Gujarat Exclusive > દેશ-વિદેશ > કોંગ્રેસમાં વધુ એક ` લેટર બોમ્બ’, સોનિયા ગાંધી કુટુંબના મોહથી ઉપર ઉઠી કામ કરે

કોંગ્રેસમાં વધુ એક ` લેટર બોમ્બ’, સોનિયા ગાંધી કુટુંબના મોહથી ઉપર ઉઠી કામ કરે

0
101
  • પક્ષના 23 વરિષ્ઠ નેતાઓના પત્ર બાદ હવે ઉત્તરપ્રદેશના નેતાઓનો પત્ર
  • કોંગ્રેસે ઇતિહાસ ન બનવું હોય તો પક્ષપ્રમુખે એકદમ સક્રિય રહેવુ પડશે
  • હાઇકમાન્ડને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે સંવાદ વધારવા આગ્રહ

લખનઉઃ કોંગ્રેસ (Congress)માં ચાલતુ ઘમાસાણ રોકાય તેમ લાગતું નથી. કોંગ્રેસ હવે વધુ એક લેટર બોમ્બ (letter bomb)ની સાથે પક્ષમાં ધમાકો કરવા તૈયાર છે. આ વખતે વારો ઉત્તરપ્રદેશનો છે. ગયા વર્ષે પક્ષમાંથી નીકાળવામાં આવેલા નવ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ કોંગ્રેસના વચગાળાના વડા સોનિયા ગાંધી(Sonia Gandhi)ને એક પત્ર મોકલ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે પક્ષ (Party)ને ઇતિહાસ બનવાથી બચાવી લો. તેની સાથે તેમને કુટુંબ (Family)ના મોહથી ઉપર ઉઠને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર હુમલો, ‘યુવાઓને ભાષણ નહીં નોકરી જોઇએ’

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંતોષસિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ પાંડે, સ્વયં પ્રકાશ ગોસ્વામી અને સંજીવસિંહની સહીવાળા પત્રમાં કહેવાયું છે કે કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં તેના અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

પ્રિયંકા ગાંધી પર નિશાન

ઉત્તરપ્રદેશના કાર્યાધ્યક્ષ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)વાડ્રા પર પરોક્ષ રીતે નિશાન સાધતા ચાર પાનાના પત્રમાં સોનિયા ગાંધીને કુટુંબના મોહથી ઉપર ઉઠવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓ કુટુંબના મોહથી ઉપર ઉઠે અને પક્ષમાં લોકત્રાંત્રિક પરંપરાઓને ફરીથી સ્થાપિત કરે.

પગાર પર કામ કરતા નેતાઓનો કોંગ્રેસ પર કબ્જો

પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓને તે વાતની શંકા છે કે તમારા રાજ્યના મામલાઓના વડા તરફથી વર્તમાન સ્થિતિ અંગે કશું જણાવાયું નથી. અમે લગભગ એક વર્ષથી આપને મળવા માટે એપોઇન્ટમેન્ટ(appointment)ની માંગ કરી રહ્યા છે, પરંતુ તેની મનાઈ કરી દેવાઈ છે. અમે અમારી હકાલપટ્ટી સામે અરજી કરી હતી, પરંતુ કેન્દ્રીય શિસ્ત સમિતિને પણ અમારી અપીલ પર વિચાર કરવાનો સમય મળ્યો નથી. અમારી હકાલપટ્ટી ગેરકાયદેસર હતી.

આ પણ વાંચોઃ ભાજપની ફરિયાદ બાદ ફેસબુકે 14 FB પેજ બંધ કર્યાં, કોંગ્રેસે કરી તપાસની માંગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આગળ દાવો કર્યો છે કે પક્ષની અંદર તે લોકોનો કબ્જો છે જે પગાર પર કામ કરે છે અને પક્ષના પ્રાથમિક સભ્ય પણ નથી. પત્રમાં કહેવાયું હતું કે આ નેતાઓ પક્ષની વિચારધારાથી પરિચિત નથી, પરંતુ તેમને ઉત્તરપ્રદેશમાં પક્ષને દિશા આપવાનું કામ સોંપાયું છે.

લોકતાંત્રિક માપદંડોનો ભંગ કરાયો

આમા આગળ કહેવામાં આવ્યું છે કે આ લોકો તે નેતાઓના પ્રદર્શનની સમીક્ષા કરી રહ્યા છે જે 1977થી 1980ના ખરાબ સમયમાં પણ કોંગ્રેસની સાથે ચટ્ટાની જેમ ઊભા હતા. લોકતાંત્રિક માપદંડોને ખતમ કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અપમાનિત કરાઈ રહ્યા છે અને નીકાળવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં અમને મીડિયા દ્વારા અમારી હકાલપટ્ટીની ખબર પડી હતી. પત્રમાં આરોપ લગાવાયો હતો કે પક્ષના કાર્યકરો અને નેતાઓ વચ્ચે સંવાદની કમી છે.

ઉ.પ્ર.માં એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ નિષ્ક્રીય

તેમણે આગળ જણાવ્યું હતું કે યુપીમાં એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસ નિષ્ક્રિય થઈ ગયા છે. નેતાઓએ કોંગ્રેસ હાઇકમાન્ડ(High command)ને વરિષ્ઠ નેતાઓ સાથે સંવાદ વધારવાનો આગ્રહ કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોંગ્રેસ વર્તમાન મામલો સામે ચૂપકિદી સેવે છે તો કોંગ્રેસને ઉ.પ્ર.માં ભારે નુકસાન થશે, જે એક સમયે પક્ષનો ગઢ હતો. આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે પક્ષ ઉત્તરપ્રદેશમાં પહેલેથી જ જૂથવાદ અને મતભેદોનો સામનો કરી રહ્યો છે.