Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના સમાચાર મામલે AMCનું વિવાદિત ટ્વિટ, મીડિયાએ રોષ ઠાલવ્યો

કોરોનાના સમાચાર મામલે AMCનું વિવાદિત ટ્વિટ, મીડિયાએ રોષ ઠાલવ્યો

0
72
  • તંત્રએ પોતાની વેબસાઈટ પર મૂકાતી પોસ્ટને જ સત્ય માનવા ટ્વિટ કરતા વિવાદ
  • મીડિયાના સમાચાર પર વિશ્વાસ નહીં રાખવાનું કહેતા જ મીડિયા કર્મીમાં રોષ
  • અધિકારીઓના સત્તાવાર ક્વૉટ સિવાયના ન્યુઝને ન માનવા ટ્વિટમાં જણાવ્યું

અમદાવાદ : કોરોનાના વધતા જતા કેસોથી ગૂંચવાઈ ગયેલા તંત્રએ પોતાની વેબસાઈટ પર મૂકાતી પોસ્ટને જ સત્ય માનવા અંગે ટ્વિટ (AMC disputed corona Tweet) કરતા જ વિવાદનો મધપૂડો છેડ્યો છે. એક તરફ સત્તાવાર ક્વોટ માટે અધિકારીઓ રૂબરૂમાં મીડિયા સમક્ષ આવતા નથી કે ફોન પણ ઉપાડતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં મીડિયા સાથે વાત કરવા કોઈ અધિકારીની કો-ઓડીનેટરની તરીકે નિમણૂંક કરતા નથી. ઉપરથી મીડિયાના સમાચાર પર વિશ્વાસ નહીં રાખવાનું કહેતા જ મીડિયા કર્મીમાં રોષ ફેલાયો હતો.

સત્ય તો એ છે કે મીડિયા AMC દ્વારા મોકલવામાં આવતી પ્રેસનોટને આધાર ગણીને જ ન્યૂઝ બનાવે છે તેવા સમયે તેમનો આરોપ મીડિયા પર છે કે ખુદ તેમના જ તંત્ર પર તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. કોરોના અંગેના સમાચાર મામલે AMCનું વિવાદિત ટ્વિટ કર્યું છે. જેમાં અધિકારીઓના સત્તાવાર ક્વૉટ સિવાયના ન્યુઝને ન માનવા ટ્વિટ (AMC disputed corona Tweet) માં કહ્યું છે.

આ ટ્વીટને અમદાવાદ યુનિસિપલ કોર્પોરેશનના મેયરે લાઇક કરતા મામલો બીચકયો હતો. અને મીડિયા કર્મીઓએ કોર્પોરેશનના અધિકારીઓ સાથેના ગ્રુપમાં પોતાની રજૂઆત કરીને આક્રોશ ઠાલવ્યો હતો. જેમ કે કોરોના મામલે AMCનાં એક પણ અધિકારી કે શાસકો સત્તાવાર વાત કરતા નથી કે કોરોના સંબંધી એક પણ બાબતની ખરાઈ કરતા નથી.

આ પણ વાંચોઃ પૂર્વ MP યોગેન્દ્ર મકવાણાના પુત્ર ભરતના હેબતપુર ખાતેના લાલ બંગલોમાંથી રૂ.30.70 લાખની ચોરી

AMC અધિકારી-શાસકો લાંબા સમયથી મૌન ધારણ કરી મીડિયાથી દૂર ભાગી રહ્યાં છે અને હવે સ્થિતિ પુનઃ બગડતા આરોપ મીડિયા પર મુક્યો છે. કોવિડ મામલે એક પણ અધિકારી જવાબ આપવા તૈયાર નથી. AMCના હોદ્દેદારોએ પણ મીડિયા સામે નિવેદનબાજી આપવાનું બંધ કર્યું. ખુદ મેયર જ મીડિયાથી ભાગે છે.

હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરની સ્થિતિ ફરી બગડતા પ્રસાર માધ્યમોના સમાચાર પર દોષનો ટોપલો ઢોળવા પ્રયાસ કરાયો છે. AMC અધિકારી અને સત્તાધીશો જ મીડિયાને માહિતી આપતા નથી. જો લોકોની એટલી જ ચિંતા હોય તો મીડિયા સામે કેમ નથી આવતા? મીડિયાથી ભાગતું તંત્ર એ મીડિયા પર આક્ષેપ લગાવે છે.

વધુમાં મીડિયા કર્મીઓએ કહ્યું કે, “એક તરફ મીડિયા પાસે સહકાર માંગે છે તો બીજી તરફ મીડિયા પર આરોપ લગાવે છે. જો કે મીડિયાના અનેક પ્રયાસ અને રજૂઆત છતાં કો-ઓર્ડિનેશન માટે કોઈ અધિકારીની મેયર કે મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારી નિમણૂંક કરતા નથી અને પોતે મીડિયાથી દૂર ભાગી રહ્યાં છે. ત્યાં સુધી કે મીડિયામાં કેમેરા સમક્ષ આવવાનું ટાળી રહ્યાં છે. ત્યારે આ પ્રકારની ટ્વિટથી મીડિયા કર્મી ગુસ્સે ભરાયા છે.

આ પણ વાંચોઃ ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળા બજાર કરનાર 4ની ધરપકડ