Gujarat Exclusive > દેશ-વિદેશ > વાજપેયી સામે ચૂંટણી જીતનારા રાજા મહેન્દ્ર પ્રતાપના વંશજે Aligarh Muslim University પાસે જમીન પાછી માંગી

વાજપેયી સામે ચૂંટણી જીતનારા રાજા મહેન્દ્ર પ્રતાપના વંશજે Aligarh Muslim University પાસે જમીન પાછી માંગી

0
114
  • લીઝના 90 વર્ષ પુરા થતાં રાજાના વંશજે AMUને પત્ર લખ્યો
  • AMUની નવરચિત સમિતિ એકેડમીની બેઠકમાં રિપોર્ટ આપશે

અલીગઢઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એક સમયે ચૂંટણીમાં હરાવનારા જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ (King Mahendra Pratap)ના વંશજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU-Aligarh Muslim University)ના વહીવટદારોને એક પત્ર લખી લીઝના 90 વર્ષ પુરાં થઇ ગયા હોવાથી જમીન પાછી માગી છે.

તેના સંબંધમાં AMUની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં વાઇસ ચાન્સેલર પ્રો. તારિક મંસૂરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ એકેડમીની આગામી બેઠકમાં પોતાનો રિપોર્ટ રજુ કરશે.

આ પણ વાંચોઃ ભારતીય વિમાની કંપનીઓ દ્વારા $1.5 અબજની વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનની માંગ

AMU માટે જમીન 90 વર્ષ પહેલાં લીઝ પર લીધી હતી

AMUની મીટિંગમાં ચર્ચા થઇ હતી કે રાજા મહેન્દર પ્રતાપ સિંહના વંશજે યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. જેમાં AMUનો ત્રિકોણીય પાર્ક અને સિટી સ્કૂલ બંને રાજાની જમીન પર બન્યા છે. યુનિવર્સિટીને આ જમીન 90 વર્ષ પહેલાં લીજ પર આપવામાં આવી હતી.

વંશજની AMUને કરી આ ઓફર

મીટિંગમાં કહેવાયું કે રાજાના વંશજ તરફથી પ્રપોઝલ મૂકાઇ છે કે ત્રિકોણીય પાર્કની જમીન તેમને પાછી દેવામાં આવે. જ્યારે તેમની જમીન પર બનેલી સિટી સ્કૂલનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે કરી દેવામાં આવે.

જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સ્વતંત્રતા સેનાની હતા

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્વતંત્રતા સેનાની હતા અને માર્કસવાદી વિચારશરણી ધરાવતા હતા. તેમણે અફઘાનિસ્તાનમાં ભારતીય સરકારની રચના કરી હતી. તેઓ સ્વદેશી આંદોલનમાં પણ સક્રીય હતા. સ્વતંત્રતા પછી સાંસદ પણ બન્યા હતા. ત્યારે તેમણે તત્કાલીન જનસંઘના ઉમેદવાર એટલ બિહારી વાજપેયીને હરાવ્યા હતા.

યુપીના મુખ્યમંત્રીએ 2019માં જાહેરાત કરી હતી કે AMUને જમીન દાન કરનારા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે અલીગઢમાં એક યુનિવર્સિટી બનાવવામાં આવશે. ત્યારે એએમયુ મેનેજમેન્ટે આ યુનિવર્સિટી રાજાએ આપેલી જમીન પર બની હોવાના સીએમ યોગીના દાવાને નકારી દીધો હતો.

આ પણ વાંચોઃ ISROની તૈયારી, હવે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં 5 નહીં પરંતુ 4 જ એન્જીન હશે

AMU-Aligarh Muslim Universityનો ઇતિહાસ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ભારતની મુખ્ય યુનિવર્સિટીઓમાંની એક છે. જે ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલી નિવાસીય શૈક્ષણિક સંસ્થા છે. તેની સ્થાપના 1920માં સર સૈયદ અહેમદ ખાને કરી હતી. 1921માં ભારતીય સંસદના એક કાયદાના માધ્યમથી યુનિવર્સિટીને દરજ્જો આપવામાં આવ્યો હતો. મૂળસ્વરુપે મુસ્લિમ સમાજ સુધારક સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમ એન્ગ્લો ઓરિએન્ટલ કોલેજ તરીકે તેની સ્થાપના કરી હતી. અહીંથી અગ્રણી મુસ્લિમ નેતાઓ, ઉર્દૂ લેખકો અને ઉપમહાખંડના અનેક વિદ્વાનો સ્નાતક થયા છે.

Aligarh Muslim Universityમાં 250થી વધુ પાઠ્યક્રમ

AMUમાં શિક્ષણના પારંપરિક અને આધુનિક શાખામાં 250થી વધુ પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. પોતાના સમયના સમાજ સુધારક સર સૈયદ એહેમદ ખાને આધુનિક શિક્ષણની જરુરિયાતને ધ્યાનમાં રાખી 1875માં એક સ્કૂલ શરુ કરી હતી,જે પાછળથી મુસ્લિમ એન્ગ્લો ઓરિએન્ટલ સ્કૂલ અને પછી 1920માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની ગઇ.

આ પણ વાંચોઃ તાતા પ્રોજેક્ટ કરશે નવી સંસદ ભવનનું નિર્માણ, ₹ 861.90 કરોડમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો

AMUમાં દરેક ધર્મ-જાતિના લોકો માટે પ્રવેશ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં દરેક ધર્મ-જાતિ અને સ્ત્રી-પુરુષને પ્રવેશ મળી શકે છે. આ યુનિવર્સિટી વિશેષ કરીને આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ અહીં કેટલા અભ્યાસક્રમ માટે સાર્ક અને કેમનવેલ્થ દેશોના વિદ્યાર્થીઓ માટે બેઠકો પણ અનામત હોય છે.