Gujarat Exclusive > દેશ-વિદેશ > ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, મોડી રાત્રે AIIMSમાં દાખલ

ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, મોડી રાત્રે AIIMSમાં દાખલ

0
124

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) છેલ્લા ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. એવામાં અમિત શાહને ફરીથી એક વખત દિલ્હી સ્થિત એઈમ્સ (AIIMS)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. મોડી રાત્રે 11 વાગ્યે ગૃહમંત્રી શાહને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે.

થોડા દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. જો કે સઘન સારવારના કારણે અમિત શાહે કોરોનાને માત આપી હતી. હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ જતાં અમિત શાહને રજા આપી દેવાઈ હતી.

જો કે હવે ફરીથી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમિત શાહને શનિવારે રાત્રે 11 કલાકે AIIMSમાં લઈ જવામાં આવ્યા હતા.

એઈમ્સના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોના વાઈરસમાંથી ઉગર્યા બાદ અમિત શાહને શ્વાસ લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આથી થોડા સમય માટે અમિત શાહ હોસ્પિટલમાં રહે, તેજ સારુ રહેશે. જેથી મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખીને તેમની સારવાર થઈ શકે. હાલ અમિત શાહને AIIMSના કાર્ડિય ન્યૂરો ટૉવરમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: કોવિડ-19 દવાના બોક્સમાં દારૂની બોટલોની હેરફેર! 19 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર્સની ટીમે તેમની સારવાર કરી હતી. લગભગ બે અઠવાડિયામાં અમિત શાહે કોરોનાને માત આપી હતી. જે બાદ 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જો કે તબીબો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

જો કે બાદમાં 18 ઓગસ્ટે ફરીથી અમિત શાહને થાક અને શરીરમાં દુ:ખાવાની ફરિયાદ બાદ ફરીથી એક વખત એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી સારવાર મેળવીને સ્વસ્થ થયા બાદ તેમને 31 ઓગસ્ટે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર મળી રહ્યાં છે કે, અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ફરીથી એક વખત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

.