Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ

વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ

0
349
  • એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI સહિત 3ની ધરપકડ
  • ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને બાતમી મળતા વોચ ગોઠવતા આરોપી ઝડપાયાં
  • પોલીસે કાર સહિત કુલ રૂ.1,01,44,900નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સના સૂત્રધાર અને વોન્ટેડ શહેઝાદ તેજાબવાલાની ડ્રગ્સ ચેનલની કમર તોડી એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ (Ahmedabad 1 crore MD drugs caught) સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. શહેઝાદ તેજાબવાલા અને તેનો સાગરીત ઇમરાન અજમેરી મુંબઈમાં હોવાની વિગતોના આધારે ક્રાઈમ બ્રાન્ચે બેને ત્યાંથી ઝડપી લીધા હતાં.

ક્રાઈમના PI બલોચને બાતમી મળી

ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.વાય. બલોચને બાતમી મળી હતી કે, શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરીએ મુંબઈથી એમડી ડ્રગ્સ ખરીદી તેમના માણસો દાણીલીમડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (ASI) ફિરોઝ નાગોરી સહિત ત્રણ શખ્સોને આપ્યું છે. આ જથ્થો લઈ ફિરોઝ નાગોરી અલ્ટો કારમાં અમદાવાદ આવી રહ્યો છે.

ડ્રગ્સ ભરેલી અલ્ટો કાર અને આરોપી ઝડપાયાં

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ આર.એસ.સુવેરા, પીએસઆઈ વાય.જી.ગુર્જર, એ.પી.જેબલીયા, જે.ડી.બારોટ તથા સ્ટાફના માણસો વોચમાં ગોઠવાયા હતાં. વડોદરા ટોલ ટેક્સથી અમદાવાદ ટોલ ટેક્સ વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે અલ્ટો કાર રોકી તપાસ કરતા એક કરોડનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ પણ વાંચોઃ “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે જ આદિવાસીઓ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ

ASI નાગોરી સહિત ત્રણને પકડ્યાં

પોલીસે જમાલપુર હજારીની પોળમાં રહેતાં પોલીસવાળા ફિરોઝ મહંમદખાન નાગોરી (ઉં.50), મહંમદ આરીફ ઉર્ફ મુન્નો જમાલુદ્દીન કાઝી (ઉં.48) અને જમાલપુરમાં બીસ્મિલ્લાહનગરમાં રહેતો ઇમરાન ઉર્ફ ઇમ્મો ઇબ્રાહિમ પઢીયાર (ઉં.28) ને અટક કરી પૂછપરછ કરી હતી.

ASI Firoz Nagori

કારમાંથી એમડી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યો

કારમાંથી પોલીસે રૂ.99.50 લાખનો 995 ગ્રામ એમડી ડ્રગ્સ (Ahmedabad 1 crore MD drugs caught) નો જથ્થો, રોકડ રૂ. 23,900 મોબાઈલ ફોન, પોલીસ યુનિફોર્મ, પોલીસ કેપ,બેલ્ટ, લાકડી, ટોપી, મોજ, બુટ અને બ્લેક હેન્ડ બેગ મળી હતી. પોલીસે કાર સહિત કુલ રૂ.1,01,44,900નો મુદ્દામાલ કબ્જે કર્યો.

અગાઉ પકડાયેલા શહેઝાદ તેજાબવાલાનું નામ ખુલ્યું

ASI ફિરોઝ નાગોરી સહિતના આરોપીઓની પૂછપરછમાં અગાઉ એમડી કેસમાં પકડાયેલા અને વચગાળાના જામીન પર છૂટી ફરાર થઇ ગયેલા શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરીનું નામ ખુલ્યું હતું. શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન વોન્ટેડ થયા બાદ હૈદરાબાદમાં રહેતા હોવાનું અને ત્યાંથી મુંબઈ જઈ માલ ખરીદી પોતાના સાગરીતો મારફતે અમદાવાદમાં માલ મોકલતો હતો. શહેઝાદ અને ઇમરાન અજમેરી બન્ને મુંબઈમાં હોવાની વિગત મળી હતી.

આ પણ વાંચોઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના

પોલીસકર્મી ફિરોઝને અજમેરીએ તૈયાર કર્યો

દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસી. સબ ઈન્સ્પેકટર ફિરોઝને ઇમરાન ઓળખતો હતો. પોલીસવાળો મુંબઈથી માલ લાવે તો રસ્તામાં કોઈ ચેકીંગ થાય તેવું આરોપીઓ માનતા હતાં. આથી, ફિરોઝ નાગોરીને આરોપીઓએ એમ ડી.ડ્રગ્સનો જથ્થો લાવવા તૈયાર કર્યો હતો.

PSI ગોહિલ અને શિંણોલે મુંબઈથી શહેઝાદ અને ઇમરાનને ઝડપ્યાં

મુંબઈમાં આરોપી શહેઝાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરી હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચના PSI એચ.પી.ગોહિલ અને એમ.એચ.શિંણોલ મુંબઈ ગયા હતાં. લોકલ પોલીસના સંપર્કમાં રહી શહેઝાદ મઝરહુસેન તેજાબવાલા અને ઇમરાન અહેમદ અજમેરીને ઝડપી લીધા હતાં. આમ, ક્રાઈમ બ્રાન્ચે પાંચે આરોપીને ઝડપી લઈ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મુંબઈમાં શહેઝાદ અને ઇમરાનને એમડી ડ્રગ્સ આપનાર શખ્સ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.