Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > AMCના ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં જ આગ, તો શહેરનું શું થશે?

AMCના ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં જ આગ, તો શહેરનું શું થશે?

0
1678

અમદાવાદના ગોતા વિસ્તારમાં 2 દિવસ પહેલા ગણેશ જીનેસિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ આગ AMCના ફાયરસેફ્ટી સર્વેયર રાજેશ મિશ્રાના ઘરમાં જ લાગી હતી. AMCના ફાયરસેફ્ટી સર્વેયર રાજેશ મિશ્રાએ આખા શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો તમામ જગ્યાએ પહોચાડ્યા હતા પણ તે પોતાના ઘરને જ બચાવી શક્યા નહતા. ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં આગ લાગતા જ તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં 50 વર્ષીય મહિલાનું મોત પણ થયુ હતું. AMCના ફાયરસેફ્ટી સર્વેયર પોતાના ઘરને જ ના બચાવી શકતા હોય તો અમદાવાદ શહેરનું શું થશે.

ફાયરસેફ્ટીના જાણકાર જ બન્યા ભોગ

અમદાવાદના ગોતા નજીક આવેલી ગણેશ જેનીસીસ ફ્લેટના પાંચમા માળે AMCના ફાયરસેફ્ટી સર્વેયર રાજેશ મિશ્રાના ઘરમાં થોડા સમય પહેલા આગ લાગી હતી. આગ લાગતા જ ફાયર કોલ જાહેર કરાયો હતો અને ફાયરબ્રિગેડની 31 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. આ આગ રાજેશ મિશ્રાના ફ્લેટમાં સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આ આગને ઓલવવા માટે મહિલાએ સ્વીચ બોર્ડ પર પાણીનો છંટકાવ કર્યો હતો. પાણીનો છંટકાવ કરતા સ્વીચ બોર્ડમાં ભડાકો થયો હતો અને આગ વધુ પ્રસરતા તેની પર ધાબળો નાખી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ આગ વધુ ઉગ્ર બની હતી.

ઘરમાં ફર્નિચરમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી. ફર્નિચરમાં લાગેલી આગને કારણે ઘરનો તમામ સામાન બળીને ખાખ થયો હતો અને પછી સમગ્ર એપાર્ટમેન્ટમાં આગ ફેલાઈ હતી. એક સામાન્ય અજ્ઞાન કેટલું નુકસાન કરાવે છે તેણે આ વાત પરથી સાબિત કરી દીધું છે. એક નાનકડી ભૂલ કે બેદરકારીનો કેટલા વ્યક્તિએ ભોગ બનવો પડે છે તે વાત અહીં સમજાય તેવી છે.

ફાયરસર્વેયર પોતાને બચાવવાનો કરી રહ્યો છે પ્રયાસ

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના ફાયરસેફ્ટી સર્વેયરના ઘરમાં જ આગ લાગી હોવાથી તે પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ફાયર સર્વેયર રાજેશ મિશ્રાના ઘરમાં 2-3 લોકો રહે છે. રાજેશ મિશ્રાના ઘરમાં આગ લાગી હોવાથી તે પહેલા જ તેમને જાણ હોવા છતા કોઇ પ્રયાસ કર્યા વગર પરિવારને લઇને બહાર જતા રહ્યાં હતા જ્યારે તેમને પાડોશીએ કોલ કરતા તે બહાર હોવાનું જણાવ્યુ હતું.જોકે, મીડિયા સામે રાજેશ મિશ્રા ખોટુ બોલતા પણ નજરે પડ્યા હતા. રાજેશ મિશ્રાએ કહ્યું કે, આ આગ અમારા ફ્લેટમાં નહી પણ છઠ્ઠા માળે લાગી છે. રાજેશ મિશ્રા પોતાના ઘરને જ ના બચાવી શકતા હોય તો અમદાવાદ શહેરનું શું થશે તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. શું અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના ફાયરસેફ્ટી સર્વેયર રાજેશ મિશ્રાએ ગંભીર બેદરકારી દાખવી હોવાની જાણ થઇ હોવા છતા AMC તેમને છાવરશે કે પછી તેમની વિરૂદ્ધ આકરા પગલા ભરશે તે જોવુ રહ્યું.

સુરત જેવી આગની ઘટનાથી અમદાવાદમાં પણ ફફડાટ ફેલાયેલો છે. સુરતની ઘટનામાં ફાયર ટીમ પાસે અદ્યતન સાધનોની કમી હતી પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમદાવાદ ટીમ પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ તેને સારી રીતે ઓપરેટ કરનારા ઓપરેટર ના હોવાની સ્થિતિ પણ સામે આવી છે.

અમદાવાદ: જગતપુર પાસે ગણેશ જીનેસિસ ફ્લેટમાં આગ લાગતા મહિલાનું મોત