Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધીનગર: ગુપ્તદાન કરનારા માટે સૌની દિવાલની વ્યવસ્થા

ગાંધીનગર: ગુપ્તદાન કરનારા માટે સૌની દિવાલની વ્યવસ્થા

0
237

આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમારે ગાંધીનગર ખાતે એક એવી યોજના શરુ કરી છે જેમાં ગરીબોને શોધીને દાન કરવા કરતા બનાવવામાં આવેલી એક સૌની દિવાલમાં લોકોને પોતાના હિસાબ મુજબ ગરીબોને જે કાંઈ આપવું હોય તે આ દિવાલમાં કરેલા વિવિધ પ્રકારના ખાનામાં મુકી શકે છે અને તે વસ્તુ ગરીબ લોકો સુધી સરળતાથી પહોંચી જશે.

 

સૌની દિવાલમાં જરૂરીયાત મંદોને ધ્યાનમાં લઇને દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પુસ્તકો, નાસ્તો, અનાજ, રમકડાં, કપડાં, પગરખામાં બુટ અને ચંપલ તેમજ અન્ય સહિતના અલગ અલગ 14 ખાના બનાવવામાં આવ્યા છે. બીરસામુંડા ભવનની કચેરીની બહાર બનાવેલી સૌની દિવાલમાં કર્મચારીઓ પણ પોતાની યથાશક્તિ ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ મુકી રહ્યા છે .આ સૌની દિવાલમાં બનાવેલા અલગ અલગ ખાના કોટાસ્ટોન પથ્થર મુકીને બનાવવામાં આવ્યા છે. સૌની દિવાલને બનાવવા માટે રૂપિયા 10 હજારનો ખર્ચ થયો છે. તામિલનાડુમાં મિત્રો દ્વારા જરૂરીયાત મંદોને મદદ કરવા માટે આવું આયોજન કર્યું હતું. જેની પ્રેરણા લઇને કચેરીની બહાર સૌની દિવાલ બનાવી હોવાનું આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રણજીતકુમારે જણાવ્યું છે.રાજ્યના દાહોદમાં કલેક્ટર તરીકે નિમણુંક થતાં જ ત્યાં દરેક બસ સ્ટેન્ડ પાસે દાહોદ દર્પણ બનાવી હતી. તેજ રીતે દેવગઢબારીયા, લિમડી, લિમખેડામાં આયોજન કર્યું હતું.

નર્મદા પાણી મુદ્દે ગુજરાત-મધ્ય પ્રદેશ સામસામે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરતી હોવાનો CM રૂપાણીનો આક્ષેપ