Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > … અને આવી રીતે મંગલ પાંડે 1857ની ક્રાંતિના હિરો બની ગયા

… અને આવી રીતે મંગલ પાંડે 1857ની ક્રાંતિના હિરો બની ગયા

0
575

માર્ચ 29,1857, દિવસ રવિવાર. બેરકપુર સ્થિત 34 બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રીનો લેફ્ટનેન્ટ બાઉ ચર્ચ જવાની તૈયારી કરી રહ્યો હતો, કે ત્યારે જ તેને સમાચાર મળ્યા કે, ઈન્ફેન્ટ્રી યૂનિટના જવાન અશાંત લાગી રહ્યાં છે. તેને ઝડપી ચાલવાનું કહેવામાં આવ્યું કેમ કે, છઠ્ઠી કંપનીનો સિપાહી મંગલ પાંડે યૂનિટની અંદર તેવી બૂમો પાડી રહ્યો હતો કે, જે પણ અંગ્રેજ અધિકારી તેના સામે આવશે તેને તેઓ મારી નાંખશે.

તેઓ બીજા સિપાહીઓને તેનો સાથે આપવાનું પણ કહી રહ્યો છે. લેફ્ટનેન્ટે તરત જ પોતાનો ઈરાદો બદલ્યો, વર્દી પહેરી, બે ભરેલી પિસ્તોલો લીધી અને પોતાના ઘોડા ઉપર બેસીને યૂનિટ તરફ ચાલ્યો ગયો. તેને એટલો પણ સમય મળ્યો નહીં કે, તે પોતાના સાથે પોતાના કમાન્ડર શેખ પલ્ટૂને લઈ લેતો. જ્યારે કમાન્ડર શેખે આ સમાચાર સાંભળ્યા તો તે પણ જેવી હાલતમાં હતો તે હાલતમાં જ ગ્રાઉન્ડ તરફ દોડી પડ્યો હતો.

ગ્રાઉન્ડની વચ્ચો-નચ કંપનીની તોપ રાખવામાં આવી હતી. મંગલ પાંડેએ જ્યારે બાઉને આવતો જોયો તો જઈને તોપની પાછળ છૂપાઈ ગયા. લેફ્ટિનેન્ટે જોયું કે બધા જ જવાન પોતાની બેરેકોથી બહાર નિકળી આવ્યા છે. પરંતુ તેને મંગલ પાંડે ક્યાય નજરે પડ્યા નહીં. લેફ્ટિનેન્ટે આ મામૂલી હરકત લાગી જેને તેઓ સારી રીતે પહોંચી વળે તેવું તેમને આવડતું હતું. તેમને બળવાખોર સિપાહીઓને સેરેન્ડર કરવા માટે લલકાર્યા તેવી જ ધમાકા સાથે ગોળી છૂટી. તેઓ જ્યાર સુધી કંઈ સમજી શકે તે પહેલા જ ગોળી ઘોડાને લાગી અને તેઓ બંને જમીન દોસ્ત થઈ ગયા. ત્યારે તેને સમજાયું કે, આ કોઈ સામાન્ય વાત નહતી. આ બગાવત હતી. પરંતુ પ્રશ્ન તે હતો કે, તે અથવા અન્ય કોઈ અંગ્રેજ ઓફિસર આને જાણી શક્યું કેમ નહીં.

જાણે વાત એમ હતી કે….

લોર્ડ ડલ્હૌસી માર્ચ 1856માં હિન્દુસ્તાન છોડીને ચાલ્યો ગયો હતો. તેના કારનામાઓએ આ દેશની તકદીર જ બદલીને મૂકી દીધી હતી. તેને ‘ડોક્ટરિન ઓફ લેપ્સ’ દ્વારા અહીંના ઘણા બધા રાજાઓ અને નવાબોની હુકૂમત હડપી લીધી હતી. પોતાની પુસ્તક ‘ભારતની આઝાદીનો સંઘર્ષ’માં બિપિન ચંદ્ર લખે છે કે, હજારો જમીનદાર, દક્ષિણના પોલિગરોંએ પોતાની જમીનો ગુમાવી દીધી હતી. કેમ કે, તે લોકો કંપનીમાં લગાન જમા કરી શક્યા નહતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની લાલચે દેશના ખેડૂતોની કમર તોડી નાંખી હતી. 30 વર્ષોની અંદર એકમાત્ર બંગાળમાંથી જ મુગલોની સરખામણીમાં બેગણો લગાન લેવાની શરૂઆત કરી દીધી હતી. ડ્લ્હૌસીની હવસ એટલી વધી ગઈ હતી કે, રસ્તા પર ચાલનાર રાહદારી પાસેથી પણ ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી હતી. જો તેના પાસે અલૌકિક શક્તિ હોત તો તે જાનવરો પાસેથી પણ લગાન વસૂલી લેતો.

તો બીજી તરફ હિન્દુસ્તાની સિપાહીઓની સ્થિતિ પણ સારી નહતી. તેમના અને અંગ્રેજ સૈનિકોના પગાર, સ્ટાઈપેન્ડ, તરક્કી અને સુવિધામાં ઘણો મોટો અંતર હતો. ઈન્ફેન્ટ્રીના એક સિપાહીને તે સમયે માત્ર સાત રૂપિયા મળતા હતા જેમાંથી તેની વર્દીના રખ-રખાવ, ભોજન વગેરેમાં ખર્ચ થયા બાદ માત્ર એક અથવા બે રૂપિયા જ બચતા હતા, જેમને તેઓ ઘર મોકલી શકતા હતી. આની સરખામણીમાં એક ઘોડેસવારને સેનામાં તે વખતે 27 રૂપિયા મળતા હતા. સિપાહીઓને આપવામાં આવતી કેટલીક સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે તેમને પોતાના ઘરે પત્ર લખવા માટે ટિકિટ અને પત્રની ખરીદી કરવી પડતી હતી.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા

પોતાની પુસ્તકમાં બિપિન ચંન્દ્ર લખે છે કે, 1763થી લઈને 1856 સુધી 40થી વધારે વખત મોટા સ્તરની બળવાની કોશિષો થઈ. નાના એવા તણખલાઓની ગણતરી તો 100થી ઉપર કરવામાં આવી છે. પ્રસાર થતાં સમય સાથે સિપાહીઓમાં વિદ્રોહની આગ વધારે વિકરાળ થઈ રહી હતી. આવો જ એક બળવો 1852માં લોર્ડ એલનબરોના સમયમાં થયો હતો, જેને દબાવી દેવામાં આવ્યો હતો. બીજી વખત આ ચિંગારી લોર્ડ ડલ્હૌસીના સમયમાં પંજાબમાં સળગી હતી. સૈનિકોને આદેશ આપવામાં આવ્યો હતો કે, જનતા પર કોઈપણ જાતની દયા બતાવ્યા વગર કર વસૂલવામાં આવે અને મનાઇ કરનારાઓ વિરૂદ્ધ નિર્મમ કાર્યવાહી કરવામાં આવતી હતી. એવામાં પોતાના જ લોકો પર અધિકારીઓના અત્યાચારનો જોઈને સૈનિકોમાં અસંતોષ ફૂટી પડ્યો હતો. જોકે, આના જનરલ ચાર્લ્સ નેપિયરે પોતાની સમજદારીથી દબાવી દીધો હતો.

1852મા જ્યારે લોર્ડ ડલ્હૌસીએ 38 રેજિમેન્ટને બર્મા મોકલવાનો હુકમ આપ્યો તો સિપાહીઓ એક વખત ફરીથી ભડકી ઉઠ્યા હતા. તેમનું માનવું હતુ કે, બહાર મોકલીને અંગ્રેજ તેમનો ધર્મ ભષ્ટ કરવા માંગે છે અને પરત ફરશે ત્યારે સમાજમાં તેમની સ્વીકાર્યતા પહેલા જેવી રહેશે નહીં. લોર્ડ ડલ્હૌસી વાતને વધારવા માંગતો નહતો તેથી તેને પોતાના આદેશ પરત લઈ લીધા પરંતુ ત્યાર સુધી વાત ઘણી આગળ વધી ગઈ હતી. પછી શરૂ થયો 1857નો તે વર્ષ ત્યાંથી પરિસ્થિતિ ખુબ જ ઝડપી રીતે બદલાવા લાગી. આ વર્ષે લોર્ડ ડલ્હૌસીએ જ્યારે અવધ પર ડોક્ટરિન ઓફ લેપ્સ હેઠળ કબ્જો કર્યો તો મુસ્લિમ સૈનિક નારાજ થઈ ગયા, કેમ કે, તે સમયે થોડા એવા જ મુસ્લિમો જ નવાબોની હેસિયત રાખતા હતા. અવધના નવાબ વાજીદ અલી શાહે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઘણી વખતે નાણાકિય મદદ કરી હતી, તે છતાં ડેલ્હૌસીએ તેમના સાથે વિશ્વાસઘાત કર્યો.

જોકે, ત્યાર બાદ ડેલ્હૌસી ભારત છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ તે છતાં પણ દેશમાં અંસોતોષનો માહોલ ખત્મ થયો નહતો. ‘ડેલ્હૌસી જે પ્રશાસનિક અધિકારીઓને તે અહીં છોડીને ગયો હતો તેમને નવા આવેલ લોર્ડ કૈનિંગને પણ ડેલ્હૌસીની નજરથી હિન્દુસ્તાનને જોવા માટે મજબૂર કર્યા’ આ વાત કહેનાર અન્ય કોઈ નહીં પરંતુ તે સમયનો હિન્દુસ્તાનની સેનાનો મેજર જોર્જ બ્રૂસ માલસેન હતો. તેને પોતાના પુસ્તક, ‘બંગાલ આર્મીનું ગદર’માં આ ઘટનાનો ઐતિહાસિક સમજૂતિ આપી છે. આ કદાચ ગદર ઉપર સૌથી પહેલું પુસ્તક હતું કેમ કે, આના પર 2 જૂલાઈ 1857માં રજૂ થવાની તારીખ છે.

માલેસને આને બંગાલ આર્મીનું ગદ્દર ગણાવ્યું છે અને આવું તે માટે કેમ કે, તે સમયે હિન્દુસ્તાનમાં ત્રણ પ્રેસીડેન્સી હતી. બંગાળ, મંદ્રાસ અને બોમ્બે અને તેમની સેના હતી ક્રમશ: બંગાળ આર્મી, મદ્રાસ આર્મી અને બોમ્બે આર્મી, બંગાળ આર્મી ઉપરાંત બાકીની બંને સેનાઓઓ પોતાને ગદરથી અલગ રાખી હતી. ખેર, આપણે વાત કરી રહ્યાં હતા,તે પ્રશાસનિક અધિકારીઓની જેમના પૂર્વગ્રહ અને નિષ્ફળતાઓના કારણે તે ચિંગારી નજર અંદાજ થઈ ગઈ હતી. આ સિવિલ સર્વેન્ટ્સ હતા શ્રીમન દોરિન, જેપી ગ્રાન્ટ, મદ્રાસ આર્મીના હેડ જનરલ જોન લોવે અને પ્રવક્તા પીકોક. તેમના સાથે વધુ ચાર સચિવ હતા. નાણા સચિવ સુશિંગ્ટન, ગૃહ સચિન બાડોં, રક્ષા સચિવ કર્નલ બિર્ચ, વિદેશ સચિવ એડમોન્સોટન.

બંગાળ આર્મીમાં તે સમયે બ્રાહ્મણોની અતિશયતા હતી, તેથી તેમનો દબદબો હતો. ઉદાહરણના રૂપમાં જો કોઈ રેજિમેન્ટમાં 1000 સિપાહી છેતો તેમાંથી 800 હિન્દૂ અને 200 મુસ્લિમ. તે 800 હિન્દુઓમાં લગભગ 400 બ્રાહ્મણ. બાકીના ગૈર-બ્રાહ્મણ અને તથાકથિત નીચી જાતિના સિપાહી અધિકારીઓથી વધારે બ્રાહ્મણોના આદેશનું પાલન કરવો પોતાનું ધર્મ સમજતા હતા. હિન્દૂ સિપાહી ઈસાઈ મિશનરીથી પણ ખાર ખાઈને બેઠા હતા કેમ કે, તેમને સતત લાગતું હતુ કે, તેમનો હેતુ હિન્દુઓનો ધર્મ પરિવર્તન કરવાનો છે.

નવાબ સાહેબને કંપનીના સિપાઇઓની અંદર અસંતોષની આગ અંગે સમાચાર મળી ચુક્યા હતા, તેમના એજન્ટોએ એમ કહીને તેને હવા આપવાનું શરૂ કરી દીધુ કે અંગ્રેજ લુટારા છે અને મિશનરીઓને કારણે હિન્દૂ સિપાઇઓનો ધર્મ ખતરામાં છે. વાજિદ અલી શાહે બહાદુર શાહ જફરને પોતાના દરેક પગલાની જાણકારી આપી અને કહ્યું કે જ્યારે ઓગસ્ટ 1857માં રાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડની બહાર થશે ત્યારે બળવા માટે યોગ્ય સમય હશે પરંતુ હિન્દુસ્તાનની તકદીર તે સમયે નારાજ હતી અને જે ક્રાંતિ ઓગસ્ટમાં થવાની હતી તે મેમાં શરૂ થઇ ગઇ હતી. આ એક મોટું કારણ હતું કે 1857ની ક્રાંતિ અસફળ થઇ ગઇ હતી.

અંગ્રેજ ઓફિસર સિપાઇઓના વધતા અસંતોષને સમજી શકતા નહતા અને ના તો વાજિદ અલી શાહની ચાલને સમજી શકતા હતા. જેવુ અમે ઉપર વાંચ્યુ કે નવાબના એજન્ટ અંગ્રેજો વિરૂદ્ધ સિપાઇઓના કાન ભરી રહ્યાં હતા પણ તે હિન્દુઓની આ વાતને બરાબર નહતા સમજી શકતા કે કઇ રીતે તેમનો ધર્મ સંકટમાં છે, ત્યારે તે વાત થઇ ગઇ જેને નવાબનું કામ આસાન કરી દીધુ. લંડનમાં બનેલી એનફીલ્ડ રાયફલને હિન્દુસ્તાનની સેનામાં ઉપયોગ થવાનો આદેશ પાળવાની ઉતાવળમાં કર્નલ બિર્ચ અને ગૃહ સચિવ બાડો એ ભૂલી ગયા કે તેમના કારતૂસમાં ગાય અને સુઅરની ચર્બી દેશમાં આગ લગાવી દેશે. કર્નલ બિર્ચે ભારતમાં આ પ્રકારના કારતૂસને બનાવવાનો હુકમ જ નહતો આપ્યો પરંતુ હિન્દુસ્તાનના સિપાઇઓને તેનો ઉપયોગ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

શું એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે લોકોએ સાબુ-તેલ-ટૂથપેસ્ટ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે?

આ સમાચાર પણ રસપ્રદ રીતે હિન્દૂ સિપાઇઓને ખબર પડી હતી. આ કારતૂસ નીચી જાતિના લોકો બનાવતા હતા અને એક વખત કોઇ કારતૂસ બનાવનારી કંપનીમાં કામ કરનારા વ્યક્તિએ બ્રાહ્મણ સિપાઇ પાસે પીવા માટે પાણી માંગ્યુ તો તેને આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેની પર તે વ્યક્તિએ કહ્યું, ‘ધર્મ ત્યારે ક્યાં જાય છે બાબુ, જ્યારે મારા હાથમાંથી બનેલી ગાયની ચરબીના કારતૂસને પોતાના મોઢાથી કાપીને પોતાની બંદૂકમાં ભરો છો?’ પછી શું હતું તે સિપાઇએ આ વાત પોતાના અન્ય સાથીઓને જણાવી અને જ્યારે તેની તપાસ કરાવી તો આ સત્યથી તે ગુસ્સે ભરાયા હતા. તે બાદ આ વાત દરેક તરફ આગની જેમ ફેલાઇ ગઇ હતી પરંતુ કર્નલ બિર્ચે ચાર મહિના સુધી આ વાતને કોઇ મહત્વ આપ્યુ નહતું. બાદમાં જ્યારે આ અસંતોષને કારણે આ કારતૂસના બનવાનું જ બંધ થઇ ગયુ, ત્યારે પણ કર્નલ સાહેબે એમ જરૂરી ના સમજ્યુ કે સિપાઇઓને તેની જાણકારી આપવામાં આવે. બીજી તરફ વાજિદ અલીના લોકોએ એવી અફવા ફેલાવી દીધી કે લોર્ડ કેનિંગ તો ત્રણ વર્ષમાં તમામ હિન્દૂઓને ઇસાઇ બનાવી દેશે.

આ અફવાઓ અને તેની પર અધિકારીઓનું ધ્યાન ના આપવાની બેદરકારીની અસર એ થઇ કે કારતૂસની વાત ખબર પડ્યાના સાત દિવસ પછી એટલે કે 24 જાન્યુઆરીએ બેરકપુરમાં ટેલીગ્રાફ કાર્યાલયને સળગાવી દેવામાં આવ્યુ. બળવાની આગ હવે ફેલાવવા લાગી હતી અને પછી આવી 24 ફેબ્રુઆરી, 1857ની સાંજ. તે દિવસે બેરકપુરથી 34 નેટિવ ઇન્ફેટ્રીના ગારદ સિપાઇઓની એક ટુકડી બહરામપુર પહોચી હતી. ત્યાં તેમની મુલાકાત 19 રેજિમેન્ટના સાથીઓ સાથે થઇ હતી. ગારદ ટુકડીના સિપાઇઓએ પોતાનુ દુખડુ તેમની સામે મુક્યો હતો.

આગામી દિવસે જ્યારે કર્નલ મિશેલે રેજિમેન્ટને પરેડ કરવાનો હુકમ આપ્યો તો તેમને ઇનકાર કરી દીધો અને બેરકમાં રાખેલા તમામ હથિયાર કબજે લઇ લીધા હતા, પણ કર્નલ મિશેલે પોતાની સૂજબૂઝથી વિદ્રોહ દબાવી દીધુ હતું. 19 રેજિમેન્ટના આ બળવાના સમાચાર પહોચ્યા તો 34 રેજિમેન્ટના જવાનોમાં જોશ ભરી ગયો હતો. તેમનો વ્યવહાર બદલાઇ ગયો હતો. અંગ્રેજ અત્યાર સુધી ચોકી ગયા હતા અને તેમણે બર્માથી પોતાના સૌથી ખાસ 84 રેજિમેન્ટને બોલાવ્યો જે 20 માર્ચે કલકત્તા પહોચી ગયા અને તેમને બહરામપુર પાસે સ્થાપિત કરવામાં આવ્યા.તેમના પહોચતા જ બહરામપુરની 19 રેજિમેન્ટના બેરકપુર જવાનો હુકમ સંભળાવવામાં આવ્યો હતો.

જો 29 માર્ચ પહેલા 19 રેજિમેન્ટ બેરકપુર આવીને 34 રેજિમેન્ટ સાથે મળી જાત તો શું થાત. આવા પ્રસંગે તે સમયના જાણીતા શાયર ગાલિબનો શેર યાદ આવે છે:

न था कुछ तो ख़ुदा था, कुछ भी न होता तो ख़ुदा होता
डुबोया मुझको होने ने, न मैं होता तो क्या होता.

ગોળી લેફ્ટન્ટ બાઉના ઘોડાને લાગી હતી અને બન્ને જમીન પર પડી ગયા હતા પણ તે તુરંત પિસ્ટોલ લઇને મંગલ પાંડે તરફ દોડ્યો હતો, તેને મંગલ પાંડેને એટલો સમય પણ નહતો આપ્યો કે તે રાયફલમાં ફરી કારતૂસ ભરી શકત. મંગલ પાંડેએ તલવાર કાઢી લીધી અને ઉભો થઇ ગયો. બીજી તરફથી બાઉએ ગોળી ચલાવી પણ મંગલ પાંડે બચી ગયો. જ્યાર સુધી બાઉ તલવાર કાઢતો, મંગલ પાંડેએ તેને નીચે પાડ્યો અને તેની પર ચઢી બેઠો.તે તેને મારવાનો જ હતો ત્યારે સાર્જેન્ટ-મેજર હડસન આવી પહોચ્યો અને તેને પણ મંગલ પાંડેએ ઘાયલ કરીને પટકી દીધો હતો. હડસને સામે ઉભેલા જવાનને સહાયતા માટે બોલાવ્યો પણ કોઇ આગળ આવ્યુ નહતું. સેનાના જમાદારે બધાને રોકી લીધા હતા પણ ત્યાર સુધી લેફ્ટનન્ટ બાઉના શેખ પલટૂ ત્યા પહોચી ગયા હતા, તેમણે થાકેલા મંગલ પાંડે પર કાબુ કરી લીધો હતો.

હવે ગુજરાત સરકારના પાર્ટટાઇમ કર્મચારીઓને ચૂકવાશે ફિકસ પગાર

ગોળીના અવાજોએ અન્ય અંગ્રેજ ઓફિસરોને ચોકાવી દીધા હતા. તે બધા ઘટનાસ્થળે પહોચી ગયા અને મળીને મંગલ પાંડેને ઘેરી લીધો હતો. બધી બાજુએથી ઘેરાયેલો જોઇ, તેને ખુદને ગોળી મારવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયો નહતો. બાદમાં મંગલ પાંડે પર કેસ ચાલ્યો અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, તેને તેનો પ્રતિકાર કર્યો નહતો. મંગલ પાંડેને 18 એપ્રિલે સજા આપવાની હતી પણ તેના 10 દિવસ પહેલા 8 એપ્રિલ, 1857માં આપવામાં આવી હતી. તે બાદ અસંતોષની આગ કઇક એ રીતે ભડકી કે નવાબ વાજિદ અલી શાહની તમામ યોજના એવીને એવી રહી ગઇ હતી. જે બળવો રાણી વિક્ટોરિયાના ઇંગ્લેન્ડમાંથી બહાર થયા બાદ ઓગસ્ટમાં શરૂ થવાનું નક્કી હતું તે મેમાં મેરઠથી જ શરૂ થઇ ગયો હતો.