Gujarat Exclusive > દેશ-વિદેશ > સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનના ધારાસભ્ય પુત્રની ધરપકડ

સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનના ધારાસભ્ય પુત્રની ધરપકડ

0
257

સમાજવાદી પાર્ટી (SP) નેતા સાંસદ આઝમ ખાનના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને પોલીસની કાર્યવાહીમાં અડચણ રૂપ થવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. મદરેસા આલિયાથી ચોરી થયેલ પુસ્તકોના કેસમાં આજે બીજા દિવસે પણ પોલીસ જૌહરી યુનિવર્સિટીમાં રેડ પાડી રહી છે. આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરવાના આરોપમાં સીઓ સીટી અબ્દુલ્લાને પોતાની સાથે લઈ ગયા. હાલમાં પોલીસની ટીમ જૌહર યૂનિવર્સિટીમાં હાજર છે.

અબ્દુલ્લા આઝમ સ્વાર સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. એસપી ડો. અજય પાલે જણાવ્યું કે, કામમાં બાધા નાંખવાના કારણે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હાલમાં તેમને ક્યા લઈ જવામાં આવ્યા છે, તેની જાણકારી મળી શકી નથી. જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે, સોમવારે પોલીસે જોહર યૂનિવર્સિટીમાંથી ચોરી થયેલ 2000 પુસ્તકો જપ્ત કરી હતી.

અબ્દુલ્લા આઝમ વિરૂદ્ધ પહેલાથી જ યૂપી પોલીસે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. પૂર્વ મંત્રીના પુત્રના આરોપ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. અબ્દુલ્લા આઝમનો પાસપોર્ટ જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, હાલમાં જ ભૂ-માફિયા જાહેર થયા બાદ આઝમ ખાનને ઘણા બધા ઝાટકા લાગ્યા. તેમના વિરૂદ્ધ ભૂમાફિયાના 27 કેસ નોંધવામાં આવ્યા. બીજી તરફ રામપુર જિલ્લા પ્રશાસન અને જૌહર ટ્ર્સ્ટને લીજ પર આપવામાં આવેલ 2 બિલ્ડીંગો-મદરસા આલિયા અને દારૂલ અવામની લીજને કેન્સલ કરવાની ભલામણ શાસનથી કરવામાં આવી છે.

ઊંઝા: ATMમાંથી ₹ 39.53 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો