Gujarat Exclusive > દેશ-વિદેશ > બાબરીધ્વંસના સ્થળે નેતાઓ લોકોને ઉશ્કેરતા ન હતા, પરંતુ અટકાવી રહ્યા હતાઃ કોર્ટ

બાબરીધ્વંસના સ્થળે નેતાઓ લોકોને ઉશ્કેરતા ન હતા, પરંતુ અટકાવી રહ્યા હતાઃ કોર્ટ

0
121

નવી દિલ્હીઃ બાબરી ધ્વંસ કેસના 28 વર્ષ પછી કોર્ટે આપેલા ચુકાદામાં ભાજપના અગ્રણી નેતા અડવાણી, મુરલીમનોહર જોશી, કલ્યાણસિંહ અને ઉમા ભારતી સહિત 32ને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટનું તારણ હતુ કે તેમની સામે પૂરતા પુરાવા નથી. ઘટનાસ્થળે આ નેતાઓ લોકોને ઉશ્કેરી રહ્યા ન હતા પણ અટકાવી રહ્યા હતા. (babri-demolition-case-sideline)તેઓએ વિવાદાસ્પદ સ્થળને તૂટતુ અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના વિવાદાસ્પદ નેતા અશોક સિંઘલ ઇચ્છતા હતા કે આ માળખાને સલામત રાખવામાં આવે, કારણ કે તેની અંદર હિંદુ દેવીદેવતાઓની (babri-demolition-case-sideline)મૂર્તિ હતી, બધા કારસેવકોને પાણી અને ફૂલો લઈને આવવા કહેવાયું હતુ જેથી તેમના હાથ ભરેલા રહે. પથ્થરમારો વિવાદાસ્પદ માળખાના પાછળના ભાગથી થયો હતો, એમ ન્યાયાધીશ એસકે યાદવે 1992ના બાબરી ધ્વંસ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ બાબરી કેસમાં કોર્ટનો ચુકાદો, અડવાણી, જોશી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેઆ ચુકાદાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા રાખશે. આ 32માંથી છ જણા અડવાણી, જોશી, ઉમા ભારતી અને કલ્યાણસિંહને ફિઝિકલ ટ્રાયલમાંથી મુક્તિ (babri-demolition-case-sideline)આપી હતી. આ કેસની સુનાવણીને લઈને લખનઉની સ્પેશિયલ કોર્ટની આસપાસ બહુઆયામી સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું હતું. સીબીઆઇ સ્પેશિયલ કોર્ટને એક સુરક્ષા કિલ્લામાં પરિવર્તીત કરી દેવાઈ હતી. તેની જોડેના રસ્તા પરના વાહનોની હિલચાલ પણ મર્યાદિત કરી દેવાઈ હતી.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ એસકે યાદવે મે 2017થી આ કેસની દૈનિક ધોરણે સુનાવણી કરી રહ્યા છે ત્યારે આનો ચુકાદો આજે આવ્યો છે.

આ પણ વાંચોઃ બાબરી કેસ: ચુકાદા સાથે જ રિટાયર થશે CBIના સ્પેશિયલ જજ સુરેન્દ્ર કુમાર યાદવ

કાયદાકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો આ કેસના આરોપીઓને સજા થઈ હોત તો અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી વિનય કાટિયાર, રામ વિલાસ વેદાંત ધરમદાસ અને સતીષ પ્રદાનને મહત્તમ પાંચ વર્ષની સજા થઈ હોત. જ્યારે કલ્યાણસિંહ, ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મહત્તમ ત્રણ વર્ષની (babri-demolition-case-sideline)સજા થઈ હોત.

આ કેસમાં સીબીઆઇ સમક્ષ 350થી વધુ સાક્ષીઓએ નિવેદન નોંધાવ્યા હતા અને સીબીઆઇએ 49 જુદા-જુદા કેસોનું સંયુક્ત તહોમતનામુ બનાવ્યું હતું. આ કેસના 49 આરોપી હતા, તેમાથી 32 જ જીવે છે.