Gujarat Exclusive > દેશ-વિદેશ > આઝમ ખાનની વધી શકે છે મુશ્કેલી, મહિલા સાંસદોએ વિરોધમાં ખોલ્યો મોરચો

આઝમ ખાનની વધી શકે છે મુશ્કેલી, મહિલા સાંસદોએ વિરોધમાં ખોલ્યો મોરચો

0
262

રામપુરના સાંસદ આઝમ ખાનની મુશ્કેલી વધી શકે છે. લોકસભામાં ભાજપના સાંસદ રમા દેવી પર આઝમ ખાન દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાબતે નવો વળાંક લીધો છે. ભાજપ સાંસદ રમા દેવીએ જણાવ્યું કે, સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને લોકસભામાં રહેવાનો કોઈ અધિકાર નથી.

હકિકતમાં લોકસભામાં ગુરૂવારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ગૃહની અધ્યક્ષતા કરી રહેલ ભાજપ સાંસદ રમા દેવીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આઝમ ખાનની આ ટિપ્પણી બાદ સંસદમાં હોબાળો થયો હતો.

રમાદેવીની માંગ
ભાજપ સાંસદ રમા દેવીએ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી પર જણાવ્યું કે, તેમણે ક્યારેય મહિલાઓનું સન્માન નથી કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે, તેમણે જયાપ્રદા વિશે શું કહ્યું હતું. તેમને લોકસભામાં રહેવાનો કોઈ અધિકાર નથી. હું સ્પીકરને આગ્રહ કરીશ કે, તેમને બરતરફ કરવામાં આવે. આઝમ ખાનને માફી માંગવી પડશે.

શું છે મામલો
લોકસભામાં ગુરૂવારે ટ્રીપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સપા સાંસદ આઝમ ખાને સ્પીકરની ખુરશી પર બેસેલા ભાજપ સાંસદ રમા દેવીને લઈને ટિપ્પણી કરી હતી. જે બાદ ગૃહમાં હોબાળો થયો હતો. ભાજપના સાંસદો ઉપરાંત મોટા ભાગના મહિલા સાંસદોએ આઝમ ખાનને વિરોધ કર્યો હતો. જે બાદ રમા દેવીએ આઝમ ખાનના શબ્દોને સંસદની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

આ બાબત ગંભીર સ્વરૂપ ધારણ કરતા આઝમ ખાને જણાવ્યું કે, જો તેમણે ગૃહની કાર્યવાહી દરમિયાન કંઈ ખોટું કર્યું હોય, તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જે બાદ આઝમ ખાને ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું.