Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Apple પણ લાવશે ફોલ્ડેબલ ફોન, સેમસંગ ડિસ્પ્લેનો થશે ઉપયોગ

Apple પણ લાવશે ફોલ્ડેબલ ફોન, સેમસંગ ડિસ્પ્લેનો થશે ઉપયોગ

0
43

Samsungનો નવો ફોલ્ડેબલ ફોન Galaxy Z Fold 2 2જી સપ્ટેમ્બરે લોન્ચ થઇ ચુક્યો છે

નવી દિલ્હી: iPhoneના ચાહકો માટે સારા સમાચાર છે. તેમને પણ ટૂંક સમયમાં એપલનો ફોલ્ડેબલ ફોન (Apple Fordable Phone)નો ઉપહાર મળી શકે છે. હકીકતમાં એપલ (Apple)હાલ સેમસંગ (Samsung) સ્ક્રીન સાથે ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે. તેના માટે તેને મોટી સંખ્યામાં સેમસંગ ફોલ્ડેબલ ડિસ્પ્લેનું (Apple Fordable Phone) ઓર્ડર આપ્યું છે.

એપલ (Apple)ના એક ઇનસાઇડરે આઈસ યૂનિવર્સ નામના એક લીકનો હવાલો આપતા જણાવ્યું છે કે Apple કંપની હાલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ (Galaxy z fold)ની જેમ જ એક ફોલ્ડિંગ ફોન (Apple Fordable Phone) લાવવા પર કામ કરી રહી છે.

આઈસ યૂનિવર્સની માનીએ તો એપ્પલે (Apple) સેમસંગ પાસેથી મંગાવેલા સેમ્પલ યૂનિટ્સનું ટેસ્ટિંગ કર્યું છે અને ત્યારબાદ તેણે ફોલ્ડેબલ ડિસ્પ્લે સેમસંગને ઓર્ડર કર્યું છે.

આ પણ વાંચો: Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

સેમસંગ ઘણા સમયથી Appleનો પ્રમુખ સપ્લાયર રહ્યું છે. આ iPhone માટે ઓએલઈડી સ્ક્રીન્સ એપલને સપ્લાય કરે છે.

એવું માનવામાં આવે છે કે સેમસંગ ફોલ્ડેબલ ફોનના ક્ષેત્રમાં પાયોનિયર છે અને બંનેના વેપારમાં સારા સંબંધો છે. તેથી ફોલ્ડેબલ ડિસ્પ્લેને લઇને સેમસંગ પર વિશ્વાસ કરી શકાય છે.

આ પણ વાંચો: 7000mAh દમદાર બેટરી સાથે Samsung Galaxy M51 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Samsungનો નવો ફોલ્ડેબલ ફોન Samsung Galaxy Z Fold 2 2જી સપ્ટેમ્બરે લોન્ચ થઇ ગયો છે. કંપનીએ તેને પોતાની ઇવેન્ટ Galaxy Unpacked 2020 Part 2માં રજૂ કર્યો. આ નવો ફોલ્ડેબલ ફોન ગતવર્ષે લોન્ચ થયેલો Galaxy Fold સીરીઝ હેઠળ આવનારો ત્રીજો ફોન છે. Galaxy Fold અને Galaxy Z Flipની સરખામણીએ નવો Galaxy Z Fold 2 કેટલાક નવા ફિચર્સ સાથે લોન્ચ થયો છે.

આ પણ વાંચો: ભારત બનશે મોબાઇલના નિકાસનું હબઃ વર્ષે $100 અબજથી વધુની કરશે નિકાસ

આ નવો ફોલ્ડેબલ ફોન પહેલાથી વધુ ફ્લેક્સિબલ ડિસ્પ્લ અને અલ્ટ્રા થિન ગ્વાસ પ્રોટેક્શન સાથે આવે છે. આ ફોનની કિંમત અમેરિકામાં 1,999 ડોલર એટલે 1,48,300 રૂપિયા છે. આ મિસ્ટિક બ્લેક અને મિસ્ટિક બ્રોન્ઝ કલર ઓપ્શનમાં મળશે. Galaxy Z Fold 2નુ વેચાણ અમેરિકા અને સાઉથ કોરિયા સહિત 40 દેશોમાં થશે. 1 સપ્ટેમ્બરથી પસંદગીના માર્કેટ માટે તેની પ્રી-બુકિંગ શરૂ થઇ ચુકી છે.