Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘રામ મંદિર ટ્રસ્ટ’ના ખાતામાંથી ક્લોન ચેક મારફતે લાખો રૂપિયાની ઉચાપત

‘રામ મંદિર ટ્રસ્ટ’ના ખાતામાંથી ક્લોન ચેક મારફતે લાખો રૂપિયાની ઉચાપત

0
77

નવી દિલ્હી: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust)ના ખાતામાંથી ક્લોન ચેક (Clone Cheque) મારફતે લાખો રૂપિયા ઉપાડવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગેની જાણકારી ટ્રસ્ટને ત્યારે થઈ, જ્યારે ત્રીજી વખત મોટી રકમ ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. હાલ આ બાબતની જાણ થયા બાદ ટ્રસ્ટ તરફથી અયોધ્યા (Ayodhya)માં પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ક્લોન ચેકની મદદથી લખનઉની એક બેંકમાં 1 સપ્ટેમ્બરે અઢી લાખ રૂપિયા અને તેના બે દિવસ બાદ બીજા સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં છે. જ્યારે 9,86,000નો ત્રીજો ચેક લખનઉની જે બેંક ઑફ બરોડા (BOB)માં નાંખવામાં આવ્યો, ત્યારે વેરીફિકેશન માટે ટ્રસ્ટને લખનઉની બેંકનો કૉલ આવ્યો હતો. ટ્રસ્ટ (Ram Mandir Trust)ના પદાધિકારીઓએ આ પ્રકારની કોઈ પણ ચૂકવણીની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો: કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, એક દિવસમાં 95 હજારથી વધુ નવા કેસ

જો કે બાદમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને જ્યારે પોતાના ખાતા ચેક કર્યા તો 6 લાખ રૂપિયા નીકાળવાની જાણકારી મળી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના હોદ્દેદારોઓ આ બાબતની જાણકારી અયોધ્યા પોલીસને આપતા ફરિયાદ દાખલ કરાવી છે.

અયોધ્યાના પોલીસ ક્ષેત્રાધિકારી રાજેશ રાયે બુધવારે મોડી રાત્રે જણાવ્યું કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ફરિયાદ  આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક અઢી લાખ અને એક સાડા ત્રણ લાખના નકલી ચેક દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાં છે. ટ્રસ્ટ તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, તપાસના આધારે આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં ચેકનું ક્લોનિંગ કરવામાં આવ્યું છે. આથી કોઈ મોટી ગેંગ આ સમગ્ર રેકેટમાં સામેલ હોઈ શકે છે.