Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

0
98
  • iPhone 12 લોન્ચ ઇવેન્ટ વર્ચ્યૂઅલ હશે

  • iPhone 12નું વેચાણ ઓક્ટોબર મહિનાથી શરૂ થશે

નવી દિલ્હી: અમેરિકન ટેક કંપની Apple 15 સપ્ટેમ્બરે સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કરશે. આ ઇવેન્ટ દરમિયાન iPhone 12 સીરીઝ લોન્ચ કરાશે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એ મુંઝવણ હતી કે કંપની આ વર્ષે ફોન લોન્ચ કરવામાં મોડું કરશે કે નહીં.

એપલે તેના આ ઇવેન્ટ માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કરી દીધુ છે. 15 સપ્ટેમ્બરે જ કંપની iPhone 12 સીરીઝ સાથે Apple Watch અને iOS 14નું ફાઇનલ બિલ્ડ જારી કરશે.

iPhone 12 લોન્ચ તો થઇ જશે, પણ તેનું વેચાણ ઓક્ટોબર મહિનાથી શરૂ થશે. કારણ કે તે પહેલા કંપનીએ એ સ્પષ્ટ કરી દીધુ છે કે ફોનની શિપમેન્ટમાં કેટલાક અઠવાડિયા મોડું થશે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ કંપની આ વખતે ફિઝિકલી ઇવેન્ટ આયોજિત નહીં કરી શકે અને તેનું કારણ બધાને ખબર છે.

કોરોનાવાયરસના કારણે હાલના દિવસોમાં દરેક પ્રકારની લોન્ચ ઇવેન્ટ વર્ચ્યુઅલ જ થઇ રહી છે.

આ પણ વાંચો: Redmi Smart Bandની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

ઉલ્લેખનીય છે કે 15 સપ્ટેમ્બરે એપલ ચાર નવા આઈફોન મોડલ્સ લોન્ચ કરી શકે છે.

તેમાં iPhone 12ના બે સ્ક્રીન સાઇઝ અને iPhone 12 Proના બે સ્ક્રીન સાઇઝ હોઇ શકે છે.

આશા છે કે આ વખતે કંપની Max વેરિઅન્ટ લોન્ચ નહીં કરે.

iPhone 12 Pro મોડલમાં આ વખતે પણ ત્રણ રિયર કેમેરા આપવામાં આવશે અને ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ખાસ વાત એ છે કે આ વખતે ચારેય નવા આઈફોનમાં કંપની OLED ડિસ્પ્લે આપશે અને તેમાંથી એકમાં 5G સપોર્ટ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: PUBGના ફેન્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં ફરીથી પરત ફરી શકે છે ગેમ

ડિઝાઇનની વાત કરીએ તો આ વખતે કંપની iPhone 4થી ઇન્સ્પાયર્ડ ડિઝાઇન લઇને પરત ફરી શકે છે.

કારણ કે અત્યાર સુધી જેટલા લિક્સ થયા છે તેમાં આ પ્રકારના પણ ડિઝાઇન જોઇ શકાય છે.

કેમેરા મોડ્યૂલને લઇને જુદા-જુદા પ્રકાના લિક્સ છે.

તાજેતરમાં કંપનીએ iPhone SE 2020 લોન્ચ કર્યો છે જે ઓછી કિંમત વાળો ફોન છે.

આવામાં આ ઇવેન્ટથી કોઇ સસ્તા ફોનની અપેક્ષા કરી શકાતી નથી.