Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Jioને ટક્કર આપવા Airtel લોન્ચ કરી શકે છે સસ્તા 4G સ્માર્ટફોન્સ

Jioને ટક્કર આપવા Airtel લોન્ચ કરી શકે છે સસ્તા 4G સ્માર્ટફોન્સ

0
266
  • Airtel ટૂંક સમયમાં જ સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે
  • લૉક અને અનલૉક બંને પ્રકારના સ્માર્ટફોનનું વેચાણ કરી શકે છે
  • Jioને ટક્કર આપવા Airtel ટૂંક સમયમાં જ સ્માર્ટફોન કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરશે

નવી દિલ્હીઃ ભારતની ટેલિકોમ કંપની Airtel ટૂંક સમયમાં જ ભારતીય માર્કેટમાં સસ્તા 4G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. જિયોને ટક્કર આપવા માટે આવું કરી શકે છે. કેમ કે જિયો ઓછી કિંમતવાળા 4G હેન્ડસેટ લાવવા જઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતી એરટેલ ટૂંક સમયમાં જ ભારતમાં સ્માર્ટફોન કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરશે.

જો કે રિલાયન્સ જિયોનો પ્લાન એ છે કે સસ્તા 4G હેન્ડસેટ અને બંડલ ડેટા પ્લાન સાથે ભારતીય 2G માર્કેટ પર કબ્જો કરી લેવામાં આવે. એ માટે રિલાયન્સ જિયો પાસે ગૂગલની પાર્ટનરશિપ પણ છે કે જે કંપનીને એન્ટ્રી લેવલ 4G સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ આપશે. એવામાં એરટેલ પાસે એક પ્રકારનો દબાવ પણ છે કે જે 2G યુઝર્સને જિયો પાસે જતા રોકી શકાય.

ટેલિકોમ ટૉકના રિપોર્ટ અનુસાર, એરટેલ ભારતમાં લૉક અને અનલૉક બંને પ્રકારના સ્માર્ટફોનનું વેચાણ કરી શકે છે. લૉક સ્માર્ટફોન એટલે કે જેમાં માત્ર આપ એરટેલનું જ સિમ ચલાવી શકશો અને જેમાં એરટેલના જ કસ્ટમાઇઝ સસ્તા પ્લાન હશે.

આ પણ વાંચોઃ ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન, 10 હજાર લોકો પર પાડોશી દેશની નજર

અનલૉક સ્માર્ટફોનમાં આપ કોઇ પણ કંપનીનું સિમ લગાવી શકશો. એવું કહેવાઇ રહ્યું છે કે એરટેલ હાલમાં બંને ઓપ્શન્સ પર કામ કરી રહી છે અને ભારતીય સ્માર્ટફોન્સ પાર્ટનર સાથે મળીને એન્ટ્રી લેવલ 4G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. રિલાયન્સ જિયોની જો વાત કરીએ તો કંપની એન્ટ્રી લેવલ 4G સ્માર્ટફોન્સને ડેટા પ્લાન બંડલ સાથે વેચશે. એવામાં એરટેલને એ ડર છે કે કંપનીના 2G અને 3G યુઝર્સ પણ જિયો પાસે ના ચાલ્યા જાય.

એરટેલ પાસે હજી પણ વધુ 2G અને 3G યુઝર્સ છે, પરંતુ જિયો પાસે એવું નથી. જિયો નેટવર્ક માત્ર 4G સપોર્ટ કરે છે અને કંપની ઇચ્છે છે કે 3G અને 2G યુઝર્સને પણ 4G તરફથી લાવવામાં આવે અને એટલાં માટે જ લગભગ જિયો એન્ટ્રી લેવલ ફોન લાવી રહી છે.

Airtel પહેલાં પણ કોશિશ કરી ચૂકી છે

તમને જણાવી દઇએ કે એરટેલ પહેલાં પણ આ જ પ્રકારે એક કોશિશ કરી ચૂકી છે. કંપનીએ સ્થાનીય બ્રૈંડ Celkon સાથે સમજદારી કરીને ‘મેરા પહેલા સ્માર્ટફોન’ ની શરૂઆત કરી હતી. આ અંતર્ગત એરટેલ સસ્તા ભાવ પર 4G સ્માર્ટફોન ઓફર કરી રહી હતી. ગ્રાહકોને ડાઉન પેમેન્ટ આપવા પર ફોન મળી જતો હતો, જ્યાર બાદ તેને આને એક્ટિવ રાખવા માટે મહીને રિચાર્જ કરાવવું પડતુ હતું.

આ પણ વાંચોઃ Corona Effect : રાજકોટ, સુરત, ખેડબ્રહ્મા, જુનાગઢમાં સ્વયંભૂ લોકડાઉન