Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસ ડેરી ચૂંટણી : વાઇસ ચેરમેન માવજી દેસાઈનો શંકર ચૌધરી સામે જામશે સીધો જંગ

બનાસ ડેરી ચૂંટણી : વાઇસ ચેરમેન માવજી દેસાઈનો શંકર ચૌધરી સામે જામશે સીધો જંગ

0
154
  • બનાસ ડેરી ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
  • બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ આજે ઉમેદવારી પત્ર ભરશે
  • શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈનો સીધો જંગ જામશે

એશિયાની નંબર વન કહેવાતી બનાસ ડેરીની ચૂંટણી (banas dairy election) ને લઇને નવા સમાચાર સામે આવી રહ્યાં છે. બનાસ ડેરી ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ આજે ઉમેદવારી પત્ર ભરશે. આ ચૂંટણીમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈનો સીધો જંગ ચૂંટણીમાં જોવા મળશે.

અત્રે નોંધનીય છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં સત્તાધારી પક્ષનાં ઉમેદવારો સામ સામે ચૂંટણી લડવા પર ઉતર્યાં છે. નોંધનીય છે કે, આ ચૂંટણી (banas dairy election) અગાઉ ડેરીનાં ચેરમેન શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈ ગંભીર આક્ષેપ કરી ચૂક્યાં છે. ત્યારે હવે આ જંગ અત્યંત રસાકસીભર્યો રહેશે.

મહત્વનું છે કે બનાસ ડેરી ચૂંટણી (banas dairy election) માં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધી 10 બેઠકો પર 11 ફોર્મ ભરાયાં છે. જેમાં રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી, થરાદ બેઠકથી સાંસદ પરબત પટેલ, પાલનપુર બેઠક પરથી પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળએ ઉમેદવારી નોંધાવી છે. આજે અંતિમ દિવસે બાકી રહેલા તમામ ફોર્મ ભરવામાં આવશે.

આ પણ વાંચો: બહારગામથી સુરત જતા ચેતજો, આટલા દિવસ સુધી થવું પડશે હોમ ક્વૉરન્ટાઇન

બનાસ ડેરીની ચૂંટણીમાં આંતરિક વિરોધ

મળતી માહિતી મુજબ બનાસ ડેરીની ચૂંટણીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. શંકર ચૌધરી સામે ભાજપ નેતાઓ સક્રિય હોવાની અટકળો ચાલી રહી છે. જિલ્લા ભાજપનાં હોદ્દેદારોએ પ્રદેશ કક્ષાએ આ અંગે રજૂઆત કરી હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે. ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી અને માવજી દેસાઇ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

10 બેઠક પર 11 ફોર્મ ભરાયાં (banas dairy election)

ડીસાથી બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ ફોર્મ ભરશે. તો સહકારમાં કદાવર નેતા ગણાતા અણદાભાઈ પટેલ કાંકરેજમાંથી ફોર્મ ભરશે. તમામ 16 બેઠકો માટે ફોર્મ ભરાયાં બાદ ચૂંટણી (banas dairy election) અંગેનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. 16 ડિરેકટરો માટે આગામી 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. જ્યારે તેનું 20મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આજે માવજી દેસાઈ ફોર્મ ભરીને શંકરભાઈ ચૌધરી સામે પેનલ બનાવે તેવી શક્યતા છે. જેથી જો શંકર ચૌધરી સામે પેનલ બને તો ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

સોમવારના રોજ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળનું ફોર્મ તેમના પુત્ર વસંત ભટોળે ભર્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી સિવાય જિલ્લાના અનેક દિગ્ગજ નેતાઓએ સોમવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં થરાદ મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું ઉમેદવારી ફોર્મ તેમના પુત્ર શૈલેશ પટેલે પોતાના સમર્થકો સાથે ભર્યું હતું. બીજી બાજુ પાલનપુરમાં બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળનું ફોર્મ તેમના પુત્ર વસંત ભટોળે તેમના સમર્થકો સાથે જઈને ભર્યું હતું. બનાસ ડેરીની ચૂંટણી (banas dairy election) માટે આજે બાકી રહેલા ઉમેદવારો પોતાનું ફોર્મ ભરશે. જેમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ફોર્મ ભરશે.

આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 3નાં મોત, રેસ્ક્યુ શરૂ