Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

0
1040

કાર અથવા સ્કૂટર ખરીદનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે તમે તમારી ગાડી ઓનલાઈન જ રજિસ્ટર (આરસી) કરાવી શકશો. રજિસ્ટ્રેશનના ઓનલાઈન થવાનો સૌથી મોટો ફાયદો તે છે કે, હવે ડીલર્સ અને મોટા અધિકારીઓની દખલ આમાંથી લગભગ ખત્મ થઈ જશે. સાથે જ લોકોના પૈસા પણ બચશે, કેમ કે અત્યાર સુધી ડીલર્સ રજિસ્ટ્રેશન માટે એક્સ્ટ્રા પૈસા ચાર્જ કરતાં હતા.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, કાનૂન અનુસાર જ્યારે પણ તમે નવી ગાડી ખરીદો છો તો તેને રજિસ્ટ્રેશન માટે આરટીઓ ઓફિસ લઈ જવી પડે છે. આમાં અમે નાનો એવો ફેરફાર કર્યો છે. રજિસ્ટ્રેશન ઓર્થોરિટી રાજ્ય સરકારની હશે, જે આરટીઓ છે. પરંતુ હવે કંઝ્યુમર્સ ગાડીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે, તેમને ગાડીને આરટીઓ લઈ જવી પડશે નહીં. ગ્રાહકને તે ફિસ આપવી પડશે નહીં જે ડીલર તમારી તરફથી વાહન રજિસ્ટર કરાવવા માટે ચાર્જ કરે છે.

એલર્ટ! કાર અને બાઇક ખરીદનારાઓ માટે જરૂરી સમાચાર, સરકારે બદલી નાખ્યા નિયમ

બે વર્ષ પહેલા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે (MORTH)એ એક સર્કુલર રજૂ કર્યો હતો, જેમાં રજિસ્ટર્ડ ડીલર્સને આરટીઓ સાથે કેટલાક કામ કરાવવાની પરવાનગી આપવામાં આવી હતી. આવું તે માટે કરવામાં આવ્યું હતુ, કે આરટીઓ ઉપરથી થોડો-ઘણો બોઝો ઓછો કરવામાં આવી શકે, ભષ્ટ્રાચાર ઓછો કરી શકાય અને ગ્રાહકો પર એકસ્ટ્રા ચાર્જ લગાવી શકાય નહીં. તમને જણાવી દઈએ કે, આપણા દેશમાં પણ 13,00થી વધારે આરટીઓ છે, જે બધા જ પ્રકારના વાહનો (મોટરસાયકલ, સ્કૂટર્સ, મોપેડ થ્રી-વ્હીલર્સ, કાર, એસયૂવી, વાન, ટ્રક, મીનિ ટ્રક, ટેક્ટર અને ક્કાડ્રીસાઈકલ્સ)નું રજિસ્ટ્રેશન કરે છે.

નાના દુકાનદારોને મળશે મોટી ભેટ! મોદી સરકારે પૂરી કરી લીધી તૈયારી

રાજ્ય સરકારોએ પાછલા કેટલાક વર્ષમાં નવા આરટીઓ ખોલ્યા છે. જોકે, હજું આને વધારે એક્સપેન્ડ કરવાની જરૂરત છે. સોસાયટી ઓફ ઓટોમોબિલ મેન્યુફેક્ચ્યૂર્સના ડેટા અનુસાર, પાછલા વર્ષ આરટીઓએ 26.26 મિલિયન ગાડીઓનું રજિસ્ટ્રેશન કર્યો હતો, જેની એવરેજ નિકળવામાં આવે તો દરેક આરટીઓએ 20 હજારથી વધારે ગાડીઓનું રજિસ્ટ્રેશન કર્યું છે.

ખરીદદારોને મળી તાકાત, મોદી સરકારે આપ્યા પાંચ નવા શક્તિશાળી અધિકાર