Gujarat Exclusive > દેશ-વિદેશ > આમ્રપાલી ગ્રુપના ખરીદદારોને સુપ્રીમ કોર્ટની ભેટ, NBCC પુરા કરશે અધૂરા પ્રોજેક્ટ

આમ્રપાલી ગ્રુપના ખરીદદારોને સુપ્રીમ કોર્ટની ભેટ, NBCC પુરા કરશે અધૂરા પ્રોજેક્ટ

0
240

આમ્રપાલી ગ્રુપ પર સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરી છે અને ખરીદદારોને રાહત આપી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે આમ્રપાલીના લંબિત પ્રોજેક્ટ NBCC પુરા કરશે. સાથે જ સુપ્રીમ કોર્ટે RERA હેઠળ આમ્રપાલી જૂથની કંપનીઓના પંજીકરણને રદ કરી દીધા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી 10 મેએ આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

10 મેએ સુપ્રીમ કોર્ટે ગ્રેટર નોઇડા અને નોઇડા ઓથોરિટીને એમ જણાવવાના આદેશ આપ્યા હતા કે, તમે જણાવો કે વર્ષ 2009માં જમીનની ફાળવણી બાદ 10 ટકાની ચૂકવણી કરવામાં આવી, તે બાદ બિલ્ડરે ફાળવણીની શરતોને પુરી કરી નથી તો તમે તેને રદ કેમ ના કરી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે તમે જણાવો પ્રોજેક્ટને તમે કઇ રીતે પૂર્ણ કરશો. જેની પર પ્રાધિકરણ તરફથી કહેવામાં આવ્યુ તે તેમની પાસે એટલુ બજેટ નથી કે તે આ ફ્લેટને તૈયાર કરી શકે.

‘મોદીએ કાશ્મીર પર મધ્યસ્થતા માટે મદદ માંગી’, ટ્રમ્પના દાવાને ભારતે નકાર્યો