Gujarat Exclusive > દેશ-વિદેશ > આસમમાં વિનાશક પૂર: પાણીથી બચવા બેડરૂમમાં વાઘ ઘૂસતા હડકંપ

આસમમાં વિનાશક પૂર: પાણીથી બચવા બેડરૂમમાં વાઘ ઘૂસતા હડકંપ

0
517

આસમમાં પૂરના (Assam Flood) કારણે માત્ર માનવીઓ જ નહી, પરંતુ પ્રાણીઓ પર પણ તેની ખરાબ અસર પડી છે. રાજ્યના કાજીરંગા નેશનલ પાર્કમાં (Kaziranga National Par) પૂરનું પાણી ભરાઈ જતા એક ગેંડાનું મોત નિપજ્યું છે. હવે સોશિયલ મીડિયામાં એક વાઘના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જે કાજીરંગાની નજીકના કોઈ વિસ્તારનો છે, જ્યાં વાઘ બેડરૂમમાં બેડ પર આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે. બેડ પર આરામ ફરમાવતા વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાઘને બેડ પર આરામ ફરમાવતો જોઈને ખળભળાટ મચી ગયો હતો. વાઘને ઘરમાં જોઈને આસપાસના લોકોએ પણ પોતાના ઘર ખાલી કરી દીધા હતા અને સુરક્ષિત સ્થાનો પર જતા રહ્યા હતા.

સુત્રો અનુસાર, વાઘ પાર્કમાં પાણી ભરાવવાના કારણે ભાગીને ઘરમાં પહોંચ્યો હતો અને બેડ પર આરામ ફરમાવવા લાગ્યો હતો. જે બાદ વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

બેડ પર બેઠેલા વાઘનો ફોટો વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જે બાદ આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે, પાણીથી બચવા માટે સુરક્ષિત સ્થાન શોધતો-શોધતો ઘરમાં આવી પહોંચ્યો હતો. એક યુઝર્સે લખ્યું કે, વાઘ ભૂખ્યો અને થાકેલો લાગે છે.

અમદાવાદમાં વિદેશી કૂતરૂ ચોરાયુ, FIR નોંધવામાં આવી