Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > વિશ્વની સૌથી મોટી ઇ કંપની આપશે 1 લાખ નોકરીઓ, 12 પાસને પણ તક

વિશ્વની સૌથી મોટી ઇ કંપની આપશે 1 લાખ નોકરીઓ, 12 પાસને પણ તક

0
162
  • પેકિંગ, શિપિંગ અને સોર્ટિંગના કામમાં કંપનીને માણસોની જરુર
  • અમેરિકામાં કલાકના 1100 રુપિયાના વેતનની ઓફર

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી ઇ કોમર્સ કંપની અમેઝોન (Amazon) એક લાખ લોકોને નોકરી આપી રહી છે. સોમવારે કહ્યું કે તે ઓનલાઇન ઓર્ડરમાં વધારો કરવાની સાથે એક લાખ લોકોને કામ પર રાખશે. આ નવી નોકરીઓ પાર્ટ ટાઇમ અને ફુલટાઇમ બંને પ્રકારની હશે. જેમાં પેકિંગ, શિપિંગ અને સોર્ટિંગના કામનો સમાવેશ થાય છે. કંપનીએ એ પણ ખુલાસે કર્યો કે આ નવી નોકરીઓને હોલિડે હાયરિંગ સાથે સંબંધ નથી.

વર્ષના પ્રારંભે 175000 નોકરી આપી હતી

અમેઝોને વર્ષના પ્રારંભમાં જ 175000 લોકોને હાયર કર્યા હતા. હવે કંપનીએ જણાવ્યું કે તેને 100 વેર હાઉસમાં પેકિજિંગ સોર્ટિંગ સેન્ટર્સ અને અન્ય સુવિધાઓ માટે લોકોની જરુર છે. અમેઝોને વેર હાઉસની દેખરેખ રાખતા એલિસિયા બોલર ડેવિસે કહ્યું કે કંપની કેટલાક શહેરો (અમેરિકા)માં 1000 ડોલરના સાઇન ઓન બોનસની ઓફર કરી રહી છે. અમેરિકામાં ડોટ્રોયટ, ન્યૂયોર્ક, ફિલિડેલ્ફિયા અને સૂઇસવિલે, કેન્ટકી જેવા શહેરોમાં શ્રમિકોને શોધવા મુશુકેલ છે. જ્યાં અમેઝોનનું પ્રારંભિક વેતન કલાકના 15 ડોલર (આશરે 1100 રુપિયા) છે.

આ પણ વાંચોઃ ભારતમાં પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ 9 મહિના પછી વધ્યું: SIAM

કોર્પોરેટ અને ટેક્નિલ ક્ષેત્રે પણ 33000 લોકોની જરુર

અમેઝોને ગત સપ્તાહે કહ્યું હતું કે તેને કોર્પોરેટ અને ટેક્નિકલ ક્ષેત્રે પણ નોકરીઓ માટે 33000 હજાર લોકોની જરુર છે. કંપનીએ કોરોના મહામારી વચ્ચે પણ એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં રેકોર્ડ કમાણી કરી. મહામારીને કારણે લોકોએ ઓનલાઇન કરિયાણાની વધુ ખરીદી કરી હતી.

હોલિડે શોપિંગ પર નજર

વાસ્તવમાં અમેઝોન વેરહાઉસમાં વસ્તુઓ અસ્ત વ્યસ્ત છે. હોલિડે શોપિંગને જોતા પહેલાંથી જ તૈયારીની અમેઝોનની યોજના છે. સૌથી વ્યસ્ત શોપિંગ ડે, પ્રાઇમ ડે સુલાઇથી સ્થગિત કર્યા બાદ આ વર્ષે ફરી આયોજીત થવાના છે. તેથી કંપની એક લાખ લોકોની ભરતી કરવા માગે છે.

આ પણ વાંચોઃ આજથી 7 દિવસ બાદ સ્કૂલો થશે શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો શરતો