Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 25 કરોડના ખર્ચે વિવેકાનંદનગર નજીક ખારી નદી પર બ્રિજ બનશે

અમદાવાદમાં 25 કરોડના ખર્ચે વિવેકાનંદનગર નજીક ખારી નદી પર બ્રિજ બનશે

0
69
  • ઉસ્માનપુરા ખાતે વર્ચ્યુઅલ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં લેવાયા અનેક નિર્ણય
  • 35માંથી 33 કામો મંજૂર કર્યા, કોરોનાનો કચરો ઉપાડવાનો મુદ્દો ચગ્યો
  • ફાયરબ્રિગ્રેડના સાધનોને લગતા 6 અને 7ના કામો બાદ કરતાં 33 કામોને મંજૂરી

અમદાવાદ : શહેર મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી બેઠક (AMC standing committee meeting) માં સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર 4047 ચો.મી જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે 25 કરોડના ખર્ચે વિવેકાનંદર નગર પાસે ખારી નદી પર પુલ બનાવવાના કામને પણ મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. આ ઉપરાંત 12 કરોડના ખર્ચે નવરંગપુરા, નારણપુરા વોર્ડના રસ્તા રીસરફેસ કરવામાં આવશે. ઉપરાંત જોધપુર વોર્ડમાં લાયબ્રેરી તથા જીમ્નેશિયમ બનાવવા માટે 5 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજની બેઠકના જીરો અવર્સમાં કોરોનાનો કચરો ઉપાડવા સહિત એક માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાં આઇ.આર.એસ.ની કામગીરી થતી નહીં હોવાનો મુદ્દો સભ્યએ ઉઠાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર શ્રીમતિ બિજલબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, ભાજપ નેતા અમિત શાહ ઉપરાંત દંડક રાજુભાઇ ઠાકોર વચ્ચે ઉસ્માનપુરા ખાતે વર્ચ્યુઅલ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ (AMC standing committee meeting) માં એસ્ટેટ, વોટર સપ્લાય અને રોડ એન્ડ બિલ્ડીંગ્સના 35 કામો મૂકવામાં આવ્યાં હતાં. તેમાંથી ફાયરબ્રિગ્રેડના સાધનોને લગતા 6 અને 7ના કામોને બાદ કરતાં 33 કામોને મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે

કમિટીની મીટિંગ પૂર્ણ થયા બાદ પત્રકારોને માહિતી આપતાં અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, “શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલા હાથીજણ વિવેકાનંદનગર વચ્ચેથી પસાર થતી ખારી નદી પર 25 કરોડના ખર્ચે રિવરબ્રિજ તૈયાર કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન ખારી નદીમાં પાણી આવવાથી વિવેકાનંદનગરની જનતાને 5થી 8 કિ.મી.નું વધારાનું અંતર કાપવું પડતું હતું. વિનોબા ભાવે નગરથી વિવેકાનંદનગર વસાહત વચ્ચે ખારી નદી પર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરેલા આયોજનના ભાગરુપે આ રિવરબ્રિજ તૈયાર કરવામાં આવશે તેમજ બ્રિજની ડિઝાઇનનું પ્રુફ ચેકીંગની કામગીરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલ પાસે કરાવવામાં આવશે.”


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સી પ્લેનના એરોડ્રામ માટે નાગરિક ઉડ્ડયન વિભાગને રિવરફ્રન્ટમાં 4047 ચો.મી. જમીન ફાળવવાની મ્યુનિ. કમિશનરની દરખાસ્તને મંજૂરી આપી છે. પરંતુ બાકીની કામગીરી સરકાર કરશે. આ ઉપરાંત જોધપુર વોર્ડ ઓફીસની બાજુના પ્લોટમાં 5 કરોડના ખર્ચે અદ્યતન વાતાનુકુલિત લાયબ્રેરી તથા અદ્યતન સાધનો સાથેનું જીમ્નેશિયમ તૈયાર કરવામાં આવશે. તેમજ શહેરના નવરંગપુરા તથા નારણપુરા વિસ્તારમાં રસ્તા રીસરફેસ કરવા માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. આ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટના પ્રવેશદ્રાર નં. 3 ( વ્યાયામ વિદ્યાલય ) પાસે આવેલા ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કીંગની પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ( પીપીપી ) ધોરણે સસ્ટેનેબલ મોડેલ તરીકે વિકસાવવાના કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે.”

આજની આ બેઠકના જીરો અવર્સમાં સભ્ય જતીન પટેલે ઉત્તર પશ્ચિમ ઝોનમાં IRSની કામગીરી જેવી કે ઘરે-ઘરે મચ્છરનું ચેકીંગ, ટાંકીની ચકાસણી, ફોંગીગ સહિતની કામગીરી થઇ નથી. તેમજ કોરોના દર્દીઓનો કચરો ઉપાડવામાં આવતો નહીં હોવાના મુદ્દે રજૂઆત કરી હતી. આ ઉપરાંત 104 નંબરવાળા બે કલાક પછી પહોંચતા હોવાની ફરિયાદ તેમજ ખારીકટ કેનાલ પરના નાળાં પહોળાં કરવા ઉપરાંત નારણપુરા એઇસી પાસે કચરો ડમ્પનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

આ પણ વાંચોઃ ભારતમાં મોતના આંકડામાં ફુગાવો, છેલ્લાં 2 સપ્તાહમાં સૌથી વધારે મૃત્યુ કોરોનાથી