Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ, જીતુ વાઘાણીએ પહેરાવ્યો ખેસ

અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ, જીતુ વાઘાણીએ પહેરાવ્યો ખેસ

0
1492

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બળવાખોર ધારાસભ્યો અલ્પેશ ઠાકોરના રાજકીય ભવિષ્ય પર ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. ઠાકોર સેનાના સ્થાપક અને ગુજરાતના OBC નેતા અલ્પેશ ઠાકોર આખરે ભાજપમાં ભળી ગયા છે., હાલમાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ગુજરાતમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે અલ્પેશ ઠાકોરને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા છે.

હું ઘર વાપસી કરી ગુરૂકુળમાં આવ્યો છું: અલ્પેશ ઠાકોર

ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે કહ્યું કે,સમગ્ર દેશના લોકો જેના નેતૃત્વ પર ભરોસો કરે છે તે નરેન્દ્ર મોદી અને અમિતભાઈથી તમે વાકેફ છો. કયા કારણસર આ પરિસ્થિતિનું નિર્માણ થયું તેના અનેક સવાલો છે. આ પરિસ્થિતિ અંગે મારે વધારે કંઈ કહેવુ નથી. કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ થતી નથી. ભાજપમાં સામાન્ય લોકોનું પણ સાંભળવામાં આવે છે. કોંગ્રેસમાં સ્વાર્થની રાજનીતિ થાય છે. કોંગ્રેસની નબળાઈથી બધા વાકેફ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોઈ બાળકને સ્કૂલમાં સારું ભણાવવામાં આવતા ના હોય તો તેની સ્કૂલ બદલવામાં આવે છે. બસ આ રીતે જ હું ભાજપમાં આવ્યો છું. ભાજપ એક ગુરૂકુળ છે.

લોકોને સમજનારી પાર્ટી છે ભાજપ

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, મારે મારા સમાજ માટે કંઇ કરવુ છે, જ્યાં તેમને વિકાસ તરફ આગળ લઇ જવા છે. શિક્ષણ અને રોજગાર તરફ આગળ લઇ જવા છે. આવા લોકોને તો સત્તાનો સહિયારો સાથ જરૂરી છે.ભારતીય જનતા પાર્ટીમાં સામાન્યમાં સામાન્ય કાર્યકરને સમજવામાં આવે છે. એક શિસ્તબદ્ધ પાર્ટી છે. રાષ્ટ્રવાદની વિચારધારાને આગળ લઇ જવાની છે.

રાજરમત ભાગ-2: ભાજપમાં અલ્પેશની એન્ટ્રીથી શંકર ચૌધરીના વળતા પાણી!

ભાજપમાં ભળવાનો જ વિરોધ

અલ્પેશને ભાજપમાં સામેલ કરવાના પ્રશ્ન પર જ કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે. નેતૃત્વને એ વાત નો ડર છે કે, જો અલ્પેશને મંત્રી બનાવીશું, ભાજપના કાર્યકર્તાઓનો અસંતોષ વધી શકે છે. આમ પણ ભાજપમાં 3-4 વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂકેલા ધારાસભ્યો પણ મંત્રી પદની લાઈનમાં ઉભા છે.

કોંગ્રેસથી આવેલા બે નેતાઓ પહેલાથી જ મંત્રી
અલ્પેશના પદ પર પુન:વિચારનું એક મોટુ કારણ એ પણ છે કે, વિજય રૂપાણી (Vijay Rupani) સરકારમાં પહેલાથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે નેતા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા મંત્રી બની ચૂક્યા છે. જો કોંગ્રેસથી આવનારા ત્રીજા ચહેરાને મંત્રી બનાવાશે, તો વર્ષોથી મંત્રી પદની આશા રાખીને બેઠેલા ભાજપના નેતાઓની નારાજગી વધી શકે છે.