Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સઉદી અરામકોને પછાડી Apple ફરીથી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

સઉદી અરામકોને પછાડી Apple ફરીથી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

0
63
  • કોરોના કાળમાં એપ્પલના શેરમાં જોરદાર તેજી

  • કોરોના-લૉકડાઉનને પગલે સઉદી અરામકોને વ્યાપક નુક્સાન

  • Appleની માર્કેટ કેપ 184000 કરોડ ડૉલર પર પહોંચી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને RILના શેર અને તેની માર્કેટ વેલ્યૂની જ વાત થઈ રહી છે. જો હવે વાત વૈશ્વિક સ્તરની કરવામાં આવે તો, એક એવી કંપની છે જેણે કોરોના મહામારીને પણ માત આપી છે. આ કંપની છે Apple.

એપ્પલ (Apple) કંપનીના શેરમાં આ દરમિયાન 40 ટકાથી વધુનો વધારો થયો છે. આ સાથે જ તે એક વખત ફરીથી વિશ્વની સૌથી કિંમતી એટલે કે વેલ્યૂએબલ કંપની (Most Valuable Company In World) બની ગઈ છે.

અગાઉ સઉદી અરબની ઓઈલ કંપની સઉદી અરામકો (Saudi Aramco) વિશ્વની સૌથી કિંમતી કંપની હતી. જેણે પહેલા Appleને પછાડીને આગવો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે કોરોના વાઈરસના કારણે ઓઈલની કિંમત અને વપરાસ બન્ને ઓછો થવાના કારણે કંપનીને જંગી નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જેની અસર કંપનીની માર્કેટ કેપમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: આજથી બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેવી કરશે અસર?

વિશ્વની સૌથી મોટી કંપની એપ્પલ
કોરોના મહામારી છતાં ટેક જાયન્ટ કંપની એપ્પલ હવે સઉદી અરબની ઓઈલ કંપની સઉદી અરામકોને પછાડીને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓની લિસ્ટમાં પ્રથમ ક્રમે આવી ગઈ છે. હવે કંપનીની માર્કેટ કેપ 184000 કરોડ ડૉલર છે.

વિદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપ્પલના શેરોમાં શુક્રવાર સુધી 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપનીને પાછળ છોડીને એપ્પલ સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. સઉદી અરામકોની માર્કેટ કેપ હાલ 176000 કરોડ ડૉલર છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસની મહામારીને પગલે એપ્પલની સપ્લાય ચેન પણ પ્રભાવિત થઈ હતી. iPhone નિર્માતા કંપનીએ વિશ્વભરરમાં પોતાના તમામ રિટેઈલ સ્ટોર્સ બંધ રાખવા પડ્યા હતા. જો કે આમ છતાં કંપનીના શેરમાં આ વર્ષે 44 ટકાનો વધારો રહ્યો.

Appleએ નાણાકીય વર્ષ 2020ના ત્રિમાસિકમાં 59.70 અબજ ડૉલરનો ધંધો કર્યો છે. જે ગત વર્ષની ત્રિમાસિક કરતા 11 ટકા વધુ છે.