Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AUTO RICKSHAW ચાલકોના હિતમાં હાઇકોર્ટનું સરકારને મહત્વનું ફરમાન

AUTO RICKSHAW ચાલકોના હિતમાં હાઇકોર્ટનું સરકારને મહત્વનું ફરમાન

0
119

AUTO RICKSHAW: સરકાર પાસે આર્થિક સહાયની માગ કરાઇ હતી

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે ધંધો રોજગારને પડેલી અસર વચ્ચે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકોના હિતમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે રુપાણી સરકારને કહ્યું કે ઓટો રિક્ષા (AUTO RICKSHAW) ડ્રાઇવરોની આત્મનિર્ભરતા માટે કંઇક વિચાર કરો.

ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઇવર એક્શન કમિટિના પ્રમુખ અશોક પંજાબીના જણાવ્યા મુજબ હાઇકોર્ટમાં રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગે રિટ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હકારાત્મક વલણ અપનાવી સરકારને આ અંગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ RTO: કાચા લાયસન્સ માટે ‘યુ આર ઇન કયૂ, પ્લીઝ વેઇટ’ જેવી સ્થિતિ

દિલ્હી-આંધ્ર અને તમિલનાડુમાં AUTO RICKSHAW ડ્રાઇવરોને આપી સહાય

એશોક પંજાબીએ જણાવ્યું કે,

“કોરોના મહામારીને કારણે આશરે અઢી મહિના સુધીના લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના ખાસ કરીને રિક્ષા ડ્રાઇવરોના ધંધા પર ભારે અસર પડી હતી.”

ત્યાર બાદ તબક્કાવાર અનલોક કરાયું હોવા છતાં અને કોરોનાના કેસો વધવાને કારણે લોકોમાં ભયનું વાતાવરણ હોવાથી રિક્ષાવાળઆઓનો ઘંધો ઠપ છે. ડ્રાઇવરોની હાલત કફોડી થઇ ગઇ છે.”

“રિક્ષા ડ્રાઇવરો રોજે રોજનું કમાઇને પરિવારનું પોષણ કરતા હોવાથી હાલમાં બધા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જ્યારે રાજધાની દિલ્હી, તમિલનાડુ અને આંધ્ર જેવા રાજ્યોમાં સરકારે રિક્ષા ડ્રાઇવરો માટે આર્થિક સહાય જાહેર કરી છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં પગલું લેવું જોઇએ.”

અગાઉ ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે રિક્ષા માટે 25000 પિકએપ સ્ટેન્ડસની માગણી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ કમિશનરને નોટિસ આપી હતી.

આ પણ વાંચોઃ એન્જિનિયરિંગ ડેના ઉપક્રમે જીટીયુ દ્વારા ઇ-પોસ્ટર સ્પર્ધાનું આયોજન

જાગ્રત ઓટો રિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના રાજવીર ઉપાધ્યાય દ્વારા અરજી દાખલ કરાઇ હતી. જેમાં શહેરમાં 25000 રિક્ષા માટે પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા શહેર સત્તવાળાને આદેશ આપવાની માગ કરાઇ હતી.
અરજીમાં કહેવાયું હતું કે સત્તાધીશો દ્વારા બેવડું વલણ અપનાવાય છે. એટલે કે ફાળવામાં આવેલા રિક્ષા સ્ટેન્ડથી પણ વાહનો ઉપાડી લેવાય છે. તેથી તેમને સુચના આપવામાં આવે.