Gujarat Exclusive > દેશ-વિદેશ > આસામ NRC: દેશ નિકાલનો ડર ભયાનક, લોકો પૂરના જોખમ વચ્ચે પણ નથી છોડી રહ્યાં ઘર

આસામ NRC: દેશ નિકાલનો ડર ભયાનક, લોકો પૂરના જોખમ વચ્ચે પણ નથી છોડી રહ્યાં ઘર

0
233

અસમ ભીષણ પૂરની ચપેટમાં છે. રાજ્યના 33માંથી 30 જિલ્લાઓ પૂર આવી ગયું છે. પૂરના કારણે જ્યાં લોકો પોતાના મકાન છોડીને સુરક્ષિત સ્થાનો પર જઈ રહ્યાં છે, ત્યારે કેટલાક લોકો ઘર છોડીને જવા માટે તૈયાર નથી. આ લોકો એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ)ને લઈને ઘર છોડવા માટે તૈયાર નથી. જનસત્તાના રિપોર્ટ અનુસાર, નેશનલ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) બચાવ કર્મચારી પરવેશ કુમાર પાછલા બે દિવસોથી મોરીગામ જિલ્લાના તુલસીવાડી ગામના રહેવાસી રીના બેગમને સુરક્ષિત સ્થાન પર લઈ જવાની કોશિષ કરી રહ્યાં છે પરંતુ તે જવા માટે તૈયાર થઈ રહી નથી. રીના બેગમનો ઘર પૂરના કારણે પાણીમાં ડૂબી ગયું છે.

બચાવ કર્મચારીઓ રીનાના પાડોસીઓને તેમના ડૂબેલા ઘરથી નિકાળીને સુરક્ષિત જગ્યા ઉપર લઈ જઈ રહ્યાં છે પરંતુ 50 વર્ષની રીના બેગમ તેમનો ઘર છોડવા માટે તૈયાર નથી. રીનાનો ઘર કમર સુધી પાણીમાં ભરાઈ ગયુ છે. રીના કહે છે કે, ‘અમે કેવી રીતે ઘર છોડી શકીએ છીએ?’ પરવેશ કુમારનું કહેવુ છે કે, જીવ જોખમમાં હોવા છતા લોકો ઘર છોડવા માટે તૈયાર નથી,જેમાં રીના એકલા નથી તેમના સિવાય ઘણા બધા લોકો છે.

પરવેશે જણાવ્યુ કે, ઘણા એવા પરીવારો છે જે ઘર છોડવા માટે તેયાર નથી.તેમનું કહેવુ છે કે કાલે અમે એક ખુબજ ઉજ્જડ ક્ષેત્રમાં ગયા હતા. 20 લોકો એક ઘરમાં ફસાયેલા હતા પણ ત્યાંથી માત્ર 7 લોકો જ અમારી સાથે પાછા આવ્યા હતા..

ઘર ન છોડનાર લોકોને બચાવકર્તાઓએ પોતાના મોબાઈલ નંબર આપીને કહ્યુ છે કે, જો કોઈ જરૂર પડે તો તેમની સાથે સંપર્ક કરી શકે છે. માડી રાત્રે પાણીનો સ્તર વધી ગયો તો પરવેશ કુમારને એક ફોન આવ્યો. કુમારે કહ્યુ કે, ‘જ્યારે સ્થિતિ ખરાબ થવા લાગી તો લોકો સામાન્ય રીતે પોતાનો વિચાર બદલીને પાછા જવા ઇચ્છે છે’

અસમમાં મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રમાં ઘર અને જમીન જ કોઈ વ્યકિતની ઓળખનો મોટો પુરાવો છે. જણાવી દઈએ કે, એનઆરસીની ડેડલાઈન 31 જૂલાઈ છે. તેને લઈને લોકોમાં ડરી ગયા છે કે, જો તેઓ ઘરને છોડી દેવાથી તેને ગુમાવી બેસશે તો તેમની પાસે કોઈ પુરાવા રહેશે નહીં. એક સ્થાનિક અધિકારીને આશંકા છે શાયદ ડેડલાઈનનો ડર છે જેને લીધે તેમના પર જીવનો જોખમ હોવા છતા તે લોકો ઘર છોડવા તૈયાર નથી.

પરવેશ કુમારે કહ્યુ કે, જે લોકો પૂરગ્રસ્ત ક્ષેત્રને છોડવા તૈયાર થયા છે તેઓએ પહેલા સુનિશ્ચિત કર્યુ કે, તેમના દસ્તાવેજો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ બચાવ્યા પછી ફરીથી પરત જવાનું કહી રહ્યાં છે. કારણ કે તેઓ તેમના ડોક્યુમેન્ટ ભૂલી ગયા હતા.

જણાવી દઈએ કે, રીના બેગમના પરિવાર સહિત રાજ્યના લગભગ 52 લાખ લોકો એવા છે જે પૂરથી પ્રભાવિત થયા છે. અસમના 33 જિલ્લામાંથી 30 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. 695 શિબિરોમાં લગભગ 147304 લોકોએ આશરો લીધો છે. કાજીરંગા નેશનલ પાર્ક પણ પાણીમાં સમાઈ ગયુ છે. કેટલાક લોકોનું માનવું છે કે છેલ્લા એક દશકામાં સૌથી ખરાબ હાલાત છે.

રાજસ્થાન પોલીસે ટ્વિટ કરીને કહ્યું, જે કોઈપણનો ‘ગાંજો’ ખોવાયો હોય તે સંપર્ક કરે, લોકોએ લીધી મજા