય છે, પરંતુ જણાવી દઈએ કે, TDS શરૂ કરવાનો હેતું સોર્સ પર ટેક્સ કાપવાનો છે. જો કોઈની આવક થાય, તો તેની આવકથી ટેક્સ કાપીને વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે છે. આમ ટેક્સ તરીકે જે રકમ કપાય તેને TDS કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો, તમે ભારતીય છે અને તમે મ્યૂચુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે, તો તેના પર જે આવક પ્રાપ્ત થશે, તેના પર કોઈ TDS ચૂકવવો નહી પડે. પરંતુ જો તમે NRI છો, તો આ ફંડ પર આવેલ આવક પર તમારે TDS આપવો પડશે.

TDS સરકારના ખાતામાં જમા કરાવવાની જવાબદારી પર જે પેમેન્ટ કરી રહ્યું છે તેની જ રહેશે. TDS કાપનારાને ડિડક્ટર કહેવામાં આવે છે. જ્યારે જેને ટેક્સ કપાઈને પેમેન્ટ મળે તેને ડિડક્ટી કહેવાય છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા