Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તમામ પોલીસ અધિકારીઆને ડ્રેસ અને આઈકાર્ડ ફરજિયાત રાખવું પડશે :ડો. વિપુલ અગ્રવાલ

તમામ પોલીસ અધિકારીઆને ડ્રેસ અને આઈકાર્ડ ફરજિયાત રાખવું પડશે :ડો. વિપુલ અગ્રવાલ

0
2233

પોલીસ સ્ટેશનો તેમજ અન્ય બ્રાંચમાંથી કમિશનર કચેરીમાં કામ માટે જતા પોલીસ કર્મચારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ક્લીન શેવ, ડ્રેસ અને આઈકાર્ડ વગર કચેરીમાં પગ મૂકવા દેવામાં આવશે નહીં.પોલીસ કમિશનર કચેરીમાં જુદા જુદા કામ માટે આવતા પોલીસ કર્મચારીઓ ખાનગી કપડાં પહેરીને, દાઢી વધારીને તેમજ યુનિફોર્મ વગરના શૂઝ પહેરીને આવતા હોવાનું ઉપરી અધિકારીઓના ધ્યાન ઉપર આવ્યું હતું. જેની ગંભીરતાથી નોંધ લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ 29 જૂલાઈ, સોમવારથી કરવામાં આવશે. વહીવટી શાખાના સંયુકત પોલીસ કમિશનર ડો. વિપુલ અગ્રવાલે આ અંગે તા.23 જૂલાઈ 2019 ના રોજ શહેરના તમામ પોલીસ સ્ટેશનો તેમજ બ્રાંચને સંબોધીને પરિપત્ર કર્યો છે, જેમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે કમિશનર કચેરીમાં આવતા પોલીસ કર્મચારીઓએ ડ્રેસ પહેરીને, દાઢી કરીને, આઈકાર્ડ લટકાવીને તેમજ ડ્રેસના શુઝ પહેરીને જ પોલીસ કમિશનર કચેરીમાં આવવું. નિયમનો ભંગ કરશે તો તેને ગેટ ઉપર જ રોકી દેવાશે.

જો કોઇ પોલીસ કર્મચારી ડ્રેસ પહેર્યા વગર, આઈકાર્ડ લટકાવ્યા વગર, કે દાઢી કર્યા વગર કમિશનર કચેરીમાં આવશે તો તે માટે તે પોલીસ કર્મચારી નહીં પરંતુ તેમના ઉપરી અધિકારીને જવાબદાર ઠેરાવવામાં આવશે. જેથી કમિશનર કચેરીમાં જતા પોલીસ કર્મચારીનો ફુલ ડ્રેસ ચેક કરવાની જવાબદારી તેમના ઉપરી અધિકારીની રહેશે.

ચાર બંગડીથી ફેમસ થયેલી કિંજલ દવેની ભાજપમાં એન્ટ્રી, જીતું વાઘાણીએ પહેરાવ્યો ખેસ