Gujarat Exclusive > દેશ-વિદેશ > રામમંદિરઃ ભૂમિપૂજન પહેલાં અયોધ્યા થશે સીલ, ઠેરઠેર ગોઠવાશે સ્નાઇપર્સ

રામમંદિરઃ ભૂમિપૂજન પહેલાં અયોધ્યા થશે સીલ, ઠેરઠેર ગોઠવાશે સ્નાઇપર્સ

0
41

વિશેષ અનુમતિ મેળવનારાઓને જ ત્યાં પ્રવેશવા મળશે
3,500સુરક્ષા કર્મી Bhoomi Pujan કાર્યક્રમમાં ખડેપગે

વારાણસીઃ અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર ભૂમિપૂજન (Ram Mandir Bhoomi Pujan) પહેલા શહેરની સુરક્ષા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે ચોથી ઓગસ્ટના રોજ સમગ્ર શહેરની સરહદોને સીલ કરી દેવામાં આવશે. આ સિવાય 3,500થી વધારે સુરક્ષા કર્મચારીઓ સમગ્ર ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન ખડેપગે રહેશે. વીવીઆઇપી રુટમાં આવતા ઘરોની અગાસીઓ પર સ્નાઇપર્સને ગોઠવવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં પાંચમી ઓગસ્ટના રોજ રામમંદિરના ભૂમિપૂજન માટે સલામતીની એકદમ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાને વધારે સઘન બનાવતા ચોથી ઓગસ્ટે તકેદારીના ભાગરૂપે સમગ્ર અયોધ્યાની સરહદો સીલ કરી દેવાશે. આ ભૂમિપૂજનમાં જવા માટે વિશેષ અનુમતિ મેળવનારાઓને જ ત્યાં પ્રવેશવા મળશે. સુરક્ષાની ગોઠવણી અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા માટે મુખ્ય સચિવ આર કે તિવારી, ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થી અને મુખ્ય ગૃહ સચિવ અવનીશ કુમાર અવસ્થીએ શુક્રવારે અયોધ્યાનો પ્રવાસ ખેડ્યો હતો.

અયોધ્યાના પોલીસ અને વહીવટી અધિકારીઓને કોવિડ-19ના દિશાનિર્દેશોનું પણ ચુસ્તતાપૂર્વક પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા સંભાળતા એડીજી પ્રશાંત કુમારને અયોધ્યાના જૂના વિસ્તારના નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. જ્યારે લખનઉના એડીજી જોન એસએન સાબત ફૈઝાબાદ એરિયાના સુરક્ષા વ્યવસ્થાપક હશે.

 આ પણ વાંચોઃ અયોધ્યામાં છવાયો ઉત્સવી માહોલ, ભૂમિ પૂજનના કાર્યક્રમની તડામાર તૈયારી

VVIP રુટ અને અગાસીઓ પર હશે સ્નાઇપર્સ

ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ જણાવ્યું હતું કે રામ નગરીમાં 3,500 સુરક્ષા કર્મચારીઓને ગોઠવવામાં આવી રહ્યા છે. ભૂમિપૂજનના સ્થળની આસપાસ અને VVIP રુટ પર ઘરો તથા ઇમારતોની અગાસીઓ પર સ્નાઇપર્સ ગોઠવવામાં આવશે. તેની સાથે એટીએસ કમાન્ડોની ટીમ પણ હાજર હશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા પાંચ હજાર સીસીટીવી કેમેરા દ્વારા કાર્યક્રમ સ્થળ સહિત અયોધ્યાના વિશેષ વિસ્તાર પર ખાસ નજર રાખવામાં આવશે. વડાપ્રધાનના પ્રવાસ અને રો પાસેથી મળેલી બાતમીના આધારે સુરક્ષાની વ્યવસ્થા વધુને વધુ સઘન કરવામાં આવી રહી છે.

મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી અને ડીજીપી હિતેશ ચંદ્ર અવસ્થીએ સાકેત ડિગ્રી કોલેજમાં હેલિપેડની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતુ. તેના પછી વડાપ્રધાન જે માર્ગે રામજન્મભૂમિ સંકુલ જશે તે માર્ગનું પણ અત્યંત બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રામજન્મભૂમિ સંકુલમાં બની રહેલા માંડવા અને સ્ટેજને પણ જોયું હતુ. તેની સાથે ભૂમિપૂજન વ્યવસ્થાની પણ જાણકારી લીધી હતી. તેની જોડે-જોડે જિલ્લાના અધિકારીઓની પણ ટીમ હતી. મુખ્ય સચિવ તિવારી અને ડીજીપીએ રામલલાના દર્શન કર્યા હતા. હનુમાનગઢીમાં દર્શન કરી તેમણે ત્યાંના સુરક્ષા આયોજનની સમીક્ષા કરી હતી.

 આ પણ વાંચોઃ Ayodhya: રામજન્મભૂમિના પુજારી અને 16 પોલીસ કર્મી કોરોના પોઝિટિવ

મુખ્ય સચિવની અધિકારીઓ સાથે મીટિંગ

મુખ્ય સચિવે સર્કિટ હાઉસમાં પહોંચીને અધિકારીઓની સાથે PM Modiના પાંચ ઓગસ્ટના પ્રવાસ કાર્યક્રમની અત્યાર સુધીની વિગતો મેળવી. કમિશ્નર એમપી અગ્રવાલ અને ડીએમ અનુજકુમાર ઝાએ અત્યાર સુધીની તૈયારીની વ્યવસ્થા અંગે સવિસ્તર વિગતો આપી. એસએસપી દીપક કુમારે સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની વિગતો રજૂ કરી. ગૃહ તેમ સૂચના વિભાગના અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થી, અપર પોલીસ મહાનિર્દેશનક એસએન સાવંત, પોલીસ મહાનિરીક્ષક ડો. સંજીવ ગુપ્તા સહિત શાસન અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓની સાથે સંક્ષિપ્ત બેઠક કરી હતી.

સચિવે રામજન્મભૂમિ, હનુમાન ગઢી, રામ કી પૈડી, મીડિયા સેન્ટર વગેરેનું નિરીક્ષણ કર્યુ. સરયુ નદીના વધેલા જળસ્તરને ધ્યાનમાં રાખતા મરજીવાઓને ગોઠવવાના પણ નિર્દેશ આપી દેવાયા છે. મુખ્ય કાર્યક્રમ સ્થળ પર નિયમ અનુસાર અતિથિઓના યોગ્ય અને પૂરતા કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરતા બેઠવાની વ્યવસ્થા, સાફ-સફાઇની વ્યવસ્થા, ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ સ્થળ પર સારામાં સારી તથા નિયમ મુજબની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.