Gujarat Exclusive > યુથ > મનોરંજન > અર્જુન કપૂર મલાઈકાના પેરેન્ટ્સને મળવા પહોંચ્યો, લગ્નની અટકળો તેજ

અર્જુન કપૂર મલાઈકાના પેરેન્ટ્સને મળવા પહોંચ્યો, લગ્નની અટકળો તેજ

0
388

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સબંધો લાંબા સમયથી ચર્ચામાં છે, ત્યારે હવે લાગી રહ્યું છે કે આ રિલેશનશિપને પરિવારની પરવાનગી મળી ગઈ છે. શનિવારે સાંજે અર્જૂન કપુર મલાઈકા અરોરાના પેરેન્ટ્સને મળવા માટે તેમના ઘરે પહોંચ્યો હતો. મલાઈકા સાથે અર્જુનનું તેના પેરેન્ટને મળવાથી ફરીથી એક વખત બન્નેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અર્જૂન કપૂર અને મલાઈકાને શનિવારે તેના પેરેન્ટના ઘરે સ્પોટ કરવામાં આવ્યા. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પણ સાથે જ જોવા મળ્યા હતા.

મલાઈકા સાથે અર્જુન કપૂર તેમના પેરેન્ટ્સને મળવા કેમ ગયા હતા? તે વાતનો કોઈ ખુલાસો હજુ થયો નથી. પરંતુ બન્નેનું સાથે જોવા મળવું તેમના સબંધને ટૂંક સમયમાં સત્તાવાર જાહેર કરવા તરફ ઈશારો કરી રહ્યો છે.

આમ પણ કપૂર ફેમિલી તરફથી અર્જૂન અને મલાઈકાના સબંધોને પહેલા જ ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે. બન્ને અવારનવાર પરિવાર સાથે જોવા મળ્યા છે. મલાઈકાની ટ્યૂનિંગ અર્જૂનની બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂર સાથે ખુબ જ સારી છે. અર્જૂન કપૂર અને મલાઈકા સાથે અમૃતા અરોરા પણ જોવા મળી હતી.

અમેરિકામાં લાખો રૂપિયાની નોકરી છોડી ગુજરાતી દંપત્તિ કરે છે આ કામ