Gujarat Exclusive > દેશ-વિદેશ > ભારતીય વિમાની કંપનીઓ દ્વારા $1.5 અબજની વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનની માંગ

ભારતીય વિમાની કંપનીઓ દ્વારા $1.5 અબજની વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનની માંગ

0
52

નવી દિલ્હીઃ ભારતની વિમાની કંપનીઓ (airlines) દ્વારા સરકાર પાસેથી 1.5 અબજ ડોલરની વ્યાજમુક્ત ક્રેડિટ લાઇનની માંગ કરવામાં આવી છે, એમ નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંઘ પુરીએ જણાવ્યું હતું.

કોરોના વાઇરસના લીધે લોકડાઉન અને પ્રતિબંધો લાદવામાં આવતા એર ટ્રાવેલની માંગને ફટકો પડ્યો છે.

હમણા સુધી વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉડ્ડયન બજાર મનાતા ભારતીય હવાઈસેવા ક્ષેત્રમાં હવે વિમાની (airlines)કંપનીઓ છ મહિના સુધી લોન ચૂકવણી મુલતવી રાખવાની અને તેને એનપીએમાં વર્ગીકૃત ન કરવાની માંગ કરી રહી છે,એમ પુરીએ સંસદમાં જણાવ્યું હતું.

જેટ ફ્યુઅલને જીએસટીમાં સમાવવાની માંગ

સ્થાનિક એરલાઇન્સે (airlines)સરકારને જણાવ્યું છે કે તેઓ જેટ ફ્યુઅલને પણ સાઉથ એશિયન ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સમાં સામેલ કરે અને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ પરની આબકારી જકાત નાબૂદ કરે, એમ પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

આફ્રિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીની એરલાઇન્સને (airlines)કોરોનાના લીધે ફટકો પડ્યો છે. કંપનીઓએ પ્રવાસ પર કાપ મૂકતા અને હોલિડે પર જનારાઓએ તેમના આયોજન મુલતવી રાખવા પડતા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં લાગેલા સરહદી પ્રતિબંધોના લીધે તેને આ ફટકો પડ્યો છે.

યુએસમાં સરકારની ઉડ્ડયન ઉદ્યોગને મદદની ઓફર

અમેરિકામાં તો સરકાર દ્વારા વિમાની કંપનીઓને નાણાકીય સહાય ઓફર કરવામાં આવી છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજી સુધી ઉડ્ડયન ઉદ્યોગ માટે કોઈ અર્થપૂર્ણ પેકેજ આપી શક્યા નથી. તેનું કારણ એ છે કે સરકાર પોતે પણ અત્યંત વરવી આર્થિક મંદીનો સામનો કરી રહી છે.

દેશની વિમાની (airlines)કંપનીઓએ ઉડતા રહેવું હોય તો તેના માટે તેને 2.5 અબજ ડોલરની જરૂર છે, એમ સિડની સ્થિત સીએપીએ સેન્ટર ફોર એવિયેશન સેન્ટરે જણાવ્યું હતું. સરકારી સહાય કે માલિકો દ્વારા મૂડી ઉમેરાની ગેરહાજરીમાં એકથી વધુ રાષ્ટ્રીય વિમાની કંપનીઓ નિષ્ફળ જઈ શકે છે.

ભારત આમ પણ રોગચાળા પહેલા પણ ઉડ્ડયન ઉદ્યોગ માટે મુશ્કેલ સ્થળોમાંનું એક સ્થળ છે. તેમા ભાડુ માંડ બે ટકા છે અને તે વિશ્વમાં ઇંધણ પર સૌથી વધુ વેરો લગાવતો દેશ છે.

સ્થાનિક ટ્રાફિકમાં 80 ટકા ઘટાડો

જો કે સરકાર એરક્રાફ્ટ ભાડે આપનારાઓ અને ફાઇનાન્સિયરો સાથે જોડાયેલી છે જેથી પ્લેનો વહેલા દૂર ન થાય, એમ પુરીએ જણાવ્યું હતું. 31મી જુલાઈ સુધીના સમયગાળામાં સ્થાનિક ટ્રાફિક 80 ટકા ઘટી ગયો હતો, તેના લીધે એરલાઇનની આવકને ફટકો પડ્યો હતો.

આ પણ વાંચો:હાજર માંગના લીધે સોનાના ભાવમાં વધારો ઊછાળો નોંધાયો

ઉડ્ડયન ક્ષેત્ર અને તેને સંલગ્ન ઉદ્યોગો સાથે 30 લાખ નોકરીઓ જોડાયેલી છે અને રોગચાળાના લીધે ભારત આ વર્ષે આ ઉદ્યોગમાં 11 અબજ ડોલરની આવક ગુમાવી શકે છે, એમ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને જણાવ્યું હતું.