Gujarat Exclusive > દેશ-વિદેશ > ભગવાન શ્રી રામના નામ પર હશે અયોધ્યા એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની પહેલ

ભગવાન શ્રી રામના નામ પર હશે અયોધ્યા એરપોર્ટ, આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની પહેલ

0
82
  • અયોધ્યા રામ મંદિરના નિર્માણ બાદ હવે યોગી સરકાર કરશે મોટો નિર્ણય
  • અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને ભગવાન શ્રી રામના નામે રખાશે
  • એરપોર્ટના વિસ્તારને વધારવાની પણ યોગી સરકારની યોજના

લખનઉ : અયોધ્યા એરપોર્ટ (Ayodhya Airport Latest News) નું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પર રાખવામાં આવશે. જ્યારે એરપોર્ટ પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું થશે. યોગી સરકારે નામ બદલવાની અને એરપોર્ટનો વિસ્તાર પણ વધારવાની કવાયત હાથ ધરી છે. એરપોર્ટનું નિર્માણ ડિસેમ્બર 2021 સુધી પૂર્ણ કરવાની યોજના છે.

રામ મંદિર બન્યા બાદ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં પણ ભારે વધારો થશે. આને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના પણ બનાવી છે.

નોંધનીય છે કે એપ્રિલ 2017 સુધી અયોધ્યા એરપોર્ટ (Ayodhya Airport Latest News) નો વિકાસ બે ચરણોમાં કરવાની યોજના બનાવવામાં આવી હતી. એ માટે ટેક્નો-ઇક્નોમિક સર્વેમાં પ્રથમ ચરણમાં એટીઆર-72 વિમાનો માટે વિકસિત કરવામાં આવશે. જેમાં રન-વેની લંબાઇ 1680 મીટર રાખવાની હતી. બીજા ચરણમાં A-321, 200 સીટના વિમાનના સંચાલન માટે એરપોર્ટ વિકસિત થવાનું છે.

આ પણ વાંચોઃ ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળા બજાર કરનાર 4ની ધરપકડ

જેની અંદર રન-વેની લંબાઇ 2300 મીટર પ્રસ્તાવિત હતી. બાદમાં સીએમ યોગી આદિત્યનાથે આ એરપોર્ટને બોઇંગ-777 વિમાનોનાં યોગ્ય બનાવવા અને તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભારતીય એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ ગયા વર્ષે જ પાંચ મેના રોજ ભૌતિક સર્વે કર્યા બાદ સંશોધિત રિપોર્ટ પ્રસ્તુત કર્યો.

સંશોધિત રિપોર્ટ અનુસાર, પ્રથમ ચરણમાં A-321 વિમાનોના સંચાલન માટે 463.10 એકર જમીનની આવશ્યકતા હશે. જેમાં રન-વેની લંબાઇ 3,125 મીટર અને પહોળાઇ 45 મીટર હશે. બીજા ચરણમાં બોઇંગ 777 જેવાં મોટા વિમાનોના સંચાલન માટે 122.87 એકર જમીનની વધારે જરૂરિયાત હશે. જેમાં રન-વેની લંબાઇ 3,750 મીટર અને પહોળાઇ 45 મીટર હશે.

આ સાથે એરપોર્ટના સંચાલન અને સુરક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓના રહેણાંક વિસ્તારની આસપાસ 15 એકર જમીનની જરૂરીયાત હતી. આ રીતે, એરપોર્ટ માટે કુલ 600 એકર જમીનની જરૂર પડશે. અયોધ્યામાં બનાવવામાં આવી રહેલા આ વિમાની મથકને હાલમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો મળી રહ્યો નથી. પરંતુ રાજ્ય સરકાર તેને આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ધોરણો હેઠળ તૈયાર કરી રહી છે. જેનાં કારણે, કુશીનગર એરપોર્ટની જેમ, તેને પણ વિમાનની કામગીરી શરૂ થતાં પહેલાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો દરજ્જો મળી જાય.

આ પણ વાંચોઃ ગલવાન જેવી હિંસક ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતું હતું ચીન, તસ્વીર આવી સામે