Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા

ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં આજે વધુ 16 પોઝીટીવ કેસો મળ્યા

0
49
  • આજે દસમા દિવસે પણ ટ્રેઇનમાં અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ થયું

  • રાજધાની એક્સપ્રેસ કોરોના પોઝીટીવ કેસોમાં પણ ઝડપ જાળવી રાખી

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત 10મા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ (AMC Corona Testing) ચાલુ રાખ્યું હતું. આજના દિવસે 1594 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 16 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા (AMC Corona Testing) છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની (AMC Corona Testing) કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતિત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ (AMC Corona Testing) કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં Corona વધ્યો હોવાના હાઉ વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો ઘટયા

બુધવારે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ-દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 787 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 9 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 387 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 6 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 420 પ્રવાસીઓની ચકાસણીમાં 1 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1594 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 16 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની (AMC Corona Testing) કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.