Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોર્પોરેશનનો સપાટો, 32 ટી સ્ટોલને સીલ મરાયા

કોર્પોરેશનનો સપાટો, 32 ટી સ્ટોલને સીલ મરાયા

0
138

Amc Seal Tea Stall

  • એએમસીના કડક પગલાંના પગલે ટી સ્ટોલ સંચાલકોએ સ્વયંભૂ બંધ કરી દીધી

  • સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હોવાથી કોર્પોરેશને લીધેલા પગલાં

અમદાવાદ: કોવીડ 19ની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે આજે કોર્પોરેશને (AMC) ફરી એકવાર લાલ આંખ કરી છે. અને સોશિયલ ડીસ્ન્સિંગ કે પછી અન્ય નિયમોનો ભંગ કરનારા સામે કકડ કાર્યવાહી હાથ ધરી હતી. દિવસ દરમિયાન 31 ટી સ્ટોલને સીલ (AMC Seal Tea Stall) મારવામાં આવ્યા હતા. કોર્પોરેશનના પગલાંથી ફફડી ગયેલાં અન્ય ટી સ્ટોલ (Tea Stall) ના વેપારીઓએ સ્વયંભૂ સ્ટોલ બંધ કરી દીધાં હતા. આવા લગભગ 1124 જણાંએ બંધ કરી દીધાં હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે. આ પગલાંથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો. બપોર બાદ તો કેટલાંક સ્થળોએ પાનના ગલ્લાવાળાઓએ પણ બંધ કરી દેતાં સન્નાટો છવાઇ ગયો હતો. Amc Seal Tea Stall

પાનના ગલ્લાં તથા ચાની કિટલીઓ મળવાનું સ્થળ હોવાથી મોટાભાગે લોકો ત્યાં ભેગા થતાં હોય છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના દ્દશ્યો જોવા મળતાં હોય છે. તેમાંય હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જેથી કોર્પોરેશન પાછી ઝુંબેશ હાથ ધરી છે. કોવીડ 19ની ગાઇડલાઇનનો કડકપણે અમલ કરાવવા માટે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 122 જેટલી ટીમો પોલીસ સાથે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ટીમો દ્રારા આજે શહેરના સાત ઝોનના 48 વોર્ડમાં આવેલી ઓફીસ, શોપીંગ મોલ, દુકાનો, માર્કેટો વગેરે જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં માસ્ક ન પહેરેલાં હોય કે સોશિયલ ડીસ્ન્સિંગનો અભાવ જોવા મળતો હોય તેવા એકમોને સીલ (AMC Seal Tea Stall) અને મોટી પેનલ્ટી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ટીમો દ્રારા આજે ચેકીંગ દરમિયાન શહેરમાં આવેલી ચાની લારીઓ, ટી સ્ટોલો પર ચા પીવા માટે નાગરિકો મોટા પ્રમાણમાં એકત્ર થતાં તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવા અંગેનું બિલકુલ પાલન ન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા 32 દુકાનવાળા ટી સ્ટોલને સીલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: AUTO RICKSHAW ચાલકોના હિતમાં હાઇકોર્ટનું સરકારને મહત્વનું ફરમાન

કોર્પોરેશને (AMC) જણાવ્યું છે કે, આ ટીમ દ્રારા ચાની કીટલીઓના માલિકોને કોરોનાની ગંભીરતા સમજાવતા 1124 જેટલી ચાની કીટલીઓ સ્વયંભુ બંધ કરવામાં આવી છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

ઝોનનું નામ સીલ મારેલી દુકાનની સંખ્યા સ્વયંભૂ બંધ
પૂર્વ 8 37
પશ્ચિમ 7 227
ઉત્તર 8 194
દક્ષિણ 3 146
મધ્ય 0 211
ઉત્તર પશ્ચિમ 0 204
દક્ષિણ પશ્ચિમ 6 105
કુલ 32 1124