Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: દરિયાપુરનો નામચીન બુટલેગર પોલીસ જાપ્તામાંથી ફરાર

અમદાવાદ: દરિયાપુરનો નામચીન બુટલેગર પોલીસ જાપ્તામાંથી ફરાર

0
476

સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લાં સવા 3 વર્ષથી સજા ભોગવી રહેલો હત્યા અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેસમાં સંડોવાયેલ અફઘાનિસ્તાનનો યુવક ગઇ કાલે પોલીસ જાપ્તાને ધક્કો મારીને નાસી જતાં ચકચાર મચી ગઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જન્મનું સર્ટિફિકેટ તેમજ લાઇસન્સ, પાનકાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વર્ષ 2013થી અમદાવાદમાં ગેરકાયદે રહેતા અફઘા‌નિસ્તાનના સૈફુલ્લાખાન અકબરખાન પઠાણ વિરુદ્ધમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચી‌ટિંગ અને છેતર‌િપંડીનો ગુનો દાખલ થયો હતો.આ કેસમાં ગઇ કાલે મેટ્રોપો‌લિટન કોર્ટમાં મુદત હોવાથી સૈફુલ્લાખાન અકબરખાન પઠાણને સાબરમતી સેન્ટ્રલ જેલથી કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો.કોર્ટની કાર્યવાહી પૂરી થઇ જતાં પોલીસ વાનના ડ્રાઇવરે કોઇ કારણસર સૈફુલ્લાખાન પઠાણને પોલીસ જાપ્તા સાથે જેલ લઇ જવા માટે કોર્ટની બહાર રિક્ષા ઊભી કરી દીધી હતી.

બે પોલીસ કર્મચારીઓ સૈફુલ્લાખાનને રિક્ષામાં બેસાડીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં જવા માટે રવાના થયા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલની દીવાલ પાસે અચાનક સૈફુલ્લાખાને પથરીનો દુખાવો થઇ રહ્યો છે, બાથરૂમ કરવા માટે જવું છે તેમ કહીને રિક્ષા ઊભી રાખવા માટે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું. પોલીસ કર્મચારીઓએ સૈફુલ્લાખાનની વાત માનીને રિક્ષાચાલકને રિક્ષા ઊભી રાખવા માટે કહ્યું હતું. સેન્ટ્રલ જેલના ગેટ નજીક રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી હતી, જેમાં બે પોલીસ કર્મચારીઓએ હાથકડી પહેરાવીને સૈફુલ્લાને નીચે ઉતાર્યો હતો.જયારે પોલીસ કર્મચારી મૂકેશ સિંહે સૈફુલ્લાની હાથકડી ખોલતાંની જ સૈફુલ્લા મૂકેશસિંહને ધક્કો મારીને રેલવે ટ્રેક તરફ નાસી ગયો હતો. બન્ને પોલીસ કર્મચારીઓ જે રિક્ષામાં સૈફુલ્લાને લઇ આવ્યા હતા તે રિક્ષા પણ જતી રહી હતી. જેલની નજીકથી સૈફુલ્લા નાસી જતાં પોલીસે નાકાબંધી કરી દીધી હતી અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તો બીજી તરફ મોડી રાતે દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ પણ તેના વિસ્તારમાં જઇને શોધખોળ કરી હતી

ત્રણ તલાક બિલ પાસ થતા જ અમદાવાદની મહિલા બની ભોગ, આત્મહત્યાનો કર્યો પ્રયાસ