Gujarat Exclusive > દેશ-વિદેશ > એક સમયે SPના કદ્દાવર નેતા-રાજ્યસભા સાંસદ એમર સિંહનું સિંગાપોરમાં નિધન

એક સમયે SPના કદ્દાવર નેતા-રાજ્યસભા સાંસદ એમર સિંહનું સિંગાપોરમાં નિધન

0
68
  • લાંબા સમયથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા
  • બીમાર પડતા પહેલાં ભાજપની નજીક આવી રહ્યા હતા
  • 6 મહિના પહેલાં જ અમિતાભ બચ્ચનની માફી માગી હતી

સિંગાપોરઃ એક સમયના SPના કદ્દાવર નેતા અને રાજ્યસભા સાંસદ અમર સિંહનું સિંગાપોર (Singapor)માં નિધન થઇ ગયું. 64 વર્ષીય અમર સિંહ (Amar singh) લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની હસ્તીઓએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેઓ અહીંની એક હોસ્પિટલમાં 6 મહિનાથી સારવાર લઇ રહ્યા હતા. હમણા ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ તેમણે પોતાના જૂના મિત્ર મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની માફી માગી હતી.

હાલમાં તેઓ રાજ્યસભાના નોમિનેટેડ સભ્ય હતા. 5 જુલાઇ 2016માં તેમને સંસદના ઉપલું ગૃહમાં ચૂંટવામાં આવ્યા હતા. અગાઉ અમર સિંહ સમાજવાદી પક્ષ (SP)ના સક્રીય નેતા અને સપના પૂર્વ પ્રમુખ મુલાયમ સિંહના બહુ વિશ્વાસુ હતા. પરંતુ સપથી અલગ થયા બાદ તેમની રાજકારણમાં સક્રીયતા ઓછી થઇ ગઇ હતી. અલબત્ત બીમાર થતાં પહેલાં તેઓ ભાજપ ( BJP)ની નજીક આવી રહ્યા હતા. તેમના રાજકીય જીવનની શરુઆત 1996માં રાજ્યસભા સાંસદ ચૂંટાયાની સાથે થઇ હતી.

આ પણ વાંચોઃ શું કોરોના વૅક્સીન પહેલા જ ભારતમાં તૈયાર થઈ ચૂકી ‘હર્ડ ઈમ્યૂનિટી’?

2103થી કિડનીની સમસ્યા શરુ થઇ હતી

અમર સિંહ 2013થી કિડનીની બીમારી સામે લડી રહ્યા હતા. તેના કારણે ઘણી વખતે આ બીમારીને લીધે જ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધું હતું. તેમણે માર્ચ મહિનામાં જ સિંગાપોરની હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. હોસ્પિટલમાંથી જ તેમણે કેટલાક વીડિયો સંદેશ પણ મોકલ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) થી માફી વાળો વીડિયો પણ સામેલ છે.
અગાઉ 2002 અને 2008માં પણ તેઓ રાજ્યસભા સાંસદ ચૂંટાયા હતા.

કાકા-ભત્રીજાના ઝઘડાએ અમરને વિલન બનાવી દીધા

એક સમયે મુલાયમ સિંહ (Mulayam singh)ના ડાબો હાથ મનાતા અને સપમાં બીજી પોઝીશન ધરાવતા અમર સિંહ 2017થી તેનાથી અલગ થતા ગયા. સપમાં કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ યાદવના ઝઘડાએ તેમને વિલન બનાવી દીધા હતા. અખિલેશે ઘણી વખત જાહેરમાં અમર સિંહની ટીકા કરી હતી.

સંપત્તિ RSSના સંગઠનનો દાન કરવાની જાહેરાત

સમાજવાદી પક્ષનો સાથ છોડ્યા બાદ અમર સિંહ ભાજપની નજીક આવી રહ્યા હતા. તેથી તેઓ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો પણ થવા લાગી હતી. વધુમાં તેઓ ભાજપના કાર્યક્રમોમાં પણ હાજરી આપવા લાગ્યા હતા. તેમણે પોતાની સંપત્તિ RSS સાથે સંકળાયેલા સંગઠનને દાન કરવાની જાહેરાત પણ કરી દીધી. દરમિયાનમાં તેમની તબિયત લથડવા લાગી હતી. પરિણામે સારવાર માટે સિંગાપોર જવું પડ્યું હતું અને ત્યાં જ તેમનું નિધન થઇ ગયું.

આ પણ વાંચોઃ રામમંદિરઃ ભૂમિપૂજન પહેલાં અયોધ્યા થશે સીલ, ઠેરઠેર ગોઠવાશે સ્નાઇપર્સ

અમિતાભ બચ્ચનને માફી માગતા શું કહ્યું હતું?

“છેલ્લા 10 વર્ષોમાં હું બચ્ચન પરિવારથી અલગ જ ન રહ્યો, પરંતુ તેમના દિલમાં મારા પ્રત્યે નફરત રહે તેઓ પ્રયત્ન પણ કર્યો હતો. પણ આજે જ્યારે અમિતાભજીએ મારા પિતાનું સ્મરણ કર્યું તો લાગ્યું કે આ જ સિંગાપોરમાં 10 વર્ષ પહેલાં કિડનીની બીમારીની સારવાર માટે હું અને અમિતજી આશરે બે મહિના સુધી સાથે રહ્યા હતા. ત્યાર બાદ તેમની સાથે નો સાથ છૂટી ગયો. છતાં 10 વર્ષેય પણ તેઓ મને યાદ કરતા રહ્યા. સતત, મારા જન્મ દિવસના પ્રસંગે કે પિતાજીના સ્વર્ગવાસના દિવસ પર તેઓ પોતોનું કર્તવ્ય નિભાવતા રહ્યા.”

જીવન અને મરણના પડકારોની વચ્ચેથી પસાર થઇ રહ્યો છું

“”………… મને લાગે છે કે મેં બિનજરૂરી આક્રમકતા દેખાડી હતી. સાઇઠની ઉપર જીવન સંધ્યા હોય છે અને હું ફરી એક વાર જીવન અને મરણના પડકારોની વચ્ચેથી પસાર થઇ રહ્યો છું. મને લાગે છે કે આપણાથી જે મોટા હોય તેમના પ્રત્યે નરમ વલણ રાખવું જોઇતું હતું અને જે કટુ શબ્દો હું બોલ્યો તેના માટે મારે ખેદ વ્યક્ત કરી દેવું જોઇએ… કારણ કે મારા મનમાં કટુતા અને વેરથી વધુ તેમના વ્યવહારથી નિરાશા હતી. પરંતુ હવે માને લાગે છે. તેમના (અમિતજી) પ્રત્યે મારા મનમાં કટુતા કે નિરાશા નથી. પણ એક ભાવના છે. તેથી મારા પિતાજીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે જે શ્રદ્ધાસુમન અર્પિત કર્યા, તેને યાદ કરી હું ઇશ્વરને આ જ પ્રાર્થના કરીશ કે સૌને ઇશ્વર તેમના કર્મો મુજબ ન્યાય આપે અને આપણે બધાએ જાતે દખલ કરવાને બદલે બધુ જ ઇશ્વર પર છોડી દેવું જોઇએ.”