Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મોદી સરકારના ‘મિશન કાશ્મીર‘ની મહત્વની વાતો

મોદી સરકારના ‘મિશન કાશ્મીર‘ની મહત્વની વાતો

0
151
  • એક વર્ષ પહેલાં આજના દિવસે અમિત શાહે ઇતિહાસ રચ્યો હતો
  • લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંને કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા

નવી દિલ્હીઃ  ગૃહમંત્રી અમિત શાહે એક વર્ષ પહેલાં રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેની સાથે 70 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં લાગુ વિવાદાસ્પદ કલમ હટી ગઇ હતી અને સરકારે પોતાનાકાશ્મીર મિશન  (kashmir Mission) કલમમાં શું મોટા પરિવર્તન કર્યા હતા. તેના પર એક નજર….

આ પ્રસ્તાવ મુજબ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટીકલ 370માં મોટો પરિવર્તન કરવામાં આવ્યું છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 35-A હટાવવાની જાહેરાત કરી છે. અમિત શાહે કાશ્મીરના પુનગર્ઠન પ્રસ્તાવને રજૂ કર્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે, જ્યારે લદ્દાખને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આર્ટીકલ 370થી આઝાદીને વર્ષ પૂર્ણ, જાણો 1 વર્ષમાં કેટલું બદલાયું જમ્મુ-કાશ્મીર?

કલમ 370 હટાવી શું ફેરફાર કર્યા

• લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો, પરંતુ તેમાં વિધાનસભા નહીં હોય.

• જમ્મુ-કાશ્મીર અલગ રાજ્ય નહીં પણ કેન્દ્રશાસિત પ્રદેશ

• હવે દેશના અન્ય રાજ્યના લોકો પર કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકશે

• જમ્મુ-કાશ્મીરમાં બેવડી નાગરિક્તાનો અંત આવ્યો

• જમ્મુ-કાશ્મીરમાં RTI અને CJI જેવા કાયદા લાગુ થશે

• જમ્મુ-કાશ્મીરમાં હવે અલગ ધ્વજ નહીં રહે, એટલે કે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો રહેશે

•  આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરમાં મત આપવાનો અધિકાર માત્ર ત્યાંના સ્થાનિક નાગરિકોને જ હતો. અન્ય રાજ્યોના લોકો ત્યાં મત આપવા નહતા જઈ શકતા. આ સિવાય તેઓ ઉમેદવાર પણ નહતા બની શકતા. હવેથી મોદી સરકારના નિર્ણય બાદ હવે ભારતનો કોઈ પણ નાગરિક ત્યાં મત આપી શકશે અને ઉમેદવાર પણ બની શકશે.

• કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે અને વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષની જગ્યાએ 5 વર્ષનો રહેશે

\