Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > “સુલેમાની પથ્થર” ખરીદવા રૂ.11 લાખની નકલી ચલણી નોટ છાપનારને ATSએ ઝડપ્યો

“સુલેમાની પથ્થર” ખરીદવા રૂ.11 લાખની નકલી ચલણી નોટ છાપનારને ATSએ ઝડપ્યો

0
182

અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે સુલેમાની પથ્થર ખરીદવા રૂપિયાની જરૂર ઉભી થતાં જાતે જ રૂ.11 લાખની નકલી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરનાર ગેંગના ત્રણ વર્ષથી ફરાર સાગરીતની ધરપકડ કરી છે. સુલેમાની પથ્થર હાથમાં હોય તો ઘાતક હથિયારનો ઘા વાગતો ન હોવાનું તરક્ટ ઠગોએ લોકો સાથે ઠગાઈ કરવા માટે ચલાવ્યું હતું. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 6 આરોપીઓને અગાઉ ઝડપી લીધા હતા.

સુલેમાની પથ્થર હાથમાં હોય તો તમારી પર કોઈ ઘાતક હુમલો કરે તો પણ તમને કોઈ ઇજા થતી નથી. તેવું તરક્ટ ચલાવી ઠગ ટોળકી લોકોને પ્રેક્ટિકલ અખતરો કરી બતાવતી હતી. પથ્થર હાથમાં હોય તો ચાકુ,છુરીનો ઘા વાગતો ન હોવાનો ડેમો જોઈ આ પથ્થર ખરીદવા માટે લલચાઈ જતા હતા. ATS seized 11 lakh counterfeit currency notes

આ પણ વાંચો: અમદાવાદ: એક જ દિવસમાં 10,945 કેસોનો નિકાલ કરાયો

સાબરકાંઠાના તલોદના ઘડી(જીવણપુરા) ગામના વતની કમલેશ રમણસિંહ પરમાર અને તેના સાગરીતોએ સુલેમાની પથ્થર ખરીદવાનું નક્કી કર્યું હતુ. જો કે તેઓ પાસે સુલેમાની પથ્થર ખરીદવા માટેના રૂ.11 લાખ ન હોવાથી તમામે ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું નક્કી કર્યું હતું. ATS seized 11 lakh counterfeit currency notes

રૂ.2000 હજારના દરની આરોપીઓએ રૂ.11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ જાતે જ છાપી દીધી હતી. બીજી તરફ ક્રાઈમબ્રાન્ચે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી 6 આરોપીઓને સુલેમાની પથ્થરના તરક્ટ અને ડુપ્લીકેટ નોટ મામલે ઝડપયા હતા. આરોપી કમલેશ છેલ્લા ત્રણ વર્ષથી ભાગતો ફરતો હતો. ATS seized 11 lakh counterfeit currency notes

આ પણ વાંચો: Arjun Modhwadiaનો આરોપઃ ભાજપે હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડાં કર્યા

કમલેશને ઝડપી લેવા સક્રિય થયેલી એટીએસની ટીમના પીઆઈ સી.આર.જાદવ, પીએસઆઈ કે.એસ.પટેલ અને કે.એમ.ભુવા કામે લાગ્યા હતા. દરમિયાન પીએસઆઈ કે.એસ.પટેલએ બાતમી આધારે આરોપી કમલેશને તેના મૂળ ઘડી ગામ ખાતેના ઘરેથી ઝડપી લીધો હતો. ATS seized 11 lakh counterfeit currency notes