Gujarat Exclusive > યુથ > મનોરંજન > Sridevi Bungalow: અરબાઝ સાથે કામ કરી રહી છે ‘વિંક ગર્લ’, ટીઝરને લઈને થઈ ચૂક્યો છે વિવાદ

Sridevi Bungalow: અરબાઝ સાથે કામ કરી રહી છે ‘વિંક ગર્લ’, ટીઝરને લઈને થઈ ચૂક્યો છે વિવાદ

0
359

સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં આંખ મારીને રાતોરાત સોશિયલ મીડિયા (Social Media) પર છવાઈ જનારી પ્રિયા પ્રકાશ વારિયર (Priya Prakash Varrier) જલ્દી જ ફિલ્મ Sridevi Bungalowમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયાની સાથે અરબાઝ ખાન (Arbaaz Khan) પણ જોવા મળશે. એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં અરબાજ ખાન અને પ્રિયા પ્રકાશ બન્ને ફિલ્મના સેટ પર સાથે જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં પ્રિયા અરબાઝ સાથે ખૂબ હળીમળીને વાતો કરતી જોવા મળી રહી છે. જેને જોઈને ફેન્સ પણ ખુબ ખુશ જોવા મળી રહ્યાં છે.

જણાવી દઈએ કે, અરબાઝ ખાન ફિલ્મ Sridevi Bungalowમાં પ્રિયાની સાથે આ ફિલ્મમાં સ્પેશિયલ એપીરિયન્સમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું ટ્રેલર પાર્ટ 1 થોડા સમય પહેલા જ્યારે દર્શકો સમક્ષ આવ્યું, ત્યારે એક કોન્ટ્રોવર્સી સર્જાઈ હતી. ફિલ્મનું નામ Sridevi Bungalow અને અભિનેત્રી શ્રીદેવીની મોતની ઘટનાને આ ફિલ્મ સાથે જોડવામાં આવી હતી. એવામાં શ્રીદેવીના પતિ બોની કપૂરે ફિલ્મ મેકર્સ અને પ્રિયા વિરૂદ્ધ કોર્ટે નોટિસ પણ મોકલી હતી.

આ ફિલ્મમાં અરબાઝ ખાન કેમિયો પ્લે કરી રહ્યા છે. ફિલ્મને લઈને અરબાઝ ખાને જણાવ્યું કે, આ ફિલ્મનો અભિનેત્રી સાથે કોઈ લેવાદેવા નથી. પ્રશાંત માંબુલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને લઈને અરબાઝ ખાને જણાવ્યું કે, આ ફિલ્મમાં કામ કરવા માટે તેઓ ત્યારે જ રાજી થયા હતા, જ્યારે મેકર્સે તેમને ખાતરી આપી કે આ ફિલ્મની વાર્તા કોઈની વાસ્તવિક જિંદગી સાથે સબંધ નથી ધરાવતી. ડાયરેક્ટરે તેમને જણાવ્યું હતું કે, તેઓ કશું જ ખોટુ નથી કરી રહ્યાં.

જણાવી દઈએ કે, આ ફિલ્મના ટ્રેલરમાં પ્રિયા પ્રકાશના કેટલાક સીન જોવા મળે છે. જેમાં તે બાથરૂમમાં બાથ ટબમાં પડેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીની મોતનું કારણ પણ એજ જણાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રીનું મોત પાણીથી ભરેલા બાથ ટબમાં પડવાના કારણે જ થયું હતું.

અમદાવાદ: મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં 11 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ